Rajkot : ખાનગી શાળા સંચાલકોએ ચાલુ વર્ષે 25 ટકા ફી માફી સામે વિરોધ નોંધાવ્યો

એક બાજુ વાલીઓ કોરોનાને કારણે આવક ઘટી હોવાનું કહી ફીમાં 50 ટકા માફીની માંગણી કરી રહ્યાં છે, તો બીજી બાજુ ખાનગી શાળા સંચાલકો ૨૫ ટકા ફી માફીના નિર્ણયનો પણ વિરોધ કરી રહ્યાં છે.

Rajkot : ખાનગી શાળા સંચાલકોએ ચાલુ વર્ષે 25 ટકા ફી માફી સામે વિરોધ નોંધાવ્યો
Rajkot School authorities protest against 25 percent fee waiver
Follow Us:
Mohit Bhatt
| Edited By: | Updated on: Jul 23, 2021 | 12:17 PM

Rajkot : રાજ્યમાં કહંગી શાળામાં આ વર્ષે પણ 25 ટકા ફી માફીનો નિર્ણય સરકાર દ્વારા યથાવત રાખવામાં આવ્યો છે. એક બાજુ વાલીઓ કોરોનાને કારણે આવક ઘટી હોવાનું કહી ફીમાં 50 ટકા માફીની માંગણી કરી રહ્યાં છે, તો બીજી બાજુ ખાનગી શાળા સંચાલકો ૨૫ ટકા ફી માફીના નિર્ણયનો પણ વિરોધ કરી રહ્યાં છે. રાજકોટના ખાનગી શાળા સંચાલકોએ ચાલુ વર્ષે 25 ટકા ફી માફી સામે વિરોધ નોંધાવ્યો છે. ખાનગી શાળાના સંચાલકે કહ્યું કે કોરોના સમયમાં અપાર મુશ્કેલી સહન કરી છે.ગત વર્ષે 25થી 30 ટકા જેટલા વાલીઓએ ફી ભરી જ નથી.આ ઉપરાંત શિક્ષકોને બે વર્ષથી પગારવધારો પણ આપ્યો નથી.જેથી શાળા સંચાલકોએ ચાલુ વર્ષે ફીમાં 25 ટકા રાહત આપવાનો ઈનકાર કર્યો છે.

બે વર્ષથી મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છીએ : શાળા સંચાલકો રાજ્યમાં સોમવારથી ધોરણ 9 થી 11નું પ્રત્યક્ષ શિક્ષણ શરૂ થઇ રહ્યું છે ત્યારે ગત વર્ષની જેમ આ વર્ષે કોઇપણ પ્રકારની ફી માફી નહિ થાય તેવું સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળે સ્પષ્ટ કરી દીધુ છે.

સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળના ઉપપ્રમુખ જતીન ભરાડે Tv9 Gujarati સાથેની વાતચીતમાં કહ્યું હતુ કે શાળા સંચાલકો છેલ્લા બે વર્ષથી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ગત વર્ષે સરકારની વિનંતીથી ફીમાં ઘટાડો કર્યો કર્યો હતો જો કે આ વર્ષે ફી ઘટાડો કરવો સંચાલકોને પોસાય તેમ નથી. ત્યારે રાજ્ય સરકારને ફી ઘટાડાને લઇને સ્પષ્ટતા કરી દેવામાં આવી છે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

જતીન ભરાડે વધુમાં જણાવ્યું હતુ કે રાજ્યમાં ખાનગી શાળાઓ સાથે 8 લાખથી વધારેનો ટીચીંગ અને નોન ટીચીંગ સ્ટાફ છે.જેઓને છેલ્લા બે વર્ષથી પગાર વધારો આપવામાં આવ્યો નથી જે આ વર્ષે આપવો જરૂરી છે જેથી આ વર્ષે ફી માફી થઇ શકે નહિ.

ગત વર્ષે પણ 25 થી 30 ટકા વાલીઓએ ફી ભરી નથી સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળના કહેવા પ્રમાણે ગત વર્ષે 25 ટકા ફી માફી હોવા છતા 25 થી 30 ટકા વાલીઓએ ફી ભરી નથી. કેટલાક વાલીઓએ કુલ ફીના 50 ટકાથી ઓછી ફી ભરી છે, ત્યારે આ વર્ષે ફી માફી આપી શકાય તેમ નથી. વધુમાં તેમણે કહ્યું હતુ કે ગત લોકડાઉનમાં ધંધા મોટાભાગના ધંધા રોજગાર બંધ હાલતમાં હતા જો કે સેકન્ડ વેવમાં મોટાભાગના ધંધા વ્યવસાય ચાલુ રહ્યા છે, ત્યારે જે સક્ષમ છે તેવા વાલીઓને ફી ભરવામાં કોઇ વાંધો હોઇ શકે નહિ.

કોરોનાથી પિડીત પરિવારને મદદ કરીશું : ડી.વી.મહેતા રાજકોટ જિલ્લા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ ડી.વી.મહેતાએ કહ્યું હતુ કે જે વિધાર્થીના માતા પિતા કોરોનામાં મૃત્યુ પામ્યા છે અથવા તો ઘરમાં કમાનાર સભ્ય ન હોય તેવા વિધાર્થીઓને સંપૂર્ણ ફી માફી આપવામાં આવશે.આ ઉપરાંત જે વ્યક્તિને આર્થિક મુશ્કેલી હોય તેવા વાલીઓની રજૂઆત સાંભળીને ફીમાં વળતર આપવામાં આવશે.

Latest News Updates

આગઝરતી ગરમી સહન કરવા થઈ જાવ તૈયાર ! આ દિવસે હીટવેવની આગાહી
આગઝરતી ગરમી સહન કરવા થઈ જાવ તૈયાર ! આ દિવસે હીટવેવની આગાહી
આ રાશિના જાતકોને આજે વિદેશ મુસાફરીનો લાભ મળી શકે છે
આ રાશિના જાતકોને આજે વિદેશ મુસાફરીનો લાભ મળી શકે છે
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
g clip-path="url(#clip0_868_265)">