RAJKOT : વેક્સિનથી મહિલાઓને ગર્ભ નથી રહેતો ! હજુ પણ ગામડાંઓમાં 80 ટકા લોકોને વેક્સિનથી ભય

મનોવિજ્ઞાન ભવનના અધ્યાપકો વેક્સિનેશન જાગૃતિમાં ગામડે ગામડે લોકોને મળેલ ત્યારે ગામડાના 80.10% લોકોને વેકસીનોફોબિયા જોવા મળ્યો. જયારે શહેરના 36% લોકોમાં વેકસીનોફોબિયા જોવા મળ્યો.

RAJKOT : વેક્સિનથી મહિલાઓને ગર્ભ નથી રહેતો ! હજુ પણ ગામડાંઓમાં 80 ટકા લોકોને વેક્સિનથી ભય
Rajkot-Saurashtra University
Follow Us:
Mohit Bhatt
| Edited By: | Updated on: Jul 19, 2021 | 5:08 PM

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન વિભાગનો ચોંકાવનારો સર્વે

કોરોનાથી બચવા માટેનું બ્રહ્મસ્ત્ર એટલે વેકસિન પરંતુ હજુ વેકસિન વિશે ઘણા લોકોમાં ખોટો ભય અને ચિંતા રહેલ જોવા મળે છે. ખાસ કરીને જ્યારે મનોવિજ્ઞાન ભવનની ટીમ ગ્રામ્ય વિસ્તારોમાં જઈને કાઉન્સેલિંગ કરતી અને વેકસિન લેવા માટે સમજાવતી ત્યારે મોટાભાગના લોકોએ ભગવાનની માનતા, શ્રીફળ, લાપસી આગળ ધર્યા હતા. જેના પરથી એ લોકોએ કહ્યું કે હવે જો અમે વેકસિન લઈએ તો ભગવાન કોપાયમાન થાય અને કંઈક ગુસ્સો કરી બેસે તો કંઈક અપશુકન થશે.

આવા વેકસીનના ભયના લક્ષણો અને ભગવાનના ભયના લક્ષણો ને મનોવિજ્ઞાન ની ભાષામાં વેકસીનોફોબિયા તરીકે ઓળખવામાં આવે છે. જેનું વિશ્લેષણ ડો.ધારા આર.દોશી અને ડો.યોગેશ એ. જોગસણ દ્વારા કરવામાં આવ્યું.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

મનોવિજ્ઞાન ભવનના અધ્યાપકો વેક્સિનેશન જાગૃતિમાં ગામડે ગામડે લોકોને મળેલ ત્યારે ગામડાના 80.10% લોકોને વેકસીનોફોબિયા જોવા મળ્યો. જયારે શહેરના 36% લોકોમાં વેકસીનોફોબિયા જોવા મળ્યો. ટોટલ ગ્રામ્ય અને શહેરી વિસ્તારના 2700 થી વધુ લોકોને આધારે છેલ્લા 3 મહિનાના ઓબ્ઝર્વેશનને આધારે આ પરિણામ જોવા મળેલ હોવાનો યુનિવર્સિટીએ દાવો કર્યો છે.

શું છે વેકસીનોફોબિયા? વેક્સિનોફોબિયા એ રસીનો અતાર્કિક ભય છે. આ સ્થિતિથી પીડિત કોઈ વ્યક્તિ ફક્ત રસીના વિચારથી ખૂબ જ ચિંતા અને અસ્વસ્થતાનો અનુભવ કરે છે. તેમની અસ્વસ્થતા એટલી તીવ્ર હોઈ શકે છે કે તે તેના પરિણામે તેને ચિંતા, ડિપ્રેશન અને તણાવનો હુમલો આવી શકે છે.

હાલના સમયમાં કોરોના વેકસિન વિશે આ જ પ્રકારની અતાર્કિક બીક અને તણાવ ઘણા વ્યક્તિઓમાં જોવા મળે છે. વેકસિનના ફાયદા વિશે સમજાવવા છતાં આ ભયથી પીડિત વ્યક્તિ ખોટા તણાવ ઉતપન્ન કરી નાખે છે. વેકસીનના નામથી જ ખૂબ ઘબરાઈ જાય છે અને પોતે તો વેકસિન નથી લેતા પણ અન્યને પણ વેકસિન લેવાની ના પાડે છે.

વેક્સીનોફોબિયાના લક્ષણો રસીનો વિચાર કરતી વખતે ચિંતા ચિંતાનો સામનો કરવામાં અસમર્થ સ્નાયુઓમાં તણાવ, ધ્રુજારી અને શરીરે પરસેવો થવો ગભરામણ

રસીની આડ અસરો વિશે અફવાઓ ફેલાવવી જેમ કે હાલના સમયમાં જોઈએ તો ગ્રામ્ય વિસ્તારોમાં અને ઘણા શહેરી વિસ્તારોમાં કોરોના વેકસીનની અફવાઓએ જોર પકડ્યું છે કે વેકસીનથી મૃત્યુ થાય, વેકસિન લેવાથી સ્ત્રીઓને ગર્ભ ન રહે, વેકસિન થી લાંબા ગાળે શરીરને ઘણું નુકસાન થાય આવી ભ્રામક માન્યતાઓથી ઘેરાયેલ હોય છે..

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">