AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajkot:વિશ્વ માતૃ દિને બ્રેઇનડેડ માતાની ત્વચાનું કરાયું દાન, બીજું સ્કીન ડોનેશન

સ્વ.નિરૂપાબહેનના સ્કીન ડોનેશનથી મેજર બર્ન્સના દર્દીઓ ઝડપથી રીકવર થશે તથા ટ્રોમા દર્દીઓ અને બાયોલોજીકલ ડ્રેસીંગ માટે પણ તેમની સ્કીન ખૂબ ઉપયોગી થશે. વિશ્વ માતૃ દિને જ નિરૂપાબહેનના બ્રેઇનડેડની સ્થિતિમાં તેમના અંગદાનનો નિર્ણય લીધો હતો.

Rajkot:વિશ્વ માતૃ દિને બ્રેઇનડેડ માતાની ત્વચાનું કરાયું દાન, બીજું સ્કીન ડોનેશન
Rajkot Skin Donation
Ronak Majithiya
| Edited By: | Updated on: May 16, 2023 | 8:35 AM
Share
મૃત્યુ બાદ ચક્ષુદાન તેમજ અન્ય અંગોના દાનની સાથે હવે સ્કીન ડોનેશન અંગે પણ જાગૃતિ આવી રહી છે. રાજકોટની પંડિત દીનદયાલ ઉપાધ્યાય (પી.ડી.યુ.) સિવિલ હોસ્પિટલમાં શરૂ થયેલી સ્કીન બેન્કમાં બીજું સ્કીન ડોનેશન આવ્યું છે. આ અનુદાનિત ત્વચા અનેક દર્દીઓની પીડા ઘટાડવામાં મદદરૂપ થશે.  સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડૉ. આર.એસ. ત્રિવેદીના જણાવ્યા પ્રમાણે, નિરૂપાબહેન જાવિયા (ઉ.૫૦)ને બ્રેઇન સ્ટ્રોક આવતાં વોકહાર્ટ હોસ્પિટલમાં દાખલ કરાયાં હતાં. જ્યાં તેઓ તા 13 મે 2023ના રોજ બ્રેઇન ડેડ થયાં હતાં. નિરૂપાબહેન સેવા અને દાનના કાર્યમાં સદા અગ્રેસર રહેતાં હતાં. તેમનું અવસાન થતાં પરિવારે કોઈપણ વિલંબ કર્યા વિના, આવી મુશ્કેલ ઘડીમાં તેમના અંગદાનનો નિર્ણય કર્યો હતો. તેઓએ પી.ડી.યુ. હોસ્પિટલ, રાજકોટ ખાતે આવેલી સ્કીન બેન્કનો સંપર્ક કર્યો હતો. આથી સ્કીન બેન્કની ટીમ તાત્કાલિક વોકહાર્ટ હોસ્પિટલ પહોંચી ગઈ હતી અને સ્કીન હાર્વેસ્ટ કરીને ડોનેશનમાં મેળવી હતી.

મેજર બર્ન્સના દર્દીઓ ઝડપથી થશે રિકવર

સ્વ.નિરૂપાબહેનના સ્કીન ડોનેશનથી મેજર બર્ન્સના દર્દીઓ ઝડપથી રીકવર થશે તથા ટ્રોમા દર્દીઓ અને બાયોલોજીકલ ડ્રેસીંગ માટે પણ તેમની સ્કીન ખૂબ ઉપયોગી થશે. વિશ્વ માતૃ દિને જ નિરૂપાબહેનના બ્રેઇનડેડની સ્થિતિમાં તેમના અંગદાનનો નિર્ણય લઇ માતાને સાચી શ્રદ્ધાંજલિ આપવાના ઉમદા વિચાર અને લોકહિતના કામ માટે સમગ્ર પરિવારને અધિક્ષક ડો. ત્રિવેદીએ બિરદાવ્યો છે.

સિવિલની સ્કીન બેન્કમાં આ બીજું ડોનેશન

પી.ડી.યુ. હોસ્પિટલ ખાતે આવેલી સ્કીન બેન્કમાં થયેલું આ દ્વિતીય સ્કીન ડોનેશન છે. પી.ડી.યુ. હોસ્પિટલના તબીબી અધિક્ષકશ્રી ડૉ. આર.એસ.ત્રિવેદી અને હોસ્પિટલના પ્લાસ્ટિક સર્જરી વિભાગના વડા ડૉ. મોનાલી માકડિયા સ્કીન ડોનેશન જેવા ઉમદા કાર્ય માટે લોકો સજાગ થાય તે માટે પ્રયત્નશીલ છે.નોંધનીય છે કે, સ્કીન બેન્કની નિષ્ણાત ટીમ ચક્ષુદાનની જેમ મૃતકના ઘરે કે હોસ્પિટલે જઈને સ્કીન ડોનેશન સ્વીકારે છે. આ માટે ૨૪ કલાક હેલ્પલાઈન મોબાઈલ નંબર ૭૨૧૧૧,૦૨૫૦૦ સક્રિય છે, જેના પર કોલ કરી શકાય છે.
રાજકોટ સહિત ગુજરાત જિલ્લાના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">