Rajkot: ત્યાગવલ્લભ સ્વામીના સાગરિત પ્રોફેસર સમીર વૈદ્યની મુશ્કેલીમાં થઈ શકે છે વધારો ,યુનિવર્સિટી લઇ શકે છે પગલાં
પ્રોફેસર સમીર ગણિતશાસ્ત્રના વડા તરીકે ફરજ બજાવે છે.જો કે તેઓ સોખડા સ્વામિનારાયણ સંપ્રદાય સાથે ખુબ જ નજીકથી અને વર્ષોથી જોડાયેલા છે.ત્યાગવલ્લભ સ્વામીના ખુબ જ નજીકના વ્યક્તિઓ પૈકી એક પ્રોફેસર સમીર છે.આ કેસમાં પણ પોલીસ સૂત્રો પાસેથી જે માહિતી મળી રહી છે
Rajkot: સોખડા સ્વામિનારાયણ સંપ્રદાય અંતર્ગત આવતા આત્મિય સંકુુલના સંચાલક ત્યાગવલ્લભ સ્વામી દ્રારા કરવામાં આવેલી 33 કરોડની છેતરપિંડીના કેસમાં હવે પોલીસ તપાસ તેજ થઇ છે આ કેસમાં ત્યાગવલ્લભ સ્વામી અને તેના સાગ્રીત અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગણિતશાસ્ત્ર ભવનના વડા સમીર વૈદ્યની પણ ભુમિકા સામે આવતા તેઓએ પણ આગોતરા જામીન અરજી કરી છે.
સમીર વૈદ્ય સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ગણિતશાસ્ત્ર ભવનના વડાની સાથે સાથે IQASના ડાયકેટર પણ છે.સમીર વૈદ્યનું ફરિયાદમાં નામ ન હોવા છતા તેઓએ આગોતરા જામીન અરજી કરી છે જેના પગલે પોલીસ તપાસમાં તેનું નામ ખુલવાની પુરી શક્યતા છે.
ત્યાગવલ્લભ સ્વામીના નજીકના ગણાય છે પ્રોફેસર સમીર
પ્રોફેસર સમીર ગણિતશાસ્ત્રના વડા તરીકે ફરજ બજાવે છે.જો કે તેઓ સોખડા સ્વામિનારાયણ સંપ્રદાય સાથે ખુબ જ નજીકથી અને વર્ષોથી જોડાયેલા છે.ત્યાગવલ્લભ સ્વામીના ખુબ જ નજીકના વ્યક્તિઓ પૈકી એક પ્રોફેસર સમીર છે.આ કેસમાં પણ પોલીસ સૂત્રો પાસેથી જે માહિતી મળી રહી છે તે પ્રમાણે રૂપિયાની હેરાફેરીમાં પ્રોફેસર સમીરની પણ ભુમિકા સ્પષ્ટ થઇ છે અને એટલા માટે જ તેઓએ પણ આ કેસમાં આગોતરા જામીન અરજી કરી છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પણ લઇ શકે છે પગલાં
પ્રોફેસર સમીર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મહત્વનો હોદ્દો ધરાવે છે પરંતુ જ્યારથી આ કેસ સામે આવ્યો ત્યારથી પ્રોફેસર ફરાર છે યુનિવર્સિટી કેમ્પસમાં પ્રોફેસર સમીર વિદેશ હોય તેવી ચર્ચા ચાલી રહી છે.યુનિવર્સિટીના કામકાજમાં પણ તેઓ આત્મિય સંકુલને મહત્વ આવતા હોવાની વાત પણ સામે આવી છે ત્યારે હવે જ્યારે આ મુદ્દો સામે આવ્યો છે ત્યારે યુનિવર્સિટી દ્રારા આખા મામલે ઉચ્ચ શિક્ષણ વિભાગને સમગ્ર મામલે જાણ કરાઇ છે અને આ મામલે કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પગલાં પણ લેવાઇ શકે છે.
સોમવારે થશે આગોતરા જામીન અરજી
33 કરોડની છેતરપિંડી કેસમાં પ્રોફેસર સમીર વૈદ્ય અને ત્યાગવલ્લભ સ્વામીએ આગોતરા જામીન અરજી કરી છે.જેની સુનવણી સોમવારે થવાની છે.આ કેસમાં આરોપીઓને જામીન ન મળે તે માટે પોલીસ દ્રારા કોર્ટમાં સોગંદનામૂ રજૂ કરવામાં આવ્યું છે જેમાં ચેરીટી કમિશનરના અહેવાલ,સંસ્થાના વાર્ષિક હિસાબો અને બેંક એકાઉન્ટની ડિટેઇલ સહિતની વિગતો રજૂ કરવામાં આવી છે.
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર માટે હાઇપ્રોફાઇલ બનેલા આ કેસમાં સોમવારે કોર્ટ શું ચુકાદો આપે છે તેના પર સૌની નજર રહેલી છે.