Gujarati Video: તસ્કરો ત્રીજી આંખની નીચે જ પોલીસનું નાક કાપી ગયા, રેસકોર્સ ગ્રાઉન્ડમાં લાગેલા સીસીટીવીની કરી ગયા ચોરી !

Gujarati Video: તસ્કરો ત્રીજી આંખની નીચે જ પોલીસનું નાક કાપી ગયા, રેસકોર્સ ગ્રાઉન્ડમાં લાગેલા સીસીટીવીની કરી ગયા ચોરી !

Mohit Bhatt
| Edited By: | Updated on: Aug 15, 2023 | 11:50 PM

Rajkot:રાજકોટમાં તસ્કરો વધુ બેફામ બન્યા છે. પોલીસનું નાક કાપીને હાથમાં આપી દીધુ હોય એ પ્રકારે રેસકોર્સ ગ્રાઉન્ડમાં લાગેલા સીસીટીવીની ચોરી કરી ગયા અને પોલીસને તેની જાણ સુદ્ધા ન થઈ.

Rajkot: રંગીલા રાજકોટમાં તસ્કરો બેફામ બન્યા છે તસ્કરો પોલીસનું નાક કાપી ગયા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. શહેરના રેસકોર્સ ગ્રાઉન્ડના પ્રવેશદ્વાર પર લાગેલા સીસીટીવી કેમેરાની ચોરી થયાની પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન (RMC)ના અધિકારીએ જ આ અંગેની ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદ મુજબ ગત 6 જૂલાઈના રોજ પાલિકા સંચાલિત CCTV કેમેરા બંધ હાલતમાં હતા. જેથી મનપાના અધિકારી તપાસ હાથ ધરતા આ કેમેરાના ચોરી થઈ હોવાનું ધ્યાને આવ્યુ હતુ. 6 જૂલાઈએ ચોરી થયેલા સીસીટીવીની ફરિયાદ ન નોંધાઈ ત્યાં સુધી રાજકોટ પોલીસ જાણે નીંદ્રા અવસ્થામાં જોવા મળી છે.

આ પણ વાંચો: Rajkot : નેફ્રોલોજિસ્ટ તબીબોની હડતાળ યથાવત, આયુષ્યમાન કાર્ડ હેઠળ સારવાર મેળવતા દર્દીઓ પરેશાન, જુઓ Video

દોઢ લાખની કિંમતના સીસીટીવી કેમેરાની ચોરી થતા RMCએ બીજો કેમેરો લગાવ્યો છે. જો કે જાહેર રસ્તા પરથી cctv કેમેરાની ચોરીની ઘટનાથી પોલીસ પેટ્રોલિંગ સામે પણ સવાલ ઉઠી રહ્યા છે.

રાજકોટ સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">