Breaking News : તિહાડ જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની કસ્ટડી ગુજરાત ATSને મળી, દાણચોરીના કેસમાં ટ્રાન્ઝિટ કસ્ટડી મંજૂર

Ahmedabad News : ગુજરાત ATSને ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની કસ્ટડી મળી ગઇ છે. ગુજરાત ATSને કાયદાકીય કબ્જો આપવા માટે કોર્ટે પરવાનગી પણ આપી દીધી છે. દિલ્લીની પટિયાલા હાઉસ કોર્ટે લોરેન્સ બિશ્નોઈની ટ્રાન્ઝિટ કસ્ટડી મંજૂર કરી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 24, 2023 | 2:20 PM

દેશના પંજાબ, હરિયાણા, દિલ્હી અને રાજસ્થાન સહિતના રાજ્યોમાં આતંક ફેલાવનારા લોરેન્સ બિશ્નોઇ ફરતે ગાળિયો કસાયો છે. ગુજરાત ATSને ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની કસ્ટડી મળી ગઇ છે. ગુજરાત ATSને કાયદાકીય કબ્જો આપવા માટે કોર્ટે પરવાનગી પણ આપી દીધી છે. દિલ્લીની પટિયાલા હાઉસ કોર્ટે લોરેન્સ બિશ્નોઈની ટ્રાન્ઝિટ કસ્ટડી મંજૂર કરી છે. સરહદ પાર દાણચોરીના કેસમાં લોરેન્સ બિશ્નોઈની ટ્રાન્ઝિટ કસ્ટડી મંજૂર કરાઇ છે.

આ પણ વાંચો- Gujarati Video: રાજકોટમાં વધુ એક યુવકનું હાર્ટ એટેકથી મોત, 19 વર્ષિય યુવકને કાર્ડિયાક અરેસ્ટ આવતા નિપજ્યું મોત

ગુજરાત ATSને ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની મળી કસ્ટડી

લોરેન્સ બિશ્નોઇ હાલમાં તિહાડ જેલમાં બંધ છે. ગુજરાત ATSને કાયદાકીય કબજો આપવા કોર્ટે પરવાનગી આપી દીધી છે. ગુજરાત ATSની તપાસમાં NDPSના કેસમાં લોરેન્સનું નામ ખુલ્યું છે. ગુજરાતમાં ડ્રગ્સ ઘુસાડવાના કેસમાં પોલીસે અગાઉ 6 પાકિસ્તાની સહિત આઠ લોકોને પકડ્યા હતાં. ગુજરાત એટીએસે હવે પ્રોડક્શન વોરન્ટ જાહેર કર્યું છે.ગુજરાતના NDPSના એક કેસમાં પુછપરછની માંગ કરવામાં આવી હતી આ મામલે ગુજરાત ATS ડ્રગ્સના કાળા કારોબારનો વધુ પર્દાફાશ કરી શકે છે.

લોરેન્સ બિશ્નોઈએ સલમાન ખાન અને સંજય રાઉતને આપી હતી ધમકી

ઉલ્લેખનીય છે કે પંજાબ, હરિયાણા, દિલ્હી અને રાજસ્થાન સહિતના