રાજકોટમાં કોરોના વિરૂદ્ધ નવજાતની લડાઈ, 14 દિવસમાં કોરોના પરાસ્ત, ડોક્ટરોમાં આનંદની લહેર

રાજકોટમાં કોરોના વિરૂદ્ધ નવજાતની લડાઈ, 14 દિવસમાં કોરોના પરાસ્ત, ડોક્ટરોમાં આનંદની લહેર

રાજકોટમાં એક શિશુએ જન્મતાની સાથે જ જંગ લડીને કોરોનાને મ્હાત આપી છે. 14 દિવસ વેન્ટિલેટર પર રહેતા આહાન નામના આ શિશુએ કોરોનાને હરાવીને નવા જીવનની શરૂઆત કરી છે. રાજકોટના ભાવિનભાઈ અને સારીકાબેન સોરઠીયાને કોરોના થયો હતો જેમા સારીકાબેન તો ગર્ભવતી હતા જોકે કોરોનાની સારવાર માટે તેમને જ્યારે હોસ્પિટલમાં દાખલ કરાયા તો સૌથી મોટો પડકાર તેમના […]

Pinak Shukla

|

Dec 18, 2020 | 1:09 PM

રાજકોટમાં એક શિશુએ જન્મતાની સાથે જ જંગ લડીને કોરોનાને મ્હાત આપી છે. 14 દિવસ વેન્ટિલેટર પર રહેતા આહાન નામના આ શિશુએ કોરોનાને હરાવીને નવા જીવનની શરૂઆત કરી છે. રાજકોટના ભાવિનભાઈ અને સારીકાબેન સોરઠીયાને કોરોના થયો હતો જેમા સારીકાબેન તો ગર્ભવતી હતા જોકે કોરોનાની સારવાર માટે તેમને જ્યારે હોસ્પિટલમાં દાખલ કરાયા તો સૌથી મોટો પડકાર તેમના બાળકને બચાવવાનો હતો જેથી તેમની પ્રિમેચ્યોર ડિલીવરી કરાઈ પરંતું બાળક જન્મની સાથે જ કોરોનાથી સંક્રમિત હતો જેના કારણે તેને હોસ્પિટલમાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો હતો પરંતુ આખરે 14 દિવસની લડતમાં આહાને કોરોનાને મ્હાત આપી દીધી છે જેણે હજુ સરખી રીતે આંખો પણ ઉઘાડી નહોતી, તેવા આહાને કોરોનાને હરાવીને નવજીવનની શરૂઆત કરી છે. આહાન કોરોના મુક્ત થઈ જતા પરિવારમાં આનંદની લાગણી છવાઈ છે. પરિવારે આ બાળકનું નામ પણ આહાન એટલા માટે રાખ્યું કારણ કે આહાનનો અર્થ થાય છે સૂર્યનું પહેલુ કિરણ જેણે પરિવારમાં નવી આશા જગાવી છે.

આહાનનો જન્ય થયો તો પહેલા દિવસથી જ હાથે પાટાપીંડી કરવી પડી. 2 કિલોનું વજન ધરાવતા આહાનને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી જેમા પહેલા તેને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો ત્યારબાદ સ્થિતિ સુધરતા એર-વે અને ત્યારબાદ ઓક્સિજન પર રાખવામાં આવ્યોયય આ સમય દરમિયાન બાળકને માતાનું દૂધ મળી રહે તેવી પણ વ્યવસ્થા કરાઈ અને આખરે 14 દિવસ બાદ તેનો રિપોર્ટ નેગેટિવ આવતા ડૉક્ટર્સથી લઈને પરિવારમાં ખુશીની લહેર ફેલાઈ હતી.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati