ગુજરાત શિક્ષણ બોર્ડનો નવતર પ્રયોગ, પરીક્ષા કેન્દ્રો પર મુકવામાં આવી પશ્ચાતાપ પેટી
અગાઉ બોર્ડ દ્વારા તમામ વર્ગખંડોની સીસીટીવીથી સજ્જ કરવામાં આવ્યા હતા. તેમ છતાં પણ ચોરીની ઘટનાઓ સામે આવી હતી અને ત્યાર બાદ વિદ્યાર્થી ઉપર એક્શન લેવામાં આવતી હતી.
ધોરણ 10 અને 12ની ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પરીક્ષા (Board Examination) 28 માર્ચથી શરુ થઇ છે. અમદાવાદમાં (Ahmedabad )કુલ 12 ઝોનમાં 73 કેન્દ્રો, 3,312 બ્લોક પર પરીક્ષા લેવાનું આયોજન કરવામાં આવ્યુ છે. ત્યારે બોર્ડ દ્વારા પણ નવતર અભિગમ કરવામાં આવ્યો છે. પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા સમયે શાળાની બહાર પશ્ચાતાપ પેટી (Repentance box) મુકવામાં આવે છે. જ્યાં કોઈ વિદ્યાર્થી કાપલી કે સાહિત્ય સાથે લાવ્યો હોય તો તેને પેટીમાં મુકી શકે છે. જેથી ચોરીની ઘટના અટકાવી શકાય.
ગઇકાલથી ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઇ ગયો છે ત્યારે બોર્ડ દ્વારા પણ નવતર અભિગમ કરવામાં આવ્યો છે. કોરોનાના આકરા બે વર્ષ બાદ જ્યારે પરીક્ષા યોજાઈ રહી છે ત્યારે દરેક શાળા બહાર જ્યાં તે વિદ્યાર્થીઓ પ્રવેશ કરે છે ત્યાં આગળ પશ્ચાતાપ અથવા તો પ્રાયશ્ચિત પેટી મુકવામાં આવી છે. પરીક્ષા આપનાર વિદ્યાર્થી દ્વારા કોઈપણ પ્રકારનું સાહિત્ય અથવા તો ગેરરીતિ કરવાના ઈરાદે લાવવામાં આવેલી કાપલી લઈને આવ્યો હોય તો પેટીમાં નાખી શકાય.
અગાઉ બોર્ડ દ્વારા તમામ વર્ગખંડોની સીસીટીવીથી સજ્જ કરવામાં આવ્યા હતા. તેમ છતાં પણ ચોરીની ઘટનાઓ સામે આવી હતી અને ત્યાર બાદ વિદ્યાર્થી ઉપર એક્શન લેવામાં આવતી હતી. ત્યારે બે વર્ષ બાદ શરૂ થયેલી બોર્ડની પરીક્ષામાં વર્ગખંડમાં જતા પહેલા જ આ પ્રાયશ્ચિત્ત પેટીને જોઇને વિદ્યાર્થીના મનના ભાવ બદલાય અને જો વિદ્યાર્થી કાપલી લાવ્યો હોય તો આ પેટીમાં મુકી શકે તેવો પ્રયાસ કરાયો છે. જોકે આશ્ચર્યની વાત તો એ છે કે આ પશ્ચાતાપ પેટી પહેલા જ દિવસે ખાલી રહી ગઈ હતી.
કોરોનાના કેસોમાં ઉછાળો આવતા સરકાર દ્વારા ધો. 10 તથા 12 બોર્ડ અને ધો. 9થી 11ની વાર્ષિક પરીક્ષા બે અઠવાડિયા સુધી પાછળ લઈ જવાનો નિર્ણય કર્યો હતો. જેથી અભ્યાસક્રમ પૂરો કરી શકાય તેમજ વિદ્યાર્થીઓને ધોરણ-10 અને 12ની બોર્ડની પરીક્ષાની તૈયારી કરવા માટે વધારે સમય મળી શકે. જેના કારણે હવે ધો.10 અને 12ની બોર્ડની પરીક્ષા 14ને બદલે 28 માર્ચથી શરૂ થઇ છે. જેમાં ધોરણ 10માં અદાજીત 9.70 લાખની આસપાસ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં કુલ 4 લાખ 22 હજાર કરતા વધુ વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા છે. જ્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 1 લાખ જેટલા ફોર્મ ભરાયા છે.
આ પણ વાંચો-
રશિયા-યુક્રેન યુદ્ધની અસર અમદાવાદ શહેરના વિકાસ પર પડી, જાણો કેવી રીતે
આ પણ વાંચો-