રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 7 એપ્રિલથી વેરા વળતર યોજનાનો પ્રારંભ, એડવાન્સ વેરો ભરનારને મળશે આટલું વળતર
રાજકોટ મહાનગરપાલિકા (Corporation)દ્વારા અગાઉના વરસોની માફક જ સન 2022-23 ના વર્ષમાં પણ એડવાન્સ મિલ્કત વેરાની રકમ ભરપાઈ કરનાર કરદાતાઓને વળતર આપવાની યોજના કેટલીક નવી પહેલ લાગુ કરવામાં આવેલ છે.
Rajkot: સન 2022-23ના વર્ષમાં તા.31 મે સુધી એડવાન્સ મિલ્કત વેરો (Property tax)ભરનાર મિલ્કતધારકને 10% વળતર તથા મહિલા મિલ્કતધારકોને વધારાના 5% વળતર (15%) અને તા. 1 થી 30 જુન સુધી એડવાન્સ મિલ્કત વેરો ભરનાર મિલ્કતધારકને 5% અને મહિલા મિલ્કતધારકને 10% વળતર આપવામાં આવશે. ઓનલાઈન વેરો ભરપાઈ કરનાર મિલ્કત ધારકોને વિશેષ 1% વળતર, સતત ત્રણ વર્ષથી આવી યોજનાનો દરમ્યાન સંપૂર્ણ વેરો ભરનાર કરદાતાઓને લોયાલીટી બોનસ પેટે વિશેષ 1% તેમજ 40 % થી વધારે ડીસેબિલીટી (શારીરિક અશક્ત) હોય અને તેમના જ નામે હોય તેવા રકેણાંક મિલકતોને વિશેષ 5 % વળતર આપવામાં આવશે.
રાજકોટ મહાનગરપાલિકા (Corporation)દ્વારા અગાઉના વરસોની માફક જ સન 2022-23 ના વર્ષમાં પણ એડવાન્સ મિલ્કત વેરાની રકમ ભરપાઈ કરનાર કરદાતાઓને વળતર આપવાની યોજના કેટલીક નવી પહેલ લાગુ કરવામાં આવેલ છે. આવતીકાલ તા. 7 એપ્રિલ, 2022થી મિલકત વેરા/પાણી ચાર્જના એડવાન્સ પેમેન્ટ પર વળતર યોજનાનો પ્રારંભ થવા જઇ રહેલ છે, તેમ મેયર ડૉ.પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ અને મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ સંયુક્ત યાદીમાં જણાવ્યું હતું.
વધુમાં મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનઅને મ્યુનિ. કમિશનરએ સંયુક્ત યાદીમાં જણાવ્યું છે કે…..
૩૧ મે સુધી
(૧) 31 મે સુધી વેરાના સંપૂર્ણ રકમ ભરપાઇ કરવા પર ચાલુ વર્ષના માંગણા પર 10% વળતર આપવામાં આવશે. (૨) ફકત મહિલાઓના નામે જ હોય તેવી મિલકતોમાં આપવામાં આવનાર વળતર ઉપરાંત વિશેષ 5% વળતર આપવામાં આવશે. (૩) ઉપરોકત (1) તથા (2)માં જણાવેલ વિગતો ઉપરાંત ઓનલાઇન પેમેન્ટ કરનાર મિલ્કત ધારકને આપવામાં આવનાર વળતર ઉપરાંત વિશેષ 1% આપવામાં આવશે. (૪) ઉપરોકત (1) તથા (2)માં જણાવેલ વિગતો ઉપરાંત સતત ત્રણ વર્ષથી આવી યોજનાનો દરમ્યાન સંપૂર્ણ વેરો ભરનાર કરદાતાઓને લોયાલીટી બોનસ પેટે વિશેષ 1 % આપવામાં આવશે.. (૫) ઉપરોકત (1) તથા (2)માં જણાવેલ 40 % થી વધારે ડીસેબિલીટી (શારીરિક અશક્ત) હોય અને તેમના જ નામે હોય તેવા રકેણાંક મિલકતોને વિશેષ 5 % વળતર આપવામાં આવશે.
1 જુન થી 30 જુન સુધી
(૧) 1 જુન થી 30 જુન સુધી વેરાના સંપૂર્ણ રકમ ભરપાઇ કરવા પર ચાલુ વર્ષના માંગણા પર 5% વળતર આપવામાં આવશે. (૨) ફકત મહિલાઓના નામે જ હોય તેવી મિલકતોમાં આપવામાં આવનાર વળતર ઉપરાંત વિશેષ 5% વળતર આપવામાં આવશે. (૩) ઉપરોકત (1) તથા (2)માં જણાવેલ વિગતો ઉપરાંત ઓનલાઇન પેમેન્ટ કરનાર મિલ્કત ધારકને આપવામાં આવનાર વળતર ઉપરાંત વિશેષ 1% આપવામાં આવશે. (૪) ઉપરોકત (1) તથા (2)માં જણાવેલ વિગતો ઉપરાંત સતત ત્રણ વર્ષથી આવી યોજનાનો દરમ્યાન સંપૂર્ણ વેરો ભરનાર કરદાતાઓને લોયાલીટી બોનસ પેટે વિશેષ 1 % આપવામાં આવશે.. (૫) ઉપરોકત (1) તથા (2)માં જણાવેલ 40 % થી વધારે ડીસેબિલીટી (શારીરિક અશક્ત) હોય અને તેમના જ નામે હોય તેવા રકેણાંક મિલકતોને વિશેષ 5 % વળતર આપવામાં આવશે.
નીચે દર્શાવેલ સ્થળોએ મિલકત વેરો ભરપાઇ કરી શકાશે: 1. ઓનલાઇન (વેબસાઇટ https://www.rmc.gov.in/ તથા RMC ની મોબાઇલ એપ પર) 2. તમામ સિટી સિવિક સેન્ટરો પર 3. તમામ વોર્ડની મુખ્ય વોર્ડ ઓફિસો પર 4. ICICI બેંકની મુખ્ય શાખા (શારદા બાગ) પર, (અન્ય શાખાઓ પર તા:11/04/2022 થી ચાલુ કરવામાં આવશે.)
આ પણ વાંચો :રાજકોટ જિલ્લા આયોજન મંડળની બેઠકમાં વર્ષ 2022-23માં રૂ.1250 કરોડના વિકાસ કામોની જોગવાઈ કરાઇ