AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પશ્ચિમ રેલવે, રાજકોટ-મુંબઈ વચ્ચે દોડાવશે સુપર ફાસ્ટ તેજસ ટ્રેન

આ ટ્રેન જતા અને આવતા બન્ને દિશામાં, બોરીવલી, વાપી, સુરત, વડોદરા, આણંદ, અમદાવાદ, વિરમગામ, સુરેન્દ્રનગર અને વાંકાનેર સ્ટેશને ઉભી રહેશે.

પશ્ચિમ રેલવે, રાજકોટ-મુંબઈ વચ્ચે દોડાવશે સુપર ફાસ્ટ તેજસ ટ્રેન
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 18, 2025 | 5:08 PM
Share

ઉનાળામાં મુસાફરોના ધરાસાને ધ્યાને લઈ અને ટ્રેન શરુ કરવા અંગે વધતી જતી માંગને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ રાજકોટથી મુંબઈ વચ્ચે સુપર ફાસ્ટ ટ્રેન શરુ કરવાનો નિર્ણય કર્યો છે. ખાસ કરીને ઉનાળાની સિઝનમાં યાત્રા વધુ સુગમ બને તે હેતુથી મુંબઈ સેન્ટ્રલ અને રાજકોટ વચ્ચે સુપરફાસ્ટ તેજસ સ્પેશિયલ ટ્રેન શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે.

ક્યારથી શરુ થશે ટ્રેન

પશ્ચિમ રેલવેના જણાવ્યાનુસાર આ ટ્રેન રાજકોટ અને મુંબઈ વચ્ચે કુલ 34 ફેરા કરશે અને તેનું સંચાલન નક્કી કરેલા દિવસોમાં કરવામાં આવશે. ટ્રેન નં. 09005 (મુંબઈ સેન્ટ્રલ – રાજકોટ) દર સોમવાર, બુધવાર અને શુક્રવારના રોજ રાત્રે 11:20 વાગે મુંબઈ સેન્ટ્રલથી રવાના થશે અને બીજા દિવસે બપોરના 11:45 વાગ્યે રાજકોટ પહોંચશે. આ સેવા 21 એપ્રિલથી 28 મે 2025 સુધી ઉપલબ્ધ રહેશે.

રાજકોટથી ક્યારે ઉપડશે ટ્રેન

જ્યારે ટ્રેન નં. 09006 (રાજકોટ – મુંબઈ સેન્ટ્રલ) દરેક મંગળવાર, ગુરુવાર અને શનિવારના રોજ સાંજના 6:30 વાગ્યે રાજકોટથી ઉપડશે અને બીજા દિવસે સવારના 7:30 વાગ્યે મુંબઈ સેન્ટ્રલ પહોંચી જશે. આ ટ્રેન 22 એપ્રિલથી 29 મે 2025 સુધી દોડશે.

આવતા-જતા ક્યા ક્યા ઊભી રહેશે ટ્રેન

આ ટ્રેન બન્ને દિશામાં નીચેના સ્ટેશનો પર રોકાશે, બોરીવલી, વાપી, સુરત, વડોદરા, આણંદ, અમદાવાદ, વિરમગામ, સુરેન્દ્રનગર અને વાંકાનેર સ્ટેશને ઉભી રહેશે.

કેટલા અને કયા પ્રકારના હશે કોચ

ટ્રેનમાં મુસાફરો માટે ફર્સ્ટ એસી, એસી 2-ટિયર અને એસી 3-ટિયર કોચ ઉપલબ્ધ રહેશે.

ક્યારથી, ક્યા રિઝર્વેશન કરાવી શકાશે

ટ્રેન નંબર 09005 અને 09006 માટે એડવાન્સ ટિકિટ બુકિંગ, આવતીકાલ 19 એપ્રિલ 2025થી તમામ PRS કાઉન્ટર અને IRCTCની ઓફિશિયલ વેબસાઈટ (www.irctc.co.in) પર શરૂ થશે. વધુ માહિતી માટે યાત્રીઓ www.enquiry.indianrail.gov.in પર મુલાકાત લઈ શકે છે.

રેલવેને લગતા અન્ય તમામ સમાચાર જણવા માટે તમે અમારા ટોપિક પર ક્લિક કરો.

ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
g clip-path="url(#clip0_868_265)">