AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નૈતિકતાનું અધ:પતન, ઘરની લક્ષ્મીની ઈજ્જત પોર્ન સાઈટ પર કરી નીલામ, સાસુ-સસરા અને પતિ સામે નોંધાઈ ફરિયાદ

Rajkot: રાજકોટમાં સભ્ય સમાજને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. જેમા સાસુ સસરા અને તેમના પુત્રએ બેશર્મી અને અધમતાની તમામ હદો પાર કરી નાખી છે. પૈસા કમાવા માટે પોતાની જ પત્ની સાથે માણેલી અંગત પળોના વીડિયો રેકોર્ડ કરી પોર્ન સાઈટ પર મુકતા હતા. આ ત્રિપુટીની વારંવારની આ પ્રકારની હરકતથી કંટાળી પરિણિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે, પોલીસે સાસુ-સસરા અને દીકરાની ધરપકડ કરી છે.

Mohit Bhatt
| Edited By: | Updated on: Aug 14, 2023 | 5:17 PM
Share

Rajkot: રાજકોટમાં સભ્ય સમાજને શર્મસાર કરતી ઘટના પ્રકાશમાં આવી છે. શહેરમાં સાસુ સસરાએ તેના પુત્ર અને પુત્રવધુના અંગત પળોના વીડિયો પોર્ન સાઇટ પર અપલોડ કરીને રૂપિયા કમાવવાનો કારસો રચ્યો હતો. પ્રેમલગ્ન કરીને આવેલી પરિણીતાને, સાસુ સસરા અને પતિએ ધમકાવીને પોર્ન વીડિયો બનાવવા માટે મજબુર કરી. જો કે પરિવારના સભ્યોનો ત્રાસ વધી જતા અને પોર્ન વીડિયો સાઇટ પર 10 વખત લાઇવ વીડિયો અપલોડ કરવાની ફરજ પડતા યુવતી ભાંગી પડી હતી અને હિંમત કરીને પોલીસને ફરિયાદ કરી હતી. પોલીસે મહિલાની ફરિયાદના આધારે તેના સાસુ સસરા અને પતિની ધરપકડ કરી છે.

સાસુ-સસરા અને પતિની પોલીસે કરી ધરપકડ

ભારતીય સંસ્કૃતિ તેની સભ્યતા અને મર્યાદાને કારણે વિશ્વમાં વિખ્યાત છે. પરંતુ સમાજમાં કેટલાક એવા દુષણો છે જેઓ સભ્ય સમાજને બદનામ કરી રહ્યા છે તેના પર લાંછન લગાડી રહ્યા છે. રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં એક મહિલા ફરિયાદ માટે પહોંચી. જ્યાં તેમણે તેના સાસુ સસરા અને પતિ મળીને પોર્ન વિડીયો બનાવતા હોવાની ફરિયાદ કરી હતી. શરૂઆતમાં પોલીસને પણ આ વાત ગળે ઉતરે તેવી ન હતી પરંતુ મહિલાએ જ્યારે પોર્ન સાઇટ પર વીડિયો બતાવ્યા ત્યારે પોલીસ ચોંકી ઉઠી હતી અને મહિલાની ફરિયાદના આધારે પોલીસે પીડિત મહિલાના સાસુ,સસરા અને તેના પતિની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

