AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sabarkantha: ધાણધામાં આગની ઘટના, પ્રવાસન પ્રધાન ઇડરીયા ગઢની મુલાકાતે, ઇડરથી SOG એ ગાંજો ઝડપ્યો

News Round Up ઇડરીયા ગઢ (Idariyo Gadh) ને વિકાસની અનેક આશા જિલ્લાને છે. પ્રવાસ પ્રધાનની મુલાકાત સાથે હવે ફરીએકવાર આશા બંધાઇ છે. SOG એ એક જ માસમાં બીજી વાર ગાંજાના જથ્થાને ઝડપી પાડ્યો છે.

Sabarkantha: ધાણધામાં આગની ઘટના, પ્રવાસન પ્રધાન ઇડરીયા ગઢની મુલાકાતે, ઇડરથી SOG એ ગાંજો ઝડપ્યો
Sabarkantha News Round Up
| Updated on: Jul 06, 2021 | 10:33 AM
Share

ધાણધા વિસ્તારની ફેક્ટરીમાં આગ

હિંમતનગર (Himmatnagar) ઇડર સ્ટેટ હાઇવે પર ધાણધા (Dhandha) વિસ્તારમાં આગ લાગવાની ઘટના બની હતી. પૂંઠાના ખોખા બનાવતી ફેકટરીમાં આગ લાગ લાગવાને લઇને વિસ્તારમાં અપરાતફરીનો માહોલ સર્જાયો હતો હિંમતનગર નગર પાલીકા ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી. જહેમત બાદ આગ પર ફાયર ટીમને આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી હતી.

પૂંઠા ખોખા અને તેનુ રો મટીરીયલ હોવાને લઇ આગ વધુ વકરવાની ભીતી વર્તાઇ રહી હતી. પરંતુ ફાયર ટીમ ઝડપ થી પહોંચી આવતા આગ વધુ વિકરાળ બનતી અટકાવી શકાઇ હતી. આગ લાગવાનુ પ્રાથમિક અનુમાન શોટ સર્કિટ હોવાનુ માનવામાં આવી રહ્યુ છે. ઘટનામાં સદનસીબે કોઇ જાનહાની સર્જાઇ નહોતી.

ઇડર ઘાંટી વિસ્તારમાં થી ગાંજો ઝડપાયો

ઇડર (Idar) શહેરના ગંભીરપુરા ઘાંટી વિસ્તારમાંથી ગાંજો ઝડપાઇ આવ્યો હતો. ગંભીરપુરા વિસ્તારમાં એક વૃદ્ધ મહિલાએ ઓરડીમાં ગાંજો રાખ્યો હોવાની બાતમી સ્પેશીયલ ઓપરેશન ગૃપ (SOG) ને મળી હતી. જેને લઇ દરોડો પાડતા મહિલા પાસેથી ઓરડીમાં સંતાડી રાખેલો ગાંજાનો જથ્થો ઝડપાયો હતો. 2 કિલો 121 ગ્રામ જેટલો ગાંજાનો જથ્થો SOG ટીમને મળ્યો હતો.

SOG ટીમ વૃદ્ધ મહિલા ની ધરપકડ કરીને ઇડર પોલીસે મથકે લઇ ગઇ હતી. જ્યાં મહિલા વિરુદ્ધ ફરીયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. SOG ટીમે એકાદ માસના અંતરમાં બીજી વાર ગાંજો ઝડપવામાં સફળ રહી છે. આ પહેલા હિંમતનગર નજીક થી ગાંજાનો જથ્થો ઝડપ્યો હતો.

પ્રવાસ પ્રધાનની ઇડરની મુલાકાત લીધી

ઇડર પ્રવાસન માટે જાણીતુ સ્થળ છે, પરંતુ પ્રવાસને લઇને વિસ્તારનો વિકાસ તેના નામ પ્રમાણે રુંધાઇ રહ્યો છે. પ્રસિદ્ધ ઇડરીયો ગઢ (Idariyo Gadh) ખનન ને લઇ ને હવે તેની સુંદરતા ગુમાવવા જઇ રહ્યો છે. રાણી તળાવ (Rani Lake) અને આસપાસના વિસ્તારને પણ પર્યટન વિકાસ હેઠળ આવરી લેવા માટે માંગ વર્તાઇ રહી છે. આ માટે આ પહેલા રાણી તળાવના બ્યુટી ફીકેશનને માટે ગ્રાન્ટ ફાળવણી કરવામાં આવી હતી. પરંતુ તેમાં પણ ભ્રષ્ટાચારના આક્ષેપો થયા હતા.

આ દરમ્યાન હવે રાજ્યના પ્રવાસ પ્રધાન જવાહર ચાવડા (Jawahar Chavda) એ ઇડર ની મુલાકાત લીધી હતી. તેઓએ ઇડરીયો ગઢ અને રાણી તળાવ સહિતના વિસ્તારનુ નિરીક્ષણ કર્યુ હતુ. પ્રવાસ પ્રધાનની મુલાકાત અને નિરીક્ષણ ને લઇને હવે પ્રવાસને લઇને નવી યોજનાઓ સામે આવવાની અપેક્ષા સ્થાનિકોમાં વર્તાવા લાગી છે. તેઓએ સ્થાનિક ધારાસભ્ય હિતુ કનોડીયા (Hitu Kanodiya) અને આગેવાનોને પ્રવાસ વિકાસ માટે પ્રયાસો કરવાની ખાત્રી આપી છે.

આ પણ વાંચોઃ  Aravalli: શામળીયા ભગવાનને ચાંદીના વાસણની ભેટ, વરસાદ માટે કંટાળુ હનુમાનને અભિષેક કરાયો

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">