Rajkot : દારૂ પર હવે ડ્રોનથી નજર ! બુટલેગરો અને દારૂડિયાઓને જેર કરવા પોલીસનો આધુનિક અને આકાશી નુસખો

જંગલેશ્વર, કીટીપરા, કુબલિયાપરા અને છોટુનગર જેવા વિસ્તારો પર ડ્રોનથી (Drone) નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.પોલીસ ડ્રોનથી હાલ દેશી દારૂની ભઠ્ઠીઓ પર બાજ નજર રાખી રહી છે.

Rajkot : દારૂ પર હવે ડ્રોનથી નજર ! બુટલેગરો અને દારૂડિયાઓને જેર કરવા પોલીસનો આધુનિક અને આકાશી નુસખો
Rajkot police uses drone
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 01, 2022 | 7:21 AM

રાજ્યમાં વધી રહેલા દેશી દારૂના દુષણને ડામવા હવે પોલીસે (Gujarat Police)  કમરકસી છે.જે અંતર્ગત રાજકોટ પોલીસ (Rajkot Police) દેશી દારૂનું વેચાણ કરતા તત્વો પર નજર રાખી રહી છે સાથે જ આ માટે પોલીસે મેગા ડ્રાઈવ (mega Drive)  પણ યોજી છે.શહેરના વિવિધ વિસ્તારો પર પોલીસ ડ્રોનથી નજર રાખી રહી છે. જંગલેશ્વર, કીટીપરા, કુબલિયાપરા અને છોટુનગર જેવા વિસ્તારો પર ડ્રોનથી (Drone) નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.પોલીસ ડ્રોનથી દેશી દારૂની ભઠ્ઠીઓ પર બાજ નજર રાખી રહી છે.

બરવાળા ઝેરી દારૂ કાંડના સમગ્ર રાજ્યમાં પડઘા

બોટાદમાં ઝેરી દારૂકાંડ (Botad Hooch Tragedy) ના સમગ્ર રાજ્યમાં પડઘા પડ્યા છે.  દારૂકાંડની આ ઘટના બાદ રાજ્યભરમાં પોલીસ દોડતી થઈ છે.ત્યારે રાજકોટમાં ઝેરી દારૂકાંડનો બનાવ ન બને તે માટે પોલીસ પણ એક્શનમાં આવી છે.અલગ- અલગ વિસ્તારોમાં દેશી દારૂના અડ્ડા પર પોલીસે દરોડા પાડીને કાર્યવાહી કરી રહી છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

દારૂબંધીના નિયમો નેવે મૂકતો વીડિયો થયો વાયરલ

ગુજરાતમાં આમ તો દારૂબંધી છે, પરંતુ દારૂબંધીના નિયમો નેવે મૂકતી અનેક ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે રાજકોટમાં (Rajkot) બંધ ઓફિસમાં દારૂ પાર્ટી થતી હોવાનો વીડિયો (viral Video) સામે આવ્યો હતો.જેમાં કેટલાક લોકો ઓફિસમાં દારૂની મહેફિલ માણી રહ્યા છે.એટલું જ નહીં દારૂના નશામાં ચૂર થઈને ફિલ્મી ગીતો પર ઠુમકા પણ લગાવી રહ્યા છે.વીડિયો સામે આવ્યા બાદ પોલીસ પણ દોડતી થઈ છે અને દારૂની મહેફિલમાં સામેલ 6 લોકોની પોલીસે (Rajkot police)  અટકાયત કરી છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">