કઇ રીતે ગોઠવાયું પોર્ન ષડયંત્ર

પોલીસના કહેવા પ્રમાણે પીડિતાએ બે વર્ષ પહેલા યુવક સાથે પ્રેમલગ્ન કર્યા હતા. પીડિતા જ્યારે સગર્ભા હતી ત્યારે તેના પતિ અને પિતાએ તેની તબિયત કેવી છે તે જોવું છે, કહીને પરિણીતાના પોર્ન વીડિયો તેના પતિએ બનાવ્યા હતા અને પીડિતાની મરજી વિરુદ્ધ આ વીડિયો તેના પિતાને આપવામાં આવ્યા હતા. ત્યારબાદ બાળકનો જન્મ થયા બાદ પોર્ન ષડયંત્રનો પ્રારંભ થયો. પીડિત યુવતીને તેના સસરા અને પતિ એક હોટેલમાં લઇ ગયા હતા જ્યાં આફ્રિકન કોલ ગર્લને બોલાવી હતી. પીડિતાને સસરાએ કહ્યું, તું આ દ્રશ્યો જોઇ લે, તારે પણ આ પ્રકારે વર્તન કરવાનું છે. પીડિતાએ આ અંગે જ્યારે તેના પતિ અને સાસુને ફરિયાદ કરી ત્યારે તેના સાસુએ કહ્યું જો તારે ઘરે રહેવું હોય તો આ બધુ કરવું પડશે. જેથી પીડિતા ગભરાઇને આ કૃત્ય કરવા લાગી.

બેડરૂમમાં ગોઠવ્યા cctv કેમેરા

પોલીસના કહેવા પ્રમાણે આરોપીઓ દ્રારા તેના ઘરમાં સીસીટીવી કેમેરા લગાડવામાં આવ્યા હતા. જેના કારણે પીડિતા તેના પતિની અંગત પળોનું પોર્ન સાઇટ પર ટેલિકાસ્ટ કરતા હતા અને ઘરમાં જ પોર્ન વીડિયો બનાવતા હતા. એટલું જ નહિ રૂપિયાની લાલચમાં સસરાએ તેને લાઇવ પોર્ન વીડિયો કરવા માટે મજબુર કરી હતી. પીડિતાાને કહ્યું હતું કે તારું નામ અને ચહેરો નહિ આવે. તારે લાઇવ પોર્ન વીડિયો કરવાનો છે. ડરી ગયેલી પરિણીતાએ આ પ્રકારે 10 વખત લાઇવ વીડિયો કર્યો હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ આરોપીઓના ઘરેથી સેક્સ ટોઇઝ્સ,સીસીટીવી કેમેરા, વેબ કેમેરા, હાર્ડ ડિસ્ક અને કોમ્પ્યુટર સિસ્ટમ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

કઇ રીતે મેળવતા રૂપિયા ?

પોલીસના કહેવા પ્રમાણે આમ તો આ પરિવાર સુખી સપન્ન છે પરંતુ થોડા દિવસોથી તેઓ આર્થિક સંકડામણ અનુભવી રહ્યા છે. જેના કારણે પોર્ન સાઇટથી રૂપિયા કમાવવાનો પ્લાન હતો. આરોપીઓ દ્રારા પીડિતાના વીડિયો અને લાઇવ થકી પહેલા બિટકોઇનમાં રૂપિયા અને ત્યારબાદ આ રૂપિયા ભારતીય ચલણમાં મેળવવાનો પ્લાન બનાવી રહ્યા હતા જો કે હજુ સુધી આ વીડિયોને લઇને કોઇ આર્થિક લાભ મળ્યો નથી.પોલીસે પોર્ન સાઇટમાંથી આ પીડિતાના વીડિયો દુર કરવાની કાર્યવાહી પણ હાથ ધરી છે.

આ પણ વાંચો : Gujarati Video: રાજકોટમાં છ મહિનાથી તૈયાર થયેલુ સેટેલાઈટ બસ સ્ટેન્ડ લોકાર્પણ વગર બન્યુ શોભાના ગાંઠિયા સમાન

હાલ પોલીસે આ માતા પિતા અને પુત્રની ત્રિપુટીની ધરપકડ કરીને તેના રિમાન્ડ લેવાની કાર્યવાહી હાથ ધરી છે. રિમાન્ડ દરમિયાન આ ટોળકીએ કઇ કઇ પોર્ન સાઇટમાં આ વીડિયો અપલોડ કર્યા છે, કેટલા સમયથી આ વીડિયો બનાવતા હતા. કઇ કઇ ટેક્નોલોજીની મદદથી આ વીડિયો બનાવતા હતા સહિતના મુદ્દે તપાસ હાથ ધરી છે. જોવાનું રહેશે પોલીસ તપાસમાં ક્યાં નવા ખુલાસાઓ થાય છે.

રાજકોટ સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">