AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajkot: પેપર લીક કૌભાંડમાં શુકલ કોલેજના ટ્રસ્ટી અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશો આમને સામને

ઈન્ચાર્જ કુલપતિ ડૉ. ગિરીશ ભિમાણીએ કહ્યું કે, અમે FSLના રિપોર્ટ આધારે ફરિયાદ નોંધાવી છે. અમારે કોઈ સાથે રાજકીય કિન્નાખોરી નથી. અમારી ઉપર કોઈ આરોપ થશે તો અમે સમય આવે ત્યારે જવાબ આપીશું.

Rajkot: પેપર લીક કૌભાંડમાં શુકલ કોલેજના ટ્રસ્ટી અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશો આમને સામને
Saurashtra UniversityImage Credit source: ફાઇલ તસવીર
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 03, 2023 | 9:15 AM
Share

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બીબીએ-બી.કોમના પેપર લીક કૌભાંડમાં હવે એચ.એન.શુક્લ કોલેજના ટ્રસ્ટી અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશો આમને સામને આવી ગયા છે. એચ.એન.શુક્લ કોલેજના ટ્રસ્ટી નેહલ શુક્લએ યુનિવર્સિટીના સત્તાધીશો પર ગંભીર આરોપ મૂક્યા છે. નેહલ શુક્લએ આક્ષેપ કર્યો છે કે યુનિવર્સિટીના સત્તાધીશોએ જ પેપર લીક કર્યા છે

નેહલ શુકલાના ગિરીશ ભીમાણી ઉપર આક્ષેપ

એચ.એન.શુક્લ કોલેજ પાસેથી યુનિવર્સિટીમાં વીડીયો રેકોર્ડિંગ સાથે પેપર લઇ જવાયા હતા. તેમણે એવો પણ દાવો કર્યો કે સિન્ડીકેટની મંજૂરી વિના નિયમ વિરુદ્ધ પ્રશ્નપત્ર રિસીવીંગ સેન્ટરને ફાળવાયા હતા. એટલું જ નહીં રૂપિયાના ભાગ પાડી પેપર લીક કરાયાનો આરોપ પણ મૂકવામાં આવ્યો છે. નેહલ શુક્લએ ઈન્ચાર્જ કુલપતિ ગીરીશ ભીમાણી પર આરોપ મૂક્યો છે કે તેમણે પરીક્ષા વિભાગને ખોખલું કરવાનું કામ કર્યું છે અને પરીક્ષા વિભાગને માત્ર પરિણામ પુરતો સિમીત કરી નાખ્યો છે. નેહલ શુક્લનો દાવો છે કે એચ.એન. શુક્લ કોલેજને બદનામ કરવાનું ષડયંત્ર છે. નેહલ શુક્લ ઇન્ચાર્જ કુલપતિ સામે રૂ.6 કરોડ અને રજીસ્ટ્રાર સામે રૂપિયા 5 કરોડના બદનક્ષીનો દાવો કરશે.

કુલપતિએ કહ્યું કે અમારી રાજકીય કિન્નાખોરી નથી

તો બીજી તરફ ઈન્ચાર્જ કુલપતિ ડૉ. ગિરીશ ભિમાણીએ કહ્યું કે, અમે FSLના રિપોર્ટ આધારે ફરિયાદ નોંધાવી છે. અમારે કોઈ સાથે રાજકીય કિન્નાખોરી નથી. અમારી ઉપર કોઈ આરોપ થશે તો અમે સમય આવશે જવાબ આપીશું.

પેપરલીક કાંડમાં 111 દિવસ બાદ નોંધાઈ ફરિયાદ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પેપરલીક કાંડમાં આખરે 111 દિવસ બાદ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. મહત્વનું છે કે 12 ઓક્ટોબરના રોજ BBA અને B.COMના રોજ પેપર ફૂટ્યું હતું. બંને પરીક્ષાના પેપર સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા.  યુનિવર્સિટીના રજીસ્ટ્રારે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં જીગર ભટ્ટ નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે. જીગર ભટ્ટ એચ.એન.શુક્લ કૉલેજનો કર્મચારી છે. આ જ કૉલેજમાંથી પેપર ફૂટ્યું હતું. આ કૉલેજ ભાજપના કોર્પોરેટર અને આગેવાન નેહલ શુક્લની છે. જેના પર આરોપ છે તે જીગર ભટ્ટ કોર્પોરેટર નેહલનો અંગત મદદનીશ પણ છે. જોકે નેહલ શુક્લ પોતાની કૉલેજમાંથી પેપર ન ફૂટ્યું હોવાનો દાવો કરી રહ્યા છે. તેમણે કહ્યું કે રાજકીય કિન્નાખોરી રાખીને આ આક્ષેપ લગાડવામાં આવ્યા છે.

g clip-path="url(#clip0_868_265)">