Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajkot: ઉનાળામાં રાજકોટવાસીઓને નહીં કરવો પડે જળસંકટનો સામનો, આજી ડેમ થયો છલોછલ, આવ્યુ સૌની યોજનાનું પાણી

Rajkot: ઉનાળામાં રાજકોટવાસીઓેને જળસંકટનો સામનો નહીં કરવો પડે. સૌની યોજના દ્નારા શહેરની જીવાદોરી સમાન આજી ડેમને ભરવામાં આવ્યો છે. ડેમમાં 879 MCFT પાણીનો જથ્થો ઠલવાતા ડેમની સપાટી 28.35 ફુટે પહોંચી છે.

Rajkot: ઉનાળામાં રાજકોટવાસીઓને નહીં કરવો પડે જળસંકટનો સામનો, આજી ડેમ થયો છલોછલ, આવ્યુ સૌની યોજનાનું પાણી
Follow Us:
Mohit Bhatt
| Edited By: | Updated on: Mar 14, 2023 | 5:29 PM

રાજકોટવાસીઓને આ ઉનાળે પાણીના સંકટનો સામનો નહીં કરવો પડે. રાજકોટની જીવાદોરી સમાન આજી-1 ડેમમાં નર્મદા નીર આવવાને કારણે આ ડેમ હાલમાં છલોછલ ભરાઇ ગયો છે. આજી ડેમમાં પાણીની આવકથી હવે જૂન મહિના સુધી શહેરીજનોને જળસંકટનો સામનો નહીં કરવો પડે. રાજકોટ મહાનગરપાલિકાએ રાજ્ય સરકાર સાથે સંકલન કરીને આજી ડેમમાં 879 MCFT પાણીનો જથ્થો ઠાલવ્યો છે.

જેના કારણે આજી ડેમની કુલ સપાટી 28.35 ફૂટ પહોંચી છે. મહત્વપૂર્ણ છે કે આજી ડેમ રાજકોટમાં પાણી પુરુ પાડતો મહત્વનો સોર્સ છે. આજી અને ન્યારી ડેમમાં પુરતા પ્રમાણમાં પાણી હોવાને કારણે ઉનાળામાં પાણીની કોઇ સમસ્યા સર્જાશે નહીં અને રાજકોટવાસીઓને દૈનિક નિયમિત 20 મિનિટ પાણી મળી રહેશે.

અગાઉ એવુ બનતુ હતુ કે ઉનાળાની શરૂઆતમાં જ રાજકોટના સ્થાનિક પાણીના સ્ત્રોત તળિયા ઝાટક થઈ જવાને કારણે પાણીની સમસ્યાઓ સર્જાતી હતી, પરંતુ સૌની યોજના આવ્યા બાદ રાજકોટમાં દુષ્કાળ ભુતકાળ બની ગયો છે. રાજકોટમાં આ વખતે ફરી ભર ઉનાળે સૌની યોજનાનું પાણી મળી ગયું છે. જેના કારણે શહેરનું જળસંકટ હળવું થઈ ગયું છે.

રોહિત શર્મા બન્યો નંબર 1 કેપ્ટન, પહેલીવાર થયો આ કમાલ
51 વર્ષની ઉંમરે પણ અભિનેત્રી લાગે છે ખુબ જ સુંદર, જુઓ ફોટો
શ્રેયસ ઐયરની બહેને બોલિવુડમાં એન્ટ્રી કરી, જુઓ ફોટો
Plant in pot : ઘરે કૂંડામાં જ ઉગાડો બટાકા, આ રહી સરળ ટીપ્સ
ભૂકંપ કે પૂરમાં પણ કંઈ નહી થાય, વધારે લોડ થશે તો આપશે એલર્ટ, આ બ્રિજનું ગુજરાત સાથે પણ છે કનેક્શન
આજનું રાશિફળ તારીખ 05-03-2025

880 એમસીએફટી પાણીનો જથ્થો મળ્યો,આજી થયો છલોછલ

આજી નદીની કુલ સપાટી 29 ફુટની છે. રાજકોટ મહાનગરપાલિકાએ રાજ્ય સરકાર સામે સંકલન કરીને આજી ડેમમાં 880 એમસીએફટી પાણીનો જથ્થો ઠાલવ્યો છે. જેના કારણે આજી નદીની કુલ સપાટી 28.35 ફુટ પહોંચી છે એટલે કે આજી ડેમ હાલમાં છલોછલ થઇ ગયો છે. આજી ડેમ છલોછલ થઇ જતા મહાનગરપાલિકા દ્વારા પાણી વેડફાઈ નહિ તે માટે આવક બંધ કરી દેવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા ત્રીજી વખત આજી ડેમ આ રીતે ભરવામાં આવ્યો છે.

ઉનાળામાં નહીં રહે પાણીની સમસ્યા-મ્યુ.કમિશનર

આ અંગે મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાએ કહ્યું હતું કે આજી ડેમએ રાજકોટમાં પાણી પુરુ પાડતો મહત્વનો સોર્સ છે. આજી અને ન્યારી ડેમમાં પુરતા પ્રમાણમાં પાણી હોવાને કારણે શહેરમાં ઉનાળાના પાણીની કોઇ સમસ્યા નહિ રહે અને રાજકોટવાસીઓને નિયમિત 20 મિનિટ પાણી મળી રહેશે. રાજકોટમાં આજી 1 ડેમમાંથી 120 એમએલડી પાણીનો જથ્થો ઉપાડવામાં આવે છે. જે હવે જૂન મહિના સુધી કોઈ સમસ્યા નહિ રહે અને ઉનાળામાં પાણી મળી રહેશે.

નવા ભળેલા વિસ્તારોમાં હજુ છે સમસ્યા

રાજકોટના નવા ભળેલા માઘાપર, મોટામૌવા સહિતના વિસ્તારોમાં હજુ પાણીની પાઇપલાઇન ન હોવાને કારણે ભારે હાલાકી પડી રહી છે. આવા વિસ્તારોમાં મહાનગરપાલિકાના જનરલ બોર્ડના નિયમને આધારે પાણી ટેન્કરથી પહોંચાડવામાં આવી રહ્યું છે.મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાએ કહ્યું હતું કે નવા ભળેલા વિસ્તારોમાં પાણી પહોંચા઼ડવા માટે રાજ્ય સરકારે બજેટ મંજૂર કરી દીધું છે અને આગામી દિવસોમાં આ વિસ્તારોમાં પાણી પહોંચાડવામાં આવશે.

આ પણ વાંચોRajkot : સૃષ્ટિના હત્યારાને 727 દિવસે મળી સજા: 36 ઘા, ચંપલમાં ચોટેલું લોહી, આરોપીની ડાયરી, હત્યા બાદ કરેલો ફોન – આ પુરાવાથી પોલીસે ઘાતકીને સજા સુધી પહોંચાડ્યો

g clip-path="url(#clip0_868_265)">