ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસમાં મોટાપાયે ઉથલપાથલના ભણકારા! રાહુલ ગાંધીની આજે મહત્વની બેઠક

આજે ગુજરાત કોંગ્રેસની મહત્વની બેઠક યોજાવા જઈ રહી છે. આજે યોજાનારી બેઠકમાં ગુજરાત કોંગ્રેસને નવા પ્રદેશ પ્રમુખ મળી શકે છે. બેઠકમાં રાહુલ ગાંધીએ ગુજરાત કોંગ્રેસના નેતાઓ સાથે વાત કરશે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly elections) પહેલા કોંગ્રેસમાં (Congress) પણ મોટાપાયે ફેરફાર થાય તેવા ભણકારા વાગી રહ્યા છે. આજે કોંગ્રેસની મહત્વની બેઠક યોજાવા જઈ રહી છે. આજે યોજાનારી બેઠકમાં ગુજરાત કોંગ્રેસને નવા પ્રદેશ પ્રમુખ મળી શકે છે. રાહુલ ગાંધીએ (Rahul Gandhi) આ બેઠક બોલાવી છે. ત્યારે રાહુલ ગાંધીએ બોલાવેલી બેઠકમાં ગુજરાત કોંગ્રેસના નેતાઓ સાથે તેઓ વન ટુ વન બેઠક કરશે.

રાહુલ ગાંધી આ નેતાઓ સાથે લાંબી બેઠક યોજી એક એક કરીને વિગતો મેળવશે. ગુજરાતમાં આવનારા સમયમાં કોંગ્રેસનું માળખું કેવું હશે અને કેવું હોવું જોઈએ, એ બાબતે ગુજરાતના નેતાઓના મંતવ્યો લેવામાં આવશે. જે બાદ નવા પ્રદેશ પ્રમુખનું નામ જાહેર કરાય તેવી શક્યતા છે. આજે યોજાનારી બેઠકમાં કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા, વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી, કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ, ભરતસિંહ સોલંકી સહિતના નેતાઓ રાહુલ ગાંધી સમક્ષ હાજર રહેશે.

ત્યારે આ બાબતે સૌને પ્રશ્નો થઇ રહ્યા છે કે ગુજરાત કોંગ્રેસનું નવું માળખુ કેવું હશે? જણાવી દઈએ કે બેઠકમાં પ્રદેશ પ્રભારી રઘુ શર્મા બેઠકમાં હાજર રહેવાના છે. ત્યારે અમિત ચાવડા, પરેશ ધાનાણી, હાર્દિક પટેલ, ભરતસિંહ સોલંકી, અર્જુન મોઢવાડિયા, જગદીશ ઠાકોર પણ બેઠકમાં રહેશે હાજર. સાથે જ પ્રદેશ પ્રમુખની રેસમાં અનેક નેતાઓના નામ ચાલી રહ્યા છે.

 

આ પણ વાંચો: ધર્માંતરણ કાંડ: સલાઉદ્દીન શેખે વિદેશથી આવતા કરોડોમાંથી કેટલા રૂપિયા ક્યાં મોકલ્યા? વડોદરા SOG ની તપાસની વિગતો!

આ પણ વાંચો: અમિત શાહના જન્મદિવસ નિમિત્તે પ્રજા વચ્ચે જશે મુખ્યમંત્રી, સેવાસેતુ કાર્યક્રમમાં હાજરી આપશે CM ભૂપેન્દ્ર પટેલ

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati