પશુપાલકોના રોષ સામે ઝૂકી સાબર ડેરી ! 995 પ્રતિ કિલો ફેટ ભાવફેરની કરી જાહેરાત
સાબરડેરીએ નવેસરથી જાહેર કરેલ પ્રતિ કિલો ફેટના 995 ભાવફેરના દરો પશુપાલકોને મંજૂર છે કે નહીં તે સામે નથી આવ્યું પરંતુ હાલમાં તો આ ઉકળતા ચરૂ સ્વરૂપે પહોચેલો સમગ્ર મામલો હાલ તો ઠરી રહ્યો હોય તેમ લાગે છે.
સાબરકાંઠા અને અરવલ્લીના પશુપાલકોમાં સાબરડેરી સામે ભાવફેરના રૂપિયા અંગે અસંતોષ પ્રવર્તતો હતો. પશુપાલકોનો અસંતોષ જ્વાળા રૂપે ફુટી નીકળવાની તૈયારી હતી ત્યાં જ સત્તાધારી ભાજપના ચૂંટાયેલા હોદ્દેદારો એકાએક મેદાનમાં આવ્યા અને પશુપાલકોની વાજબી માંગ અંગે ડેરીના સત્તાધીશોને સમજાવીને ઉકેલ લાવ્યા. જો કે સાબરડેરીએ નવેસરથી જાહેર કરેલ પ્રતિ કિલો ફેટના 995 ભાવફેરના દરો પશુપાલકોને મંજૂર છે કે નહીં તે સામે નથી આવ્યું પરંતુ હાલમાં તો આ ઉકળતા ચરૂ સ્વરૂપે પહોચેલો સમગ્ર મામલો હાલ તો ઠરી રહ્યો હોય તેમ લાગે છે.
સાબરડેરીની આજે મળેલ બોર્ડ બેઠકમાં પશુપાલકો માટે ભાવફેરની જાહેરાત કરી છે. ડેરીએ રૂપિયા 995 પ્રતિ કિલો ફેટ આપવાની જાહેરાત કરી છે. સાધારણ સભા અગાઉ જ નિયામક મંડળે બેઠક યોજી જાહેરાત કરી હતી. અગાઉ 960 રુપિયા મુજબ એડવાન્સ ભાવફેર ચુકવાયો હતો. તફાવતના 35 રુપિયા સાધારણ સભા બાદ ચુકવવા કાર્યવાહી કરાશે. નિયામક મંડળ હવે આગામી સાધારણ સભામાં ભાવફેર અંગે નિર્ણય રજૂ કરાશે.
જોકે આ પહેલા જ એડવાન્સ પેમેન્ટની માફક ભાવફેરનો તફાવત ચૂકવાશે. સાબરડેરીના ચેરમેને નિર્ણય અગાઉ સાંસદ શોભનાબેન બારૈયા સાથે ચર્ચા કરી હતી. ઈડર ધારાસભ્ય રમણ વોરા, પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા, જિલ્લા ભાજપ પ્રમુખ કનુ પટેલ, ભીખાજી ઠાકોર, સહિત ભાજપના સંગઠન અને કિસાન સંઘના આગેવાનો સાથે ચર્ચા કરી હતી. સાબરકાંઠા-અરવલ્લીના મોટા ભાગના તાલુકાના આગેવાનો સાથે સાબરડેરીએ ચર્ચા કરી હતી. સતત ચર્ચાઓ અને બેઠકોના અંતે સાબરડેરીએ મોટો નિર્ણય જાહેર કર્યો હતો. સાબરકાંઠા-અરવલ્લીના મોટા ભાગના તાલુકાના આગેવાનો સાથે સાબરડેરીએ ચર્ચા કરી
