AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajkot: ગુરૂકુળ દ્વારા શિક્ષણ, આધ્યાત્મિક અને સામાજિક સેવા પ્રવૃતિનું આગવું પ્રદાન: સી.આર. પાટીલ

આ અવસરે સી.આર. પાટીલના હસ્તે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળના ઢેબર રોડ રાજકોટમાં બંધાયેલ વિદ્યાર્થીઓ માટેનું નૂતન છાત્રાલય " ધર્મજીવન હૃદયમ " નું રિમોટથી લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તો ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે  ગુરુકુળ રાજકોટ સંચાલિત કન્યા છાત્રાલયના પ્લાનનું વિમોચન કરવામાં આવ્યું હતું.

Rajkot: ગુરૂકુળ દ્વારા શિક્ષણ, આધ્યાત્મિક અને સામાજિક સેવા પ્રવૃતિનું આગવું પ્રદાન: સી.આર. પાટીલ
Rajkot gurukul amrit mahotsav
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 24, 2022 | 3:09 PM
Share

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન આયોજિત અમૃત મહોત્સવમાં આજે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ તેમજ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે વિદ્યાર્થીઓ માટેના છાત્રાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજકોટ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળની જુનાગઢ શાખાના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને ભાજપના ઉપ-પ્રમુખ ભરત બોઘરા તેમજ સુરતના ધારાસભ્ય અને શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરીયા ઉપસ્થિત રહ્યા હતા

સુવિધાસભર છાત્રાલયનું લોકાર્પણ

આ અવસરે સી.આર. પાટીલના હસ્તે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળના ઢેબર રોડ રાજકોટમાં બંધાયેલ વિદ્યાર્થીઓ માટેનું નૂતન છાત્રાલય ” ધર્મજીવન હૃદયમ ” નું રિમોટથી લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તો ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે  ગુરુકુળ રાજકોટ સંચાલિત કન્યા છાત્રાલયના પ્લાનનું વિમોચન કરવામાં આવ્યું હતું.

ગુરૂકુળ દ્વારા આધ્યાત્મિક અને સામાજિક સેવા પ્રવૃતિનું આગવું પ્રદાન: સી.આર. પાટીલ

ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલે જણાવ્યું હતું કે સ્વામિનારાયણ ગુરુકુળના સંતો દ્વારા ધાર્મિક શૈક્ષણિક અને સામાજિક સેવા પ્રવૃત્તિઓ થઈ રહી છે. અંગ્રેજોએ દેશની સાથે ભારતની ભાષા અને સંસ્કૃતિને ગુલામ બનાવેલી આપણી નાલંદાને તક્ષશિલા વિદ્યાપીઠોને ધ્વંસ કરી એ પછીથી ગુરુકુળો દ્વારા આપણી ભારતીય સંસ્કૃતિ એ વિશ્વમાં ફેલાઈ રહી છે. તેઓએ ગુરુકુળમાંથી ભણીને નીકળેલા વિદ્યાર્થીઓ આઇઆઇટી , આર આઈ એમ ,પાયલોટ સીએ એન્જિનિયર્સ ડોક્ટર અને લશ્કરમાં પણ જોડાયેલા છે. આ બધાની ગણતરી સંતોએ કરી છે પણ રાજકારણમાં કેટલા જોડાયા છે એની ગણતરી નથી કરી એટલે એમ લાગે છે કે આમાં જોડાવા જેવું વિદ્યાર્થીઓને દેખાતું નહીં હોય. ગુરુકુલનો એક એક વિદ્યાર્થી વ્યસનથી દૂર રહી ભારતીય સંસ્કારોને જાળવી રાખે છે .

વિવિધ સાંસ્કૃતિક પ્રદર્શનોની લોકો લઈ રહ્યા છે મુલાકાત

રાજકોટ ખાતે ગુરૂકુળના અમૃત મહોત્સવની ઉજવણી ચાલી રહી છે તેમાં દેશ વિદેશના લોકો આવીને દર્શન કરી રહ્યા છે અને પ્રદર્શનો નિહાળી રહ્યા છે. આ મહોત્સવ દરમિયાન વિવિદ દિવસોની ઉજવણી પણ થઈ રહી છે. તેમજ આ  તારીખો દરમિયાન વિવિધ દિવસની ઉજવણી પણ થશે.

  1. 24 ડિસેમ્બરે મહિલામંચ યોજાશે.જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહેશે..
  2. 25 ડિસેમ્બરે ભૂતપૂર્વ વિદ્યાર્થી મંચ યોજાશે. જેમાં ગુરુકુળના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હજાર રહેશે.
  3. 25 ડિસેમ્બરે સાંજે ડોકટર – એન્જિનિયર મંચ યોજાશે..જેમાં ખ્યાતનામ ડોકટરો અને એન્જિનિયર મોટી સંખ્યામાં ભાગ લેશે.
  4. 26 ડિસેમ્બરે વડીલ મંચ યોજાશે અને ત્યારબાદ ભારતની 75 પ્રતિભાઓની વિશિષ્ટ સેવાઓને પ્રોત્સાહિત કરવા ‘ધર્મજીવન એવોર્ડ ‘ એનાયત કરવામાં આવશે.

સાંસ્કૃતિક પ્રદર્શન જે આપશે પારિવારિક અને સામાજિક મૂલ્યોને સાચવવાનો સંદેશ

અહીં  26 ડિસેમ્બર સુધી સાંસ્કૃતિક પ્રદર્શન જોવા મળશે. જે 40 વીઘા જેટલી વિશાળ જગ્યામાં તૈયાર કરવામાં આવ્યા છે.  પ્રાકૃતિક પહાડો,જંગલ,ગુફા અને 1 લાખથી વધુ ફૂલ – છોડ,વનરાઈઓ વચ્ચે 30 પ્રકારની અદ્યતન ટેકનોલોજી સાથે પારિવારિક,સામાજિક,સાંસ્કૃતિક અને આધ્યાત્મિક મૂલ્યોને ઉજાગર કરતું ભવ્ય પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાંસ્કૃતિક પ્રદર્શનમાં 3 ભવ્ય ઓડિટોરિયમમાં અલગ અલગ ટેલીફિલ્મો મુલાકાતીઓને બતાવવામાં આવશે. જેના મુખ્ય વિષયો મારું જીવન,મારું ભારત,મારી પ્રેરણા અને મારી શ્રધ્ધા રહેશે.

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">