Rajkot: વેપારીઓનું 7 કરોડનું સોનું લઈને રફુચક્કર થઈ ગયો હતો બોબી, ખાનગી તપાસથી જ પોલીસે દબોચી પાડ્યો

રાજકોટ સોની બજારમાં મેન્યુફેકચરનું કામ કરતો બોબી નામનો શખ્સ કરોડોનું સોનું લઈ રફુચક્કર થયો હોવાની ઘટના બની હતી. માહિતી પ્રમાણે આ શખ્સને દબોચી લેવામાં આવ્યો છે.

રાજકોટમાં ચોરીની ઘટના સામે આવી છે. રાજકોટમાં બોબી નામનો વ્યક્તિ વેપારીઓને ચૂનો લગાડી ગયો હતો. માહિતી પ્રમાણે તેજસ ઉર્ફે બોબી 7 કરોડનું સોનુ લઈને ફરાર થયો હતો. માહિતી પ્રમાણે બોબી પર દેવું વધી જતા આ રીતે ચોરી કરીને ભાગ્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. વેપારી પાસેથી સોનું લઇ દાગીના પરત ન કરી છેતરપિંડી આચરી હતી. જેમાં બે મોટા માથા અને અન્ય વેપારીઓને ચૂનો લગાવ્યો હોવાની માહિતી આવી હતી. સોનીની બજારમાં મેન્યુફેક્ચરનું કામ કરતો બોબી 7 કરોડનું સોનું લઈને ફરાર હતો. જોકે પોલીસે આ ઠગને પકડી પાડ્યો છે.

આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ પોલીસે ફરિયાદ નોંધ્યા વગર જ ખાનગી તપાસ હાથ ધરી હતી. ત્યારે સોનુ લઈને ફરાર થઇ ગયલા બોબીને ઝડપી પાડવામાં આવ્યો હતો. જી હા  7 કરોડનું સોનુ લઈને ફરાર થનાર તેજસ ઉર્ફે બોબી ઝડપાયો હોવાના અહેવાલ સામે આવ્યા છે. સોની વેપારીઓ સાથે છેતરપિંડી કરનાર તેજસ ઉર્ફે બોબી પોલીસ સકંજામાં છે. 15 દિવસથી નાસતો ભાગતો બોબી મોડીરાત્રે ક્રાઇમ બ્રાન્ચના સકંજામાં આવ્યો હતો.

 

આ પણ વાંચો: વડોદરા પોલીસના આ કાર્યને તમે પણ કરશો સલામ, હંમેશા ફરજ પર રહેતા ચહેરા પાછળના ઋજુ હૃદયના થયા દર્શન

આ પણ વાંચો: ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસમાં મોટાપાયે ઉથલપાથલના ભણકારા! રાહુલ ગાંધીની આજે મહત્વની બેઠક

Click on your DTH Provider to Add TV9 Gujarati