Rajkot : વશરામ સાગઠિયાની ઘરવાપસી બાદ કોંગ્રેસમાં જૂથવાદ, પ્રદેશ પ્રમુખને રજૂઆત કરવા પહોંચ્યા કોંગ્રેસના નેતાઓ

વશરામ સાગઠિયા ફરી કોંગ્રેસમાં (Congress) શામેલ થતા રાજકોટ કોંગ્રેસમાં આંતરિક જુથવાદ સામે આવ્યો છે. કોંગ્રેસના નેતાઓનું એક પ્રતિનિધી મંડળે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલને મળ્યા હતા અને વશરામ સાગઠિયાને કોંગ્રેસમાં શામેલ કરવા બાબતે ઉગ્ર રજૂઆત સાથે વિરોધ નોંધાવ્યો હતો.

Rajkot : વશરામ સાગઠિયાની ઘરવાપસી બાદ કોંગ્રેસમાં જૂથવાદ, પ્રદેશ પ્રમુખને રજૂઆત કરવા પહોંચ્યા કોંગ્રેસના નેતાઓ
Follow Us:
Mohit Bhatt
| Edited By: | Updated on: Jun 29, 2023 | 2:35 PM

Rajkot : આમ આદમી પાર્ટીના (AAP) પ્રદેશ મંત્રી તરીકે રાજીનામૂં આપીને અનુસૂચિત જાતિના આગેવાન વશરામ સાગઠિયાએ (vashram Sagathia ) ફરી કોંગ્રેસમાં (congress ) ઘરવાપસી કરી છે. વશરામ સાગઠિયા ફરી કોંગ્રેસમાં શામેલ થતા રાજકોટ કોંગ્રેસમાં આંતરિક જુથવાદ સામે આવ્યો છે. કોંગ્રેસના નેતાઓનું એક પ્રતિનિધી મંડળે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલને મળ્યા હતા અને વશરામ સાગઠિયાને કોંગ્રેસમાં શામેલ કરવા બાબતે ઉગ્ર રજૂઆત સાથે વિરોધ નોંધાવ્યો હતો.

આ પણ વાંચો- Tender Today : અમદાવાદના વિવિધ રિવરબ્રિજ, રેલવે ઓવરબ્રિજ, માઇનોરબ્રિજ સહિતના બ્રિજના રિપેરિંગનું ટેન્ડર જાહેર

જે લોકોએ કોંગ્રેસને નુકસાન કર્યું તેને શામેલ કેમ કરાયા?

કોંગ્રેસના નેતા સુરેશ બથવાર,નરેશ સાગઠિયા સહિતના કોંગ્રેસ સાથે જોડાયેલા અનુસૂચિત જાતિના નેતાઓએ શક્તિસિંહને રજૂઆત કરી હતી કે, વશરામ સાગઠિયાએ વિધાનસભાની ચૂંટણીમાં AAP સાથે જોડાયેલા હતા અને કોંગ્રેસને મોટું નુકસાન પહોંચાડ્યું હતું.જે લોકોએ કોંગ્રેસને નુકસાન પહોંચાડ્યું છે તેવા લોકોને કોંગ્રેસનાં લેવાનું શું કારણ ? અને પક્ષ દ્વારા જે નિર્ણય લીધો છે તે શિરોમાન્ય છે, પરંતુ આ નિર્ણય લેતા પહેલા પક્ષના સ્થાનિક કાર્યકર્તાઓને વિશ્વાસમાં લેવા જોઇએ તેવો આગ્રહ કર્યો હતો.

IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ

આ પણ વાંચો-Monsoon 2023 : અમદાવાદના વિવિધ વિસ્તારમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ, રસ્તાઓમાં ભરાયા પાણી, જૂઓ તારાજીના Video

પક્ષમાં જોડ્યા છે, જવાબદારી આપતા પહેલા કામગીરી જોવાશે-શક્તિસિંહ ગોહિલ

રાજકોટ કોંગ્રેસના કાર્યકર્તાઓની રજૂઆતના પગલે પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે કાર્યકર્તાઓને આશ્વાસન આપ્યુ હતું. શક્તિસિંહ ગોહિલે કહ્યું હતું કે કોંગ્રેસને મજબૂત કરવા માટે જૂના અને પક્ષથી વિખૂટા પડેલા કાર્યકર્તાઓને ફરી જોડવાનું કામ ચાલી રહ્યું છે. પક્ષમાં સામેલ કરતાની સાથે તેને જવાબદારી સોંપવામાં નહિ આવે. જવાબદારી સોંપતા પહેલા પક્ષ તેની કામગીરી જોશે અને સ્થાનિક કાર્યકર્તાઓ સાથે સમીક્ષા કરશે.

રાજકોટ  સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">