Rajkot : સ્પાઈસ જેટની રાજકોટ-દિલ્લીની ફ્લાઈટ રનવે પર અટવાઈ, 100 થી વધુ પેસેન્જરો રઝળ્યા, જુઓ વીડિયો

જો કે, ફ્લાઈટ (Rajkot News) મોડી પડવાનું કારણ જાણી શકાયુ નથી. 100થી વધુ મુસાફરો ફસાયા હતા. આ મુસાફરો રન-વે પર બેસી ગયા હતા અને તેમજ આરોપ પણ લગાવ્યો હતો કે, એરપોર્ટ તંત્ર દ્વારા પાણી સહિત ભોજનની કોઈપણ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી ન હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 24, 2022 | 1:32 PM

સામાન્ય રીતે ફ્લાઈટ ટેકનિકલ ખામી કે હવામાન ખરાબ હોવાને કારણે અથવા કોઈ અન્ય કારણસર મોડી હોવાના સમાચારો આવતા રહેતા હોય છે. ત્યારે રાજકોટ એરપોર્ટ (Rajkot Airport) પર રાજકોટ-દીલ્લી જતી સ્પાઈસ જેટની (Spice Jet) ફ્લાઈટ બે કલાક મોડી પડી છે. સ્પાઇસ જેટની ફ્લાઇટ અટવાતા પેસેન્જરોએ હોબાળો મચાવ્યો હતો. રાજકોટ એરપોર્ટ પર મુસાફરો રઝળી પડ્યાં હતા. જો કે, ફ્લાઈટ મોડી પડવાનું કારણ જાણી શકાયુ નથી. 100થી વધુ મુસાફરો ફસાયા હતા. આ મુસાફરો રન-વે પર બેસી ગયા હતા અને તેમજ આરોપ પણ લગાવ્યો હતો કે, એરપોર્ટ તંત્ર દ્વારા પાણી સહિત ભોજનની કોઈપણ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી ન હતી.

ઉલ્લેખનીય છે કે રાજકોટના એરપોર્ટ પરથી એક જ દિવસમાં 11 જેટલી લાઇટ ની અવરજવર રહેતી હોવાના લીધે જો ફ્લાઈટ મોડી પડે કે ટેકનિકલ ફોલ્ટ આવી જાય તો ટર્મિનલ પર પેસેન્જર ભારે ભીડ એકત્ર થઈ જાય છે. ટર્મિનલને મોટું બનાવવામાં આવ્યું છે જેમાં પેસેન્જરની કેપેસીટી પણ વધી શકશે પરંતુ કોઈ કારણોસર આ ટર્મિનલ ખુલ્લું મુકાયું નથી. તેમાં પણ સ્પાઈસ જેટની ફ્લાઈટ અટવાતા એરપોર્ટ પર ભારે ભીડ જોવા મળી હતી.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">