AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajkot : ડુંગળી વેચવાનો નફો તો ના મળ્યો, પરંતુ ખેડૂતે સામા 131 રૂપિયા ચૂકવ્યા, મજૂરો પણ રોતા રોતા વતનમાં ગયા, ખેડૂતે વર્ણવી વ્યથા!

ખેડૂત જમનભાઇએ કહ્યું હતું કે ડુંગળીના નફાકારક ભાવ મળ્યા નથી . તેમજ મારી સાથે સાડા ચાર મહિના જે મજૂરોએ કામ કર્યું હતું તેઓ રોતાં રોતાં ઉપજ વગર પોતાના વતન ગયા છે. કિસાન સંઘે દાવો કર્યો હતો કે આ અંગે કૃષિમંત્રી રાઘવજી પટેલ સાથે વાત થઇ છે તેઓ આ અંગે પણ ચિતિંત હોવાનો દાવો કર્યો છે.

Rajkot : ડુંગળી વેચવાનો નફો તો ના મળ્યો, પરંતુ ખેડૂતે સામા 131 રૂપિયા ચૂકવ્યા, મજૂરો પણ રોતા રોતા વતનમાં ગયા, ખેડૂતે વર્ણવી વ્યથા!
Follow Us:
Mohit Bhatt
| Edited By: | Updated on: Mar 02, 2023 | 3:19 PM

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર ભરમાં ડુંગળીના ભાવ તળિયે છે ખેડૂતોને રાતા પાણી રોવાનો વારો આવી રહ્યો છે. ડુંગળી વેચતા ખેડૂતોને ઉપજના રૂપિયા તો ઠીક સામા મજૂરી ખર્ચ ચૂકવવો પડી રહ્યો છે આવું જ એક ખેડૂતનું વેપારીએ બનાવેલું બિલ સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે. જેમાં કાલાવડ તાલુકાના ધુતારપુર ગામના ખેડૂતે 472 કિલો ડુંગળીનું વેચાણ કર્યું તો ઉપજ એક રૂપિયો મળ્યો નહીં, પરંતુ ઉલટાના વેપારીને સામે 131 રૂપિયા ચૂકવવા પડ્યા હતા.

ભાવ મળ્યો મણે 21 રૂપિયા, ખર્ચે થયો મણે 25 રૂપિયા

રાજકોટના જૂના માર્કટીંગ યાર્ડમાં ડુંગળી વેચવા આવેલા કાલાવડ તાલુકાના ધુતારપુર ગામના ખેડૂત જમનભાઇ કુંરજીભાઇ માઘાણીએ જણાવ્યું હતું કે ‘મારે 10 વીઘા જમીન હતી. જેમાંથી મેં કુલ 472 કિલો ડુંગળી રાજકોટના જૂના માર્કેટીંગ યાર્ડમાં મોકલી હતી. યાર્ડમાં ડુંગળી મોકલવાનો ખર્ચ પ્રતિ મણ 25 રૂપિયા આવ્યો હતો.જે ની સામે યાર્ડમાં ડુંગળીના માત્ર 21 રૂપિયા મણના ઉપજ્યા હતા. ડુંગળી લઈ જવાના તમામ ખર્ચ બાદ કરતા કોઈ નફો તો મળ્યો નહીં , પરંતુ 131 રૂપિયા મારે વેપારીને ચૂકવવા પડ્યા હતા. ખેડૂત જમનભાઇએ કહ્યું હતું કે ડુંગળીના નફાકારક ભાવ મળ્યા નથી . તેમજ મારી સાથે સાડા ચાર મહિના જે મજૂરોએ કામ કર્યું હતું તેઓ રોતાં રોતાં ઉપજ વગર પોતાના વતન ગયા છે.   આ  ડુંગળીનો ઉતરાઈ ખર્ચ રૂ.36.40 થયો હતો અને ટ્રક ભાડું રૂ. 590  ચૂકવાવનું થયું હતું.  ડુંગળી વેચતા નફો કે મૂળ રકમ તો ન મળી પરંતુ  સામે પૈસા ચૂકવવાના થતા દશા કફોડી થઈ  ગઈ હતી.

IPL દરમિયાન રાષ્ટ્રપતિના હસ્તે આ ખેલાડીને મળ્યો એવોર્ડ
પરિવારની મરજી વિરુદ્ધ કર્યા લગ્ન, દોઢ મહિનામાં બની ગર્ભવતી, પતિ સાથે નર્ક બની આ હસીનાની જિંદગી
કસુવાવડ પછી કેટલા દિવસ આરામ કરવો જોઈએ?
એક IPL મેચમાંથી અમ્પાયરો કેટલી કમાણી કરે છે?
Watermelon Seeds : તરબૂચ ખાતા સમયે ભૂલથી બીજ ગળી જાઓ તો શું થાય ? જાણો
Jioનો સૌથી સસ્તો મંથલી પ્લાન ! અનલિમિટેડ કોલ્સ, ડેટા અને SMSના લાભ

ડુંગળીના ભાવ ન મળતા ખેડૂતોના વ્યવહાર અટકી ગયા છે:દિલીપ સખિયા

આ અંગે કિસાન સંઘના આગેવાન દિલીપ સખિયાએ કહ્યું હતું કે જ્યારે ચાર મહિના પછી ખેડૂત ડુંગળી લઇને માર્કેટીંગ યાર્ડ આવે છે ચાર મહિના સુધી જંતુનાશક દવા, બિયારણ, મજૂરી, ટ્રાન્સપોર્ટેશન વગેરેના ખર્ચ થાય છે ત્યારે તેની ઉપજ પણ મળતી નથી. આ ભાવ રહે તો ખેડૂતો પોતાનું ગુજરાન કઇ રીતે ચલાવશે તે સવાલ છે. કિસાન સંઘે દાવો કર્યો હતો કે આ અંગે કૃષિમંત્રી રાઘવજી પટેલ સાથે વાત થઇ છે તેઓ આ અંગે પણ ચિતિંત હોવાનો દાવો કર્યો છે. ખેડૂત આગેવાન તરીકે સરકાર આ દિશામાં નક્કર આયોજન કરે તેવી માંગ કરી છે.

g clip-path="url(#clip0_868_265)">