AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: AMCના કર્મચારી પર હુમલો કરનાર આશિષ ત્રિપાઠી જેલ હવાલે, કોર્ટે આશિષ ત્રિપાઠીના રિમાન્ડ નામંજૂર કર્યા

Ahmedabad News: AMCના કર્મચારી પર હુમલો કરવાના કેસમાં આરોપી આશિષ ત્રિપાઠીની SC-ST સેલ દ્વારા આશિષ ત્રિપાઠીની ધરપકડ કરી હતી. હુમલા કેસમાં આરોપી વિરુદ્ધ બોડકદેવ પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટીની ફરિયાદ કરવામાં આવી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 25, 2023 | 5:27 PM
Share

અમદાવાદના થલતેજ વિસ્તારમાં મનપાના કર્મચારી પર છરી વડે હુમલો કરવાના કેસમાં પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી આશિષ ત્રિપાઠીને ઝડપી પાડ્યો હતો. આરોપીને ઝડપી પાડ્યા બાદ તેને કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો. જ્યાં કોર્ટે આશિષ ત્રિપાઠીના જામીન નામંજૂર કરી તેને જેલ હવાલે કર્યો છે.

AMCના કર્મચારી પર હુમલો કરવાના કેસમાં આરોપી આશિષ ત્રિપાઠીની SC-ST સેલ દ્વારા આશિષ ત્રિપાઠીની ધરપકડ કરી હતી. હુમલા કેસમાં આરોપી વિરુદ્ધ બોડકદેવ પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટીની ફરિયાદ કરવામાં આવી હતી તો સાથે જ કેસની તપાસ SC-ST સેલને સોંપવામાં આવી હતી. આરોપી આશિષ ત્રિપાઠી તપાસમાં સહકાર ન આપતો હોવાની ફરિયાદ પણ પોલીસે કોર્ટમાં કરી હતી.

AMCની ટેક્સ ક્લેક્શન ટીમ પર કરાયો હતો હુમલો

અમદાવાદમાં થલતેજ વિસ્તારમાં AMCના કર્મચારી ઉપર હુમલો કરાયો હતો. AMCની ટેક્સ ક્લેક્શન ટીમના કર્મચારી પર છરી અને કાચનો ગ્લાસ ફોડી હુમલો કરાયો હતો. આ હુમલો કરનાર વ્યક્તિ નિવૃત IAS અધિકારી અને પૂર્વ મ્યુનિસિપલ કમિશનર આર.કે.ત્રિપાઠીનો પુત્ર છે. વેરા વસૂલાત મુદ્દે મનપાના કર્મચારીઓ વિરૂદ્ધ દાદાગીરી કરતા તેણે આ હુમલો કર્યો. આ તમામ દ્રશ્યો મોબાઇલમાં કેદ થયા હતા.

હુમલાની આ ઘટના બાદ મનપાના 3 ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર બોડકદેવ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. જ્યાં તેમણે ભોગ બનનાર સ્ટાફને ન્યાય અપાવવાની બાંહેધરી આપવાની રજૂઆત કરી હતી.

ઓફિસના માલિક દ્વારા જ કોર્પોરેશનના કર્મચારી પર હુમલો

મોટી રકમના વેરા બાકી હોય તેવા શહેરીજનો પાસેથી વેરા વસૂલાતની કડક ઝુંબેશ ચાલી રહી છે. શહેરમાં મેગા ટ્રીગર સીલીંગ ઝુંબેશ શરૂ કરવામાં આવી. જેને લઈ કોર્પોરેશનની ટીમ અલગ અલગ વિસ્તારમાં કામગીરી કરી રહી હતી. ગઈકાલે સવારે AMCની ટીમ ટેક્સની વસુલાત માટે ગઈ હતી. આ ટીમ ઉત્તર પશ્ચિમ ઝોનમાં આવતા રાજપથ ક્લબ રોડ પર પહોંચી હતી. જ્યાં એરોન સ્પ્રેક્ટ્રા નામની બિલ્ડિંગમાં આવેલી એક ઓફિસમાં સીલીંગ ઝુંબેશની કામગીરી ચાલી રહી હતી. ત્યારે ઓફિસના માલિક દ્વારા કોર્પોરેશનના અધિકારી પર છરીથી હુમલો કરાયો હતો.

આરોપીએ છરીથી કર્યો હુમલો

અમદાવાદના થલતેજ વિસ્તારમાં ગઈકાલે સવારે 7 વાગ્યે ટેક્સ ડિપાર્ટમેન્ટના બે કર્મચારી રાકેશભાઈ અને યોગેશભાઈને દ્વારા સીલીંગની કર્મચારી કરવામાં આવી રહી હતી. કુલ 31 સીલ મારવાની કામગીરી સોંપવામાં આવી હતી. જે પૈકી 30 સીલની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી હતી. જે પછી 31મું સીલ કરવા માટે આ બંને કર્મચારી એરોન સ્પ્રેક્ટ્રા નામની બિલ્ડિંગમાં છઠ્ઠા માળે પહોંચ્યા હતા. આ કર્મચારી દુકાનના માલિકની રાહ જોઈ રહ્યા હતા. જે પછી લિફ્ટમાંથી દુકાનના માલિક આવીને તરત જ આ બંને કર્મચારી પર હુમલો કર્યો હતો.

Follow Us
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
બનાસકાંઠામાં વાયરલ ફિવરનો હાહાકાર, 15 દિવસથી કેસમાં સતત વધારો ! Video
બનાસકાંઠામાં વાયરલ ફિવરનો હાહાકાર, 15 દિવસથી કેસમાં સતત વધારો ! Video
આજનું રાશિફળ : આજે કોને મળશે નવી તક અને સફળતાના સારા સમાચાર?
આજનું રાશિફળ : આજે કોને મળશે નવી તક અને સફળતાના સારા સમાચાર?
g clip-path="url(#clip0_868_265)">