AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સાબરકાંઠાઃ છેલ્લા 6 માસથી જિલ્લા સંકલન સમિતિની બેઠક જ ના મળતા વિકાસના કાર્યો અને લોક પ્રશ્નો ટલ્લે ચઢ્યા, પદાધિકારીઓ પણ રોષે ભરાયા

સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા છ એક માસથી જિલ્લા સંકલન સમિતિની બેઠક મળતી નથી. સંકલન સમિતિની બેઠક જેતે જિલ્લાઓ માટે ખુબ જ મહત્વની હોય છે, જેના દ્વારા જિલ્લાના વિકાસ કાર્યો પણ કરવામાં આવતા હોય છે. લોકોના સ્થાનિક પ્રશ્નોનું નિરાકરણ અને પ્રાથમિક રીતે જરુરી સંચાલન પણ સંકલન સમિતિ દ્વારા થતુ રહેતુ હોય છે. પરંતુ સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા છ […]

સાબરકાંઠાઃ છેલ્લા 6 માસથી જિલ્લા સંકલન સમિતિની બેઠક જ ના મળતા વિકાસના કાર્યો અને લોક પ્રશ્નો ટલ્લે ચઢ્યા, પદાધિકારીઓ પણ રોષે ભરાયા
Avnish Goswami
| Edited By: | Updated on: Oct 21, 2020 | 9:40 AM
Share
સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા છ એક માસથી જિલ્લા સંકલન સમિતિની બેઠક મળતી નથી. સંકલન સમિતિની બેઠક જેતે જિલ્લાઓ માટે ખુબ જ મહત્વની હોય છે, જેના દ્વારા જિલ્લાના વિકાસ કાર્યો પણ કરવામાં આવતા હોય છે. લોકોના સ્થાનિક પ્રશ્નોનું નિરાકરણ અને પ્રાથમિક રીતે જરુરી સંચાલન પણ સંકલન સમિતિ દ્વારા થતુ રહેતુ હોય છે. પરંતુ સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા છ માસથી કોરાનાકાળને લઈને સંકલન સમિતિની બેઠક જ બંધ કરાયા બાદ ફરીથી શરુ જ કરવામાં આવી રહી નથી. આ માટે મૌખિક રીતે પણ અધિકારીઓને પણ રજુઆતો કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી આ અંગે કોઈ જ નિર્ણય લેવામાં આવ્યો નથી. જિલ્લામાં અનેક પ્રકારની સમસ્યાઓ અને સ્થાનિક પ્રશ્નોને લઈને આ બાબતે તંત્રનું ધ્યાન દોરવુ જરુરી છે. લોકોની સમસ્યાઓને નિવારવા માટે સંકલન સમિતિ અત્યંત જરુરી હોવાને લઈને હવે વિધાનસભાના વિપક્ષી દંડકે પણ રજુઆત કરી બેઠક યોજવા માટે માંગ કરી છે.
Sabarkantha: Chela 6 mass thi jila sanklan samiti ni bethak j na malta vikas na karyo ane lok prashno tale chadhya padadhikario pan roshe bharaya

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ગુજરાત વિધાનસભા વિપક્ષી દંડક અને ખેડબ્રહ્માના ધારાસભ્ય અશ્વીન કોટવાલે કહ્યુ હતુ કે, સંકલન સમિતિની બેઠક અત્યંત જરુરી છે, જેનાથી લોકોની સમસ્યા અને લોકોના પ્રશ્નોને રજુ કરીને તેનો ઉકેલ લાવી શકાય છ, વિકાસની બાબતો માટે બેઠક જરુરી છે. આ માટે અમે રજુઆત કરી છે પણ હજુ સુધી બેઠક શરુ કરાઈ નથી. જિલ્લાના મુખ્ય અધિકારીઓ અને પ્રભારી પ્રધાન ઉપરાંત સાંસદ અને ધારાસભ્યો પણ આ બેઠકમાં ભાગ લેતા હોય છે. જેમાં જિલ્લાના વિવિધ સ્તરના વિકાસ કાર્યોથી લઇને આગામી દિવસોના આયોજન અંગે પણ ચર્ચા થતી હોય છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Sabarkantha: Chela 6 mass thi jila sanklan samiti ni bethak j na malta vikas na karyo ane lok prashno tale chadhya padadhikario pan roshe bharaya
અધિકારીઓની મનમાની અને તેમની નીતિરીતીને પણ બેઠક દ્વારા અંકુશમાં લેવાતી હોય છે. અધિકારીઓની કાર્યપદ્ધતી અને પ્રજા વિમુખીને પણ બેઠક દ્વારા અટકાવીને પ્રજાને સરળતા પુરી પાડવા પ્રયાસ કરાતો હોય છે. આમ જિલ્લા સંકલન સમિતીની બેઠક યોજવા માટે માંગ કરાઈ છે. જો કે કલેકટર તંત્ર દ્વારા આગામી મહિનાથી હવે સંકલન બેઠક યોજવા માટે પ્રયાસ  હાથ ધરાયા છે. આ માટે  વીડિયો કોન્ફરન્સ અથવા સોશિયલ ડીસ્ટન્સીંગ દ્વારા પણ બેઠક ગોઠવવા અંગે આયોજન કરાઈ રહ્યા છે. આમ શક્ય છે કે આગામી માસથી સંકલન સમિતિની બેઠક શરુ કરવા વિચારણા કરી છે. સાબરકાંઠા જિલ્લાના કલેકટર સીજે પટેલે આ અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યુ હતુ કે, અમે આગામી માસથી સંકલન સમિતિની બેઠક યોજવા અંગે વિચારી રહ્યા છીએ, આ માટે ટાઉન હોલ અને  વીડિયો કોન્ફરન્સ જેવા વિકલ્પને પણ અપનાવવા માટે વિચારી કરી રહ્યા છીએ.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
g clip-path="url(#clip0_868_265)">