લીલા શાકભાજી બાદ હવે કઠોળના ભાવ વધ્યા, પ્રતિ કિલોએ 5થી10 રૂપિયાનો થયો વધારો

લીલા શાકભાજી બાદ હવે કઠોળના ભાવ વધ્યા, પ્રતિ કિલોએ 5થી10 રૂપિયાનો થયો વધારો
hike in rates of pulses disturbs budget of housewives (Symbolic Image)

શાકભાજીના ભાવમાં વધારો થતા ગૃહિણીઓએ કઠોળ ખાવવાનું ચાલુ કર્યું, તો તેવામાં હવે કઠોળનો સ્વાદ પણ ગૃહિણી માટે મોંઘો થયો છે. કઠોળમાં પ્રતિ કિલોએ 5થી 10 રૂપિયાનો વધારો થઈ ગયો છે. જેના લીધે હવે ગુજરાતી થાળીમાંથી કઠોળ પણ ગાયબ થઈ ગયું છે.

TV9 GUJARATI

| Edited By: Tanvi Soni

Mar 29, 2022 | 7:44 AM

મોંઘવારી (Inflation) કાળમાં લીલા શાકભાજી બાદ કઠોળના ભાવ આસમાને પહોંચી ગયા છે. શાકભાજીના ભાવમાં વધારો (Price increase) થતા ગૃહિણીઓએ કઠોળ (pulse) ખાવવાનું ચાલુ કર્યું, તો તેવામાં કઠોળનો સ્વાદ પણ ગૃહિણી માટે મોંઘો થયો છે. કઠોળમાં પ્રતિ કિલોએ 5થી 10 રૂપિયાનો વધારો થઈ ગયો છે. જેના લીધે હવે ગુજરાતી થાળીમાંથી કઠોળ પણ ગાયબ થઈ ગયું છે. હાલ કિલો મગના 90 રૂપિયા છે જે પહેલા 85 રુપિયા હતા. જો ચોળાની વાત કરીએ તો હાલ 80 રૂપિયે કિલો ચોળા બજારમાં મળે છે. જે પહેલા 75 રૂપિયે મળતા હતા. મસુરના કિલોના 80 રૂપિયા જે પહેલા 76 રૂપિયામાં મળતા હતા. કાબુલી ચણામાં કિલોએ 6 રૂપિયાનો વધારો થયો છે. જે બજારમાં પહેલા 90 રુપિયામાં મળતા હતા. કાળા અડદના ભાવમાં પણ રૂપિયા 4નો વધારો ઝીંકાયો છે. જે પહેલા 80 રૂપિયે કિલો મળતા હતા. હાલ તેનો નવો ભાવ 84 રૂપિયા થયો છે.

આ તરફ કઠોળના ભાવ વધતા દાળના ભાવમાં પણ વધારો થયો છે. તુવેરની દાળમાં કિલોએ 10 રૂપિયા અને અડદની દાળમાં 6 રૂપિયાના ભાવ વધ્યા છે. હાલ કિલો તુવેરની દાળ 110 રૂપિયે અને અડદની દાળ 86 રૂપિયે કિલો કાલુપુર બજારમાં મળી રહી છે. કઠોળના ભાવ વધારાના પગલે ગૃહિણીઓના બજેટ પર સીધી અસર પડી છે

ઘઉં ચોખાના ભાવમાં પણ દિવસે ને દિવસે મોંઘવારી વધતા સામાન્ય જનતા ના બજેટ પર ફટકો પડ્યો છે. પહેલા શાકભાજી ના ભાવ વધ્યા ત્યારે ગૃહિણીઓ કઠોળ તરફ વળી, પરંતુ મોંઘવારી એ કઠોળ, ચા ખાંડ, દાળ, ચોખા વગેરેને પણ ભરડામાં લેતા હવે શું ખાવું અને શું બનાવવું તે પણ એક ચિંતાનો વિષય છે.

ઘઉંની એક ગુણી શરબતી ટુકડી જે પહેલા 2400-2600 માં મળતી હતી તેનો ભાવ હવે 3000 રૂ.થઈ ગયો છે. જ્યારે ચોખા ની વાત કરવામાં આવે તો ચોખા જીરાસરનો ભાવ જે પહેલા 2800-3000 સુધી રહેતો તે વધીને હવે 3400-3500 થઈ ગયો છે. આમ અનાજ ભરવાની સીઝનમાં જ ઘઉં ચોખાના ભાવ આસમાને પહોંચી ગયા છે.

આ પણ વાંચો-

રશિયા-યુક્રેન યુદ્ધની અસર અમદાવાદ શહેરના વિકાસ પર પડી, જાણો કેવી રીતે

આ પણ વાંચો-

ગુજરાતમાં આજે કોરોનાના નવા 8 કેસ નોંધાયા, કોરોનાથી એક પણ મૃત્યુ નહીં

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati