AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ફેબ્રુઆરી મહિનામાં ઠંડીએ તોડ્યો રેકોર્ડ, રાજ્યભરમાં હજી 2 દિવસ રહેશે કૉલ્ડવૅવની સ્થિતિ, જાણો ક્યારે મળશે રાહત

ફેબ્રુઆરી માસમાં પણ ઠંડીનો ચમકારો યથાવત છે. ઉત્તરાયણ બાદ ઠંડી ઘટવાના બદલે વધી છે. આજે પણ રાજ્યભરમાં લોકોને હાડ થિજવતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. શુક્રવારનો દિવસ છેલ્લા ચાર વર્ષોમાં ફેબ્રુઆરી મહિનાનો 9.4 ડિગ્રી સે. સાથે સૌથી ઠંડો દિવસ રહ્યો. આ પહેલા વર્ષ 2014માં ફેબ્રુઆરી મહિનામાં 7.8 ડિગ્રી ઠંડીનો અનુભવ  થયો હતો. હવામાન વિભાગ પ્રમાણે […]

ફેબ્રુઆરી મહિનામાં ઠંડીએ તોડ્યો રેકોર્ડ, રાજ્યભરમાં હજી 2 દિવસ રહેશે કૉલ્ડવૅવની સ્થિતિ, જાણો ક્યારે મળશે રાહત
Follow Us:
| Updated on: Feb 09, 2019 | 4:35 AM

ફેબ્રુઆરી માસમાં પણ ઠંડીનો ચમકારો યથાવત છે. ઉત્તરાયણ બાદ ઠંડી ઘટવાના બદલે વધી છે. આજે પણ રાજ્યભરમાં લોકોને હાડ થિજવતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.

શુક્રવારનો દિવસ છેલ્લા ચાર વર્ષોમાં ફેબ્રુઆરી મહિનાનો 9.4 ડિગ્રી સે. સાથે સૌથી ઠંડો દિવસ રહ્યો. આ પહેલા વર્ષ 2014માં ફેબ્રુઆરી મહિનામાં 7.8 ડિગ્રી ઠંડીનો અનુભવ  થયો હતો.

હવામાન વિભાગ પ્રમાણે રવિવારે હવાની દિશામાં ફેરફાર થવાનો હોઈ તાપમાનમાં વધારો થાય તેવી શક્યતા જોવાઈ રહી છે.

જુઓ VIDEO:

આજનું રાશિફળ તારીખ 22-06-2025
Toothache Problem : દાંત દુખે છે ? આ 5 ખોરાક ભૂલથી ન ખાતા
ચોમાસામાં ફંગલ ઇન્ફેક્શન કેમ વધુ જોવા મળે છે?
ડેઝર્ટ અને મીઠાઈ વચ્ચે શું તફાવત છે? 99 % ને આ વિશે નથી જાણતા
આ સુંદરીઓ પોતાની ફિટનેસનું રાખે છે ખાસ ધ્યાન, ચલાવે છે પોતાનો યોગ સ્ટુડિયો
Patil Surname History : જાણો પાટીલ અટકનો અર્થ અને ઈતિહાસ

શક્રવારે રાજ્યભરમાં કોલ્ડવેવની સ્થિતિ જોવા મળી. રાજસ્થાન અને ગુજરાત આસપાસના વિસ્તારોમાં અપર એર સાઈક્લોન સર્ક્યુલેશન સર્જાયું હોવાના કારણે રાજ્યમાં ઠંડો પવન ફૂંકાઈ રહ્યો છે. આ સર્ક્યુલેશન રવિવારે પૂર્ણ થશે અને ત્યારબાદ પવનની દિશામાં ફેરફાર થતાં ધીમે ધીમે તાપમાનમાં વધારો જોવા મળશે.

રાજ્યભરના વિવિધ શહેરોની વાત કરીએ. જાણીએ ક્યાં કેટલી ઠંડી નોંધાઈ.

સૌથી વધુ ઠંડી ડીસામાં 6.4 ડિગ્રી

નલિયા 7.4 ડિગ્રી

અમદાવાદ 9.4 ડિગ્રી

ગાંધીનગર 8.5 ડિગ્રી

જુઓ VIDEO:

મહુવા 9.9 ડિગ્રી

રાજકોટ 10 ડિગ્રી

અમરેલી 10.4 ડિગ્રી

સુરેન્દ્રનગર 10.5 ડિગ્રી

દીવ 10.5 ડિગ્રી 

વડોદરા 11.6 ડિગ્રી

સુરત 13.1 ડિગ્રી

ઉલ્લેખનીય છે કે ડીસામાં અગાઉ 2012માં ફેબ્રુઆરી દરમિયાન કાતિલ ઠંડી પડી હતી. ત્યારબાદ આજે પડી છે. જ્યારે કે રાજકોટમાં વર્ષ 2013 દરમિયાન ફેબ્રુઆરી માસમાં આવી ઠંડી પડી હતી. ત્યારબાદ હવે તાપમાનનો પારો 10 ડિગ્રીએ પહોંચ્યો છે. તો અમદાવાદમાં પણ વર્ષ 2014 દરમિયાન ફેબ્રુઆરી માસમાં જોરદાર ઠંડી પડી હતી.. ત્યારબાદ હવે 9 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

હવામાન વિભાગનું માનીએ તો રાજસ્થાન તરફથી ઠંડા પવન ગુજરાત તરફ આવતાં તાપમાન ઘટ્યું છે. હજુ બે દિવસ કોલ્ડવેવ રહેશે. એટલે કે આગામી બે દિવસ સુધી રાજ્યની પ્રજાને કાતિલ ઠંડીનો સામનો કરવો પડી શકે છે.

[yop_poll id=1233]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

g clip-path="url(#clip0_868_265)">