Rajkot : દારૂની મહેફિલનો વીડિયો થયો વાયરલ, પોલીસ કર્મી જ પાર્ટીમાં સામેલ

|

Jul 28, 2022 | 11:27 PM

ગુજરાતમાં ફરી એકવાર દારૂની મહેફિલનો વીડિયો વાયરલ (Viral video) થયો છે. રાજકોટમાં ફરી દારૂબંધીના લીરેલીરા ઉડાવતો વીડિયો (Video) સામે આવ્યો છે. વીડિયો વાઇરલ થયા બાદ રાજકોટ પોલીસ (Rajkot Police)  દોડતી થઈ હતી. હાલમાં તંત્રની પરિસ્થિતિ ખાળે ડૂચા ને દરવાજા મોકળા જેવી છે.

Rajkot : દારૂની મહેફિલનો વીડિયો થયો વાયરલ, પોલીસ કર્મી જ પાર્ટીમાં સામેલ
RAJKOT Viral Video

Follow us on

બોટાદમાં (Botad) લઠ્ઠાકાંડના પડઘા શાંત નથી થયા ત્યાં તો  એકવાર દારૂની મહેફિલનો વીડિયો વાયરલ (Viral video) થયો છે. રાજકોટમાં ફરી દારૂબંધીના લીરેલીરા ઉડાવતો વીડિયો (Video) સામે આવ્યો છે. વાયરલ વીડિયોમાં આપ જોઇ શકો છો કે કેટલાક યુવાનો બંધ ઓફિસમાં દારૂની મહેફિલ માણી રહ્યાં છે.એટલું જ નહીં દારૂના નશામાં ધૂત યુવાનો ફિલ્મી ગીતો પર ઠુમકા પણ લગાવી રહ્યાં છે. જો કે આ વીડિયો માલવિયાનગર પોલીસ સ્ટેશન વિસ્તારનો હોવાનું અનુમાન છે. ગઇકાલ રાત્રે ઓફિસમાં યુવાનોએ દારૂ પાર્ટી કરી હોવાની શક્યતા છે.જો કે ટીવી 9 આ વાયરલ વીડિયોની કોઇ પુષ્ટી કરતું નથી. વીડિયો વાઇરલ થયા બાદ રાજકોટ પોલીસ (Rajkot Police)  દોડતી થઈ હતી. હાલમાં તંત્રની પરિસ્થિતિ ખાળે ડૂચા ને દરવાજા મોકળા જેવી છે.

પોલીસ કર્મી જ પાર્ટીમાં  સામેલ,  લોકોએ દારૂ પીને લગાવ્યા ઠુમકા

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

 

આ વીડિયોમાં  પોલીસ કોન્સ્ટેબલ વીરા ચાવડા દારૂ પાર્ટીમાં સામેલ  જોવા મળ્યા હતા. વીરા ચાવડા પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવે છે. પોલીસ પાસેથી જાણવા મળ્યું કે, મયુર ચાવડા નામના શખ્સની ઓફિસમાં આ દારૂ પાર્ટી યોજાઈ હતી. જેમાં 14 જેટલા લોકો સામેલ હતા. પોલીસનું કહેવું છે અત્યાર સુધીમાં 6 લોકોની અટકાયત કરવામાં આવી છે. જ્યારે અન્ય લોકોની પણ ટૂંક સમયમાં અટકાયત કરવામાં આવશે. તંત્ર જોરશોરથી દારૂબંધીના ગાણા ગાય છે પરંતુ  ગુજરાતમાં દારૂબંધી નામ માત્રની  છે તે આ વીડિયો જોતા  સમજાઈ જાય છે.  અને પોલીસ ઠેર ઠેર દરોડા પાડી રહી છે ત્યારે જ ફરી  એકવાર દારૂની મહેફિલનો વીડિયો વાયરલ થયો છે. રાજકોટમાં ફરી દારૂબંધીના લીરેલીરા ઉડાવતો વીડિયો સામે આવ્યો છે. વાયરલ વીડિયોમાં આપ જોઇ શકો છો કે કેટલાક યુવાનો બંધ ઓફિસમાં દારૂની મહેફિલ માણી રહ્યાં છે. એટલું જ નહીં દારૂના નશામાં ધૂત યુવાનો ફિલ્મી ગીતો પર ઠુમકા પણ લગાવી રહ્યાં છે.

દારૂ પાર્ટીમાં  સામેલ હતો પોલીસ જવાન

આ વીડિયોમાં પોલીસ જવાન સામેલ હતો. સોશિયલ મી઼ડિયામાં આ વી઼ડિયો વાઇરલ થયા બાદ રાજકોટની પોલીસ દોડ઼તી થઈ હતી અને પાર્ટીમાં સામેલ 6  લોકોની અટકાયત કરી હતી. પાર્ટીમાં સામેલ અન્ય લોકોની પણ ટૂંક સમયમાં ધરપકડ કરાશે તેમ  જણાવવામાં આવી રહ્યું છે.

 

 

 

Next Article