રક્ષાબંધન નિમિત્તે સીએમ રૂપાણીને રાખડી બાંધતા ભાવુક થયા જશીબહેન, કહ્યું મારું બંધ પેન્શન મારા ભાઈએ ચાલુ કર્યું
વિધવા સહાય યોજના હેઠળ મને વિધવા પેન્શન મળતું હતું પરંતુ બે વર્ષ પહેલાં જ આ મારું પેન્શન પણ બંધ થઈ ગયું હતું. કેમ કે મારો દીકરો ૧૮ વર્ષનો થઇ ગયો. બંધ થઈ ગયેલું મારુ વિધવા પેન્શન આ મારા ભાઈ વિજયરૂપાણીએ ફરી ચાલુ કરી દીધું છે.
રક્ષાબંધનના પવિત્ર દિવસે મુખ્યમંત્રીના નિવાસસ્થાને રાખડી બાંધવા આવેલા જશીબહેને ભાવુક થઈને મુખ્યમંત્રી વિજય રૂપાણીના સંવેદનાસભર નિર્ણયના ભારોભાર વખાણ કર્યા હતા. તેમજ કહ્યું હતું કે આટલી બારીકાઈથી નાનામાં નાની વ્યક્તિનું ધ્યાન રાખી આ મારા ભાઈ નિર્ણયો લઈ રહ્યા છે. જે એમની સંવેદના બતાવે છે. અમારા સૌના આશીર્વાદ સદાય આ ભાઈની સાથે છે.
તેમણે કહ્યું કે ‘મારા પતિ વર્ષો પહેલા ગુજરી ગયા હતા. વિધવા સહાય યોજના હેઠળ મને વિધવા પેન્શન મળતું હતું પરંતુ બે વર્ષ પહેલાં જ આ મારું પેન્શન પણ બંધ થઈ ગયું હતું. કેમ કે મારો દીકરો ૧૮ વર્ષનો થઇ ગયો. બંધ થઈ ગયેલું મારુ વિધવા પેન્શન આ મારા ભાઈ વિજયભાઈ રૂપાણીએ ફરી ચાલુ કરી દીધું છે.
જૂની યોજનામાં ફેરફાર કરીને ૧૮ વર્ષનો દીકરો થયો હોવા છતાં પણ પેન્શન ચાલુ રાખવાનો નિર્ણય લઈ અમારા જેવી નિરાધાર ગંગાસ્વરૂપા બહેનો માટે આ ભાઇ એક મોટો આધાર બન્યા છે. ભાઈએ આપેલી આ ભેટ હું ક્યારેય નહીં ભૂલું.’ ગાંધીનગર શહેરના સેક્ટર-૧૬ના છાપરા વિસ્તારમાં રહેતા ૫૦ વર્ષીય ગંગાસ્વરૂપા બહેન જશીબેન ભવનજી ઠાકોરે આ બાબત જણાવી હતી.
આ ઉપરાંત મુખ્યમંત્રીના નિવાસસ્થાને તેમને રાખડી બાંધવા આવેલા ૧૮૧ અભયમ હેલ્પલાઇનના પ્રોજેક્ટ કોઓર્ડિનેટર ફાલ્ગુની બહેન પટેલે જણાવ્યું કે અમારા ભાઈ એવા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યની બહેનોને વધુ સુરક્ષિત કરવા માટે જીપીએસ આધારિત મોબાઇલ એપ્લિકેશન બનાવી છે.
સંકટમાં આવેલી કોઇપણ બહેન 181 અભયમ હેલ્પલાઇનની મદદ લઈ પોતાને સુરક્ષિત કરી શકે છે, તેમાં પણ ખાસ કરીને નવી તૈયાર કરવામાં આવેલી જીપીએસ આધારિત મોબાઇલ એપ્લિકેશનથી હવે ઇમર્જન્સી સમયમાં સંકટમાં આવેલી બહેનને ટ્રેક કરીને તેના લોકેશન સુધી સરળતાથી પહોંચી જઈ તેને મદદરૂપ થઇ શકાશે.
રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે બહેનોએ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીના નિવાસસ્થાને મુખ્યમંત્રી વિજય રૂપાણીને રાખડી બાંધી. આ અવસરે મુખ્યમંત્રીએ પ્રતિભાવ આપતા કહ્યું કે, “ગુજરાતની સેવા માટે બહેનોના આશિર્વાદ પ્રાપ્ત થતાં હું ધન્યતા અનુભવું છું.”
કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીમા નવા શરૂ કરાયેલા રેડિયો સ્ટેશનમાં રેડિયો જોકી તરીકે ફરજ બજાવતા નિલમ તડવીએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને રાખડી બાંધીને તેમનો બહેનો પ્રત્યેનો આદર ભાવ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે મુખ્યમંત્રીએ રાજ્યની બહેનો વધુ ને વધુ આગળ આવે તે માટેના સતત પ્રયત્નો કર્યા છે તેમણે મહિલા સશક્તિ ઉપર વિશેષ ભાર મૂક્યો છે.
આદિવાસી પરિવારને અનેક બહેનોને કેવડીયા માંથી દૂરના વિસ્તારમાં નોકરી કરવા જવું પડતું હતું હવે સ્ટેચ્યુ ઓફ યુનિટી બનતા કેવડિયામાં જ રોજગારી ઉપલબ્ધ કરાવી છે અને તેમાં પણ ખાસ કરીને બહેનોને વધુ રોજગારી આપવામાં આવી રહી છે તાજેતરમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે શરૂ કરવામાં આવેલા રેડિયો સ્ટેશનમાં પણ ૧૩૦ ટ્યુરિસ્ટ ગાઈડ કમ રેડિયો જોકીને રોજગારી આપવામાં આવી છે.
આ પણ વાંચો : Raksha Bandhan 2021: બોલિવૂડના 8 ફેમસ ભાઈ બહેનની જોડી, તસ્વીરો જોયા વગર તમે રહીં નહીં શકો
આ પણ વાંચો : ટામેટા ખાવામાં ધ્યાન રાખજો: આ 6 સમસ્યા ધરાવતા વ્યક્તિઓ માટે ટામેટા છે ઝેર! જાણો વિગત