Breaking News : રંજન ભટ્ટ પછી સાબરકાંઠાના ભાજપ ઉમેદવારે પણ ચૂંટણી લડવા કર્યો ઈનકાર, ભીખાજી ઠાકોરે સોશિયલ મીડિયામાં કરી પોસ્ટ

|

Mar 23, 2024 | 12:14 PM

વડોદરાના ભાજપના ઉમેદવાર રંજન ભટ્ટે ચૂંટણી લડવાની મનાઇ કર્યા બાદ હવે સાબરકાંઠાના ભાજપના ઉમેદવાર ભીખાજી ઠાકોરે પણ ચૂંટણી લડવા ઈનકાર કર્યો છે. તેમણે સોશિયલ મીડિયામાં પોસ્ટ લખીને ચૂંટણી લડવા મનાઈ કરી છે.

Breaking News : રંજન ભટ્ટ પછી સાબરકાંઠાના ભાજપ ઉમેદવારે પણ ચૂંટણી લડવા કર્યો ઈનકાર, ભીખાજી ઠાકોરે સોશિયલ મીડિયામાં કરી પોસ્ટ

Follow us on

વડોદરાના ભાજપના ઉમેદવાર રંજન ભટ્ટે ચૂંટણી લડવાની મનાઇ કર્યા બાદ હવે સાબરકાંઠાના ભાજપના ઉમેદવાર ભીખાજી ઠાકોરે પણ ચૂંટણી લડવા ઈનકાર કર્યો છે. તેમણે સોશિયલ મીડિયામાં પોસ્ટ લખીને ચૂંટણી લડવા મનાઈ કરી છે.

વર્તમાન સાંસદ દિપસિંહ રાઠોડની ટિકિટ કાપી હતી

ભાજપે બીજી યાદી પસંદ કરતા રાજ્યની 7 બેઠકોના ઉમેદવારોને પસંદ કર્યા હતા. જેમાં સાબરકાંઠાના વર્તમાન સાંસદ દિપસિંહ રાઠોડની ટિકિટ કાપી હતી. દિપસિંહ રાઠોડને કાપીને ભાજપે અરવલ્લીના મેઘરજ તાલુકાના ભીખાજી દુધાજી ઠાકોરને ઉમેદવાર તરીકે પસંદ કર્યા હતા.ભીખાજી દુધાજી ઠાકોર હાલમાં અરવલ્લી જિલ્લા ભાજપના મહામંત્રી પદ ધરાવે છે અને સાથે જ સાબરકાંઠા કો ઓપરેટિવ બેંકના વાઇસ ચેરમેન પદ પણ ધરાવે છે.

ભીખાજીની સરનેમ મામલે વિવાદ શરુ થયા હતા

ભીખાજી ઠાકોરે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને અંગત કારણોસર ચૂંટણી લડવાની અનિચ્છા હોવાની પોસ્ટ મુકી છે. ભાજપે ઉમેદવાર તરીકે જાહેર કર્યા બાદ તેમણે પ્રચાર પણ શરુ કરી દીધો હતો.તેમણે અરવલ્લી અને સાબરકાંઠામાં બેઠકો પણ શરુ કરી હતી. તેમને ક્યાંક અણસાર આવી ગયો હતો કે તેમણે તેમની સરનેમ અંગે એફિડેવિટ કરાવી હતી.તેમણે તેમની સરનેમ ડામોરમાંથી ઠાકોર કરાવી હતી. જે બાદ સોશિયલ મીડિયામાં વિવાદો શરુ થયા હતા.

આજનું રાશિફળ તારીખ : 14-05-2024
પતિની હારથી નહિ આ કારણે ટેન્શનમાં જોવા મળી ધનશ્રી વર્મા
એક્સપાયરી ડેટ પછી ફેકી ન દેતા આ વસ્તુઓ, જાણો ક્યાં કરી શકો છો ઉપયોગ
Contact Number Recover : Mobile માંથી ડિલિટ થયેલા નંબરને આ રીતે પાછા મેળવો
શું નીતા અંબાણીથી વધારે અમીર છે સાસુ કોકિલાબેન? આટલા કરોડના છે માલિક
ઘરમાં પોતું મારતી વખતે પાણીમાં ઉમેરો આ વસ્તુ, માખી-મચ્છર રહેશે ઘરથી દૂર

નવા ઉમેદવારની થઇ શકે છે જાહેરાત

આ વિવાદોને લઇને તેમણે સ્પષ્ટતાઓ પણ કરી હતી.આ વિવાદોના પગલે જ તેમણે ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો હોવાની શક્યતા છે. હવે શક્યતા છે કે નવા ઉમેદવારની જાહેરાત થઇ શકે છે.

દિપસિંહ રાઠોડ 2 ટર્મ રહ્યા સાંસદ

વર્તમાન સાંસદને ટિકિટ કાપીને ભીખાજી ઠાકોરને ભાજપે ઉમેદવાર પસંદ કર્યા હતા. વર્તમાન સાંસદ દિપસિંહ રાઠોડ 2 ટર્મથી ભાજપના સાંસદ તરીકે રહ્યા છે. તેઓ વર્ષ 2014માં પ્રથમ વાર ઠાકોર સમીકરણ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. જ્યારે 2019માં તેઓને રિપિટ કરવામાં આવ્યા હતા.  જો કે તેમને પડતા મુકીને ભાજપે આ વખતે નવા ચહેરા એટલે કે ભીખાજી ઠાકોરને ટિકિટ આપી હતી.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 11:35 am, Sat, 23 March 24

Next Article