RAJKOT : RPFની પ્રમાણિકતા, બે મુસાફરોને ટ્રેનમાં ભુલાયેલા મોબાઇલ પરત કર્યા
રાજકોટના આરપીએફ દ્રારા બે અલગ અલગ કિસ્સાઓમાં મુસાફરોને તેના ટ્રેનમાં ભૂલાયેલા મોબાઇલ (Mobile) પરત કર્યા છે.રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ અભિનવ જેફના જણાવ્યા મુજબ, આરપીએફ સ્ટાફે તત્પરતા અને પ્રમાણિકતાથી (Honesty) કામ કરતાં બે મુસાફરોના મોબાઇલ પરત કર્યા છે.
રાજકોટ (RAJKOT )ની રેલવે પોલીસે (RPF)ખરા અર્થમાં મુસાફરોની સાવચેતી અને સલામતીનું ઉદાહરણ પુરૂ પાડ્યું છે.રાજકોટના આરપીએફ દ્રારા બે અલગ અલગ કિસ્સાઓમાં મુસાફરોને તેના ટ્રેનમાં ભૂલાયેલા મોબાઇલ (Mobile) પરત કર્યા છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ અભિનવ જેફના જણાવ્યા મુજબ, આરપીએફ સ્ટાફે તત્પરતા અને પ્રમાણિકતાથી (Honesty) કામ કરતાં બે મુસાફરોના મોબાઇલ પરત કર્યા છે.તારીખ 21.01.2022 ના રોજ રાજકોટ સ્ટેશન પર તૈનાત લેડી કોન્સ્ટેબલ ખુશ્બુ તિવારી દ્વારા રાજકોટ સ્ટેશન પર ટ્રેન 22923 બાંદ્રા-જામનગર હમસફર એક્સપ્રેસના આગમન પર, કોચ નં. B-06 માંથી એક ગુલાબી રંગનો મોબાઈલ લાવારિસ મળી આવ્યો હતો, જે તેણે પ્રમાણિકતા બતાવી આરપીએફ ચોકીમાં જમા કરાવ્યો હતો.
થોડા સમય પછી લગભગ 13.00 વાગ્યાની આસપાસ વિજલ આશર નામની મહિલા મુસાફરે આરપીએફને જણાવ્યું કે તે બાંદ્રાથી જામનગર જઈ રહી હતી. ત્યારે ટ્રેન જ્યારે રાજકોટ રેલવે સ્ટેશને પહોંચી ત્યારે તેના સંબંધી જે કોચ નં. બી-04 માં મુસાફરી કરી રહ્યા હતા, તેમની પાસે સામાન લઈને ગયા હતા, પરંતુ તેમનો એમઆઈ કંપનીનો પિંક કલરનો મોબાઈલ સીટ પર ભૂલ થી છૂટી ગયું હતુ. માહિતીની સંપૂર્ણ ચકાસણી કર્યા બાદ, મોબાઈલ જેની કિંમત આશરે રૂ. 12,000/- હતી તે મહિલા મુસાફરને પરત કરવામાં આવ્યો હતો.
તેવી જ રીતે તા.21.01.2022ના રોજ વાંકાનેર સ્ટેશનના સબ ઇન્સ્પેક્ટર કે. ડી.પાંડેએ માહિતી આપી હતી કે ટ્રેન નં. 11088 પુણે-વેરાવળ એક્સપ્રેસ ના D-03 કોચ માં એક રેલ્વે મુસાફર OPPO કંપનીનો મોબાઈલ ફોન ભૂલી ગયો હતો. રાજકોટ રેલ્વે સ્ટેશન પર ટ્રેનના આગમન સમયે, મહિલા કોન્સ્ટેબલ પ્રિયંકા દુબે અને સંદીપ યાદવે આ કોચની તપાસ કરી હતી અને મોબાઇલ મળતાજ તેઓએ આરપીએફ ચોકી રાજકોટ ખાતે જમા કરાવ્યો હતો અને વાકાનેર પો.સ્ટે.માં જાણ કરી હતી.બપોરના 15.10 વાગ્યાની આસપાસ સુભમ શર્મા નામના મુસાફરે જણાવ્યું હતું કે, અમદાવાદથી વાંકાનેર જતી ટ્રેન નં.11088ના કોચ નં.11088 ના D-03માં મુસાફરી કર્યા પછી, તેઓ પોતાનો OPPO કંપનીનો મોબાઈલ ભૂલ થી ટ્રેનમાં જ છૂટી ગયું હતુ. માહિતીની સંપૂર્ણ ચકાસણી બાદ, મોબાઈલ જેની કિંમત આશરે રૂ. 20,000/- હતી તે મુસાફરને પરત કરવામાં આવ્યો હતો.
રાજકોટ ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજર અનિલ કુમાર જૈન અને ડિવિઝનલ સિક્યુરિટી કમિશનર પવનકુમાર શ્રીવાસ્તવે સંબંધિત રેલવે કર્મચારીઓની ત્વરિત કાર્યવાહી, પ્રમાણિકતા અને કામ પ્રત્યેના સમર્પણની પ્રશંસા કરી છે.
આ પણ વાંચો : SURAT : અનોખા ઓનલાઈન સમૂહ લગ્નોત્સવ 20 ફેબ્રુઆરીએ યોજાશે, 100 કરતા વધુ દેશોમાં LIVE પ્રસારણ કરાશે
આ પણ વાંચો : લો બોલો! ભીખ માંગવા માટે પણ હપ્તા આપવા પડે છે, અમદાવાદમાં પકડાયું કૌભાંડ