AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajkot Mayor : રાજકોટના 23માં મેયર બન્યા નેહલ શુક્લ, ભાજપની નવી ટીમ જાહેર, જુઓ Video

રાજકોટ મહાનગરપાલિકામાં નવી પદાધિકારીઓની વરણી થઈ છે. ડો. નેહલ શુક્લ 23માં મેયર બન્યા, જ્યારે દક્ષા વસાણી ડેપ્યુટી મેયર અને પરેશ પીપળિયા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદે નિયુક્ત થયા.

Rajkot Mayor : રાજકોટના 23માં મેયર બન્યા નેહલ શુક્લ, ભાજપની નવી ટીમ જાહેર, જુઓ Video
TV9 Gujarati
| Edited By: | Updated on: May 28, 2026 | 6:30 PM
Share

રાજકોટ મહાનગરપાલિકામાં નવા પદાધિકારીઓના નામ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યા છે. શહેરના 23માં મેયર તરીકે ડો. નેહલ શુક્લની વર્ણી કરવામાં આવી છે. આ સાથે જ ડેપ્યુટી મેયર પદ પર દક્ષા વસાણીને જવાબદારી સોંપવામાં આવી છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે પરેશ પીપળિયાની નિમણૂક કરવામાં આવી છે, જેઓ લેઉવા પાટીદાર સમાજમાંથી આવે છે. શાસક પક્ષના નેતા તરીકે હિરેન ખીમાણીયા અને દંડક તરીકે સંજયસિંહ રાણાને જવાબદારી સોંપવામાં આવી છે, જે રાજકોટ મહાનગરપાલિકાની નવી ભાજપ ટીમનો ભાગ છે.

ડો. નેહલ શુક્લને છેલ્લી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ટિકિટ મળી હતી અને હવે તેઓ મેયર પદ પર પહોંચ્યા છે. રાજકીય વર્તુળોમાં આ નિમણૂકો પાછળ રૂપાણી જૂથનો ફરીથી દબદબો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. અંજલીબેન રૂપાણી, નિતિન ભારદ્વાજ અને કશ્યપ શુક્લ જૂથના પ્રભાવ હેઠળ આ પદો સોંપાયા હોવાનું મનાય છે. તેવી જ રીતે, પ્રદેશ ભાજપ મહામંત્રી પ્રશાંત કોરાટે પણ ડો. નેહલ શુક્લને મેયર બનાવવા માટે લોબિંગ કર્યું હોવાની ચર્ચા છે.

મેયર ડો. નેહલ શુક્લે પોતાની પ્રાથમિકતાઓ સ્પષ્ટ કરતા જણાવ્યું હતું કે તેઓ કોર્પોરેશનના ખર્ચના બજેટમાં મહત્તમ કાપ લાવવા માટે અધિકારીઓ સાથે સમીક્ષા કરશે અને કઈ રીતે ખર્ચ ઘટાડી શકાય તે માટે પ્રયત્નો કરશે. આ ઉપરાંત, શહેરમાં જ્યાં સ્ટ્રોંગ વોટર લાઈન નાખવાની જરૂર છે, ત્યાં વહેલી તકે કામ થાય તે માટે અધિકારીઓને સૂચના આપીને પ્રયત્ન કરવામાં આવશે. ભૂતકાળમાં ઘણી જગ્યાએ આ કામગીરી થઈ છે, પરંતુ હજુ પણ જ્યાં જરૂરિયાત છે ત્યાં ધ્યાન અપાશે.

ડો. નેહલ શુક્લે મેયરનું પદ સંભાળતી વખતે જણાવ્યું હતું કે રાજકોટની જનતા ભારતીય જનતા પાર્ટી પાસેથી જે અપેક્ષાઓ સેવી રહી છે, તે અપેક્ષાઓ પરિપૂર્ણ કરવાની જવાબદારી તેમની ટીમ ઉપર આવી છે. તેમણે પક્ષનો હૃદયપૂર્વક આભાર માનીને આ જવાબદારીનું વહન કરવા માટે સંપૂર્ણ તૈયારી અને ઉત્સુકતા વ્યક્ત કરી હતી. તેમણે ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ખાડી દેશોના યુદ્ધને કારણે કરકસરના પગલાં લેવાની જાહેરાત અને દેશને વિનંતીનો ઉલ્લેખ કર્યો હતો. ગુજરાત સરકારના મુખ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રી સહિત સૌએ જ્યારે કરકસરના પગલાંને અપનાવ્યા છે, ત્યારે રાજકોટ મહાનગરપાલિકામાં પણ વાહન ખર્ચ સહિતના બિનજરૂરી ખર્ચમાં કાપ મૂકવાની પ્રતિબદ્ધતા તેમણે દર્શાવી હતી.

રાજકોટ ડેરીએ દૂધ ખરીદીના ભાવમાં કર્યો વધારો, જુઓ Video

Follow Us
પરિવારમાં આવશે ઉત્સાહ અને ખુશીઓ, અચાનક બિઝનેસ ટ્રિપથી થશે મોટો ફાયદો
પરિવારમાં આવશે ઉત્સાહ અને ખુશીઓ, અચાનક બિઝનેસ ટ્રિપથી થશે મોટો ફાયદો
અમદાવાદમાં ગરીબનગર ચાર રસ્તા પાસે ગંભીર અકસ્માત, યુવતીનું મોત
અમદાવાદમાં ગરીબનગર ચાર રસ્તા પાસે ગંભીર અકસ્માત, યુવતીનું મોત
અમદાવાદમાં ગેરકાયદે પાર્કિંગ પર AMCનો સકંજો
અમદાવાદમાં ગેરકાયદે પાર્કિંગ પર AMCનો સકંજો
સાબરકાંઠા: ખાતર વિતરણ માટેની મોબાઈલ એપ બની માથાનો દુખાવો
સાબરકાંઠા: ખાતર વિતરણ માટેની મોબાઈલ એપ બની માથાનો દુખાવો
બોટાદમાં મધુ નદીમાં કચરો ઠલવાતા સ્થાનિકોમાં ભારે રોષ, પૂરની ભીતિ
બોટાદમાં મધુ નદીમાં કચરો ઠલવાતા સ્થાનિકોમાં ભારે રોષ, પૂરની ભીતિ
દ્વારિકાના નાથના અનેરા ભક્તની આકરી ભક્તિ, દંડવત કરી દ્વારકા પહોંચશે
દ્વારિકાના નાથના અનેરા ભક્તની આકરી ભક્તિ, દંડવત કરી દ્વારકા પહોંચશે
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી કેમ્પસ સુધી પહોંચ્યો દીપડો
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી કેમ્પસ સુધી પહોંચ્યો દીપડો
અમદાવાદમાં રિક્ષા મુસાફરી મોંઘી થઈ: મિનિમમ અને પ્રતિ કિમી ભાડું વધ્યું
અમદાવાદમાં રિક્ષા મુસાફરી મોંઘી થઈ: મિનિમમ અને પ્રતિ કિમી ભાડું વધ્યું
ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી, 48 કલાકમાં મુંબઈમાં ચોમાસાની એન્ટ્રી
ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી, 48 કલાકમાં મુંબઈમાં ચોમાસાની એન્ટ્રી
ખેતરોમા વીજ પોલ નાખવાના વિવાદ વચ્ચે કોંગ્રેસ નેતાએ આપ્યો વૈકલ્પિક રૂટ
ખેતરોમા વીજ પોલ નાખવાના વિવાદ વચ્ચે કોંગ્રેસ નેતાએ આપ્યો વૈકલ્પિક રૂટ
g clip-path="url(#clip0_868_265)">