રાજકોટ જિલ્લાના ગામોમાં ઓરીના રસીકરણ માટે તંત્ર લેશે ધર્મગુરૂઓની મદદ
ગુજરાતના અનેક જિલ્લાઓમાં હાલમાં ઓરી અને અછબડાના કેસો વધી રહ્યા છે. જેના ભાગરૂપે રાજકોટ જિલ્લામાં ઓરીના કેસો વધે નહિ તે માટે તંત્ર એકશન મોડમાં છે.ઓરીના વધતા જતા કેસોને ધ્યાને લઇને જિલ્લા કલેક્ટર દ્રારા ૨૮મીએ ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.તંત્રના ધ્યાને આવ્યું છે કે કેટલાક વિસ્તારોમાં રસી કરણ માટે આજે પણ અંધશ્રધ્ધા બાધારૂપ છે
ગુજરાતના અનેક જિલ્લાઓમાં હાલમાં ઓરી અને અછબડાના કેસો વધી રહ્યા છે. જેના ભાગરૂપે રાજકોટ જિલ્લામાં ઓરીના કેસો વધે નહિ તે માટે તંત્ર એકશન મોડમાં છે.ઓરીના વધતા જતા કેસોને ધ્યાને લઇને જિલ્લા કલેક્ટર દ્રારા ૨૮મીએ ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.તંત્રના ધ્યાને આવ્યું છે કે કેટલાક વિસ્તારોમાં રસી કરણ માટે આજે પણ અંધશ્રધ્ધા બાધારૂપ છે જેના કારણે તંત્રએ આવા ગામોમાં અહીંના સ્થાનિક ભુવાઓ અને ધર્મગુરૂઓની મદદ લેવાની તૈયારી કરી છે.
1 થી માર્ચ 5 માર્ચ સઘન ઝુંબેશ હાથ ધરાશે
આ અંગે ટીવીનાઇન સાથે ખાસ વાતચીત કરતા જિલ્લા આરોગ્ય અધિકારી ડો.નિલેશ રાઠોડે કહ્યું હતું કે ઓરીના કેસોમાં વધારો ન થાય તે માટે તંત્ર દ્રારા જ્યાં પણ કેસ વધારે હોય તે ગામોની ઓળખ કરવામાં આવશે અને ત્યાં રસીકરણ કરવામાં આવશે.કેટલાક કિસ્સાઓમાં ઓરીની રસી લેવામાં લોકો નિરુત્સાહ છે ત્યારે આવા લોકોને જાગૃત કરવામાં આવશે.ઓરીના કેસોમાં કેટલીક વખત રસી લીધા બાદ પણ અસર થાય છે પરંતુ તેની અસર નહિવત હોય છે.ચાલુ વર્ષે ઓરીના ૩૨ જેટલા કેસો નોંધાયા છે.જિલ્લા વહિવટી તંત્ર દ્રારા શાપર વેરાવળના ઐધોગિક વિસ્તાર,ઇંટોના ભઠ્ઠામાં કામ કરતા મજૂરો સહિતના વિસ્તારોમાં ૦-૫ વર્ષના બાળકોને સામુહિક રસીકરણ કરવામાં આવશે અને જો કોઇ વ્યક્તિઓએ રસી લીધી ન હોય તેવા બાળકોને રસી આપવામાં આવશે.
કોરોના વખતે અંધશ્રધ્ધા નડી હતી-આરોગ્ય અધિકારી
આરોગ્ય અધિકારીએ વધુમાં કહ્યું હતું કે કોરોના સમયે વેક્સિન લેવામાં વિંછીયા,ધોરાજી,કુવાડવા શાપર જેવા વિસ્તારોમાં વેક્સિન લેવામાં અંધશ્રધ્ધા નડી હતી અને ધર્મગુરૂઓની મદદ લેવી પડી હતી ત્યારે જિલ્લા કલેક્ટરે આયોજનના ભાગરૂપે અગાઉથી જ આયોજન કરીને સમાજના અગ્રણીઓ અને ધર્મગુરૂઓની મદદ લેવામાં આવી રહી છે અને તેની સાથે બેઠક કરવામાં આવશે.
આ પણ વાંચો : Ahmedabad: AMCના કર્મચારી પર હુમલો કરનાર આશિષ ત્રિપાઠી જેલ હવાલે, કોર્ટે આશિષ ત્રિપાઠીના રિમાન્ડ નામંજૂર કર્યા