Sabarkanta: લંકેશ તરીકે જાણીતા અરવિંદ ત્રિવેદીને યાદ કરી કલા અને રાજકીય જગત ભાવુક થયુ, વતન ઇડરમાં યોજાઇ પ્રાર્થના સભા
Arvind Trivedi: સ્વર્ગસ્થ અભિનેતાની પ્રાર્થના સભામાં અનેક રાજકીય અગ્રણીઓ અને કલાકારો પ્રાર્થના સભામાં હાજરી આપવા માટે ઇડરમાં ઉપસ્થિત રહ્યા હતા.
લંકેશ (Lankesh) તરીકે જાણીતા અભિનેતા અરવિંદ ત્રિવેદી (Arvind Trivedi) નુ ગત 5 ઓક્ટોબરે અવસાન થતા, તેમના વતન ઇડર (Idar) માં પ્રાર્થના સભા યોજવામાં આવી હતી. અરવિંદ ત્રિવેદીને શ્રધ્ધાંજલી આપવા માટે કલાકારો અને રાજકીય આગેવાનો સહિત ચાહકો પ્રાર્થના સભામાં ઉપસ્થિતી રહ્યા હતા. જ્યા કલા અને રાજકીય જગતના અગ્રણીઓ ભાવુક થઇ ગયા હતા.
લંકેશ એટલે કે અરવિંદ ત્રિવેદીએ ગત 5 સપ્ટેમ્બરે તેઓએ મુંબઇના કાંદિવલી સ્થિત તેમના નિવાસ સ્થાને અંતિમ સ્વાસ લીધા હતા. જેને લઇને કલા જગત અને સેવા કાર્યો ના પ્રયાસમાં મોટી ખોટ પડી હતી. તેઓેના અવસાન બાદ તેમના વતન ઇડર અને સાબરકાંઠા જીલ્લામાં શોકની લાગણી પ્રસરી હતી. અરવિંદ ત્રિવેદીને શ્રધ્ધાંજલી અર્પવા માટે આજે વતન ઇડરમાં પ્રાર્થના સભા યોજવામાં આવી હતી. તેમના મોટા પુત્રી કવિતા બેને પોતાના પિતાને માતા અને મિત્ર તરીકે ગણાવ્યા હતા. તેઓએ માતા ગુમાવ્યા ત્યાર થી માતાની ખોટ ના સાલે તેની ચીવટ રાખી અમને પ્રેમ આપ્યો હતો.
રામાયણમાં લંકેશના પાત્ર દ્વારા ભગવાન રામના સદગુણોની સમાજમાં સુવાસ ફેલાવવા માટે નો પ્રયાસ કર્યો હતો. તેઓએ રામના ગુણો સમાજ સામે વધુ સારી રીતે તરી આવે એ માટે તેઓએ નકારાત્મક પાત્રના તેમના અભિનયને ખૂબ ન્યાય આપતો પ્રયાસ કરતા હતા. તેમના આ પ્રયાસે અરવિંદ ત્રિવેદીની ઓળખ જ લંકેશ તરીકે બનાવી દીધી હતી. તેઓએ દેશ અને વિદેશમાં લંકેશ તરીકે જાણીતા બન્યા હતા.
અગ્રણી રાજકીય આગેવાન અને ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ રમણલાલ વોરા (Ramanlal Vora) એ પણ લંકેશે સાંસદ સભ્ય રહી રાજકારણી તરીકે તેમણે શિખવેલી સેવાપ્રવૃત્તીઓને યાદ કરી હતી. તેઓએ ઇડર અને સાબરકાંઠામાં લંકેશની યાદમાં કાયમી સ્મૃતી સ્થાપવા માટે ભાવુક સ્વરે સંકલ્પ લેવડાવ્યો હતો. ગુજરાતી ચલચિત્રોના જાણીતા અભિનેતા અને ઇડરના ધારાસભ્ય હિતુ કનોડીયા (Hitu Kanodiya) એ અરવિંદ ત્રિવેદીના અવસાનને લઇ દુખ વ્યક્ત કર્યુ હતુ અને તેમના સંસ્મરણોને તાજા કર્યા હતા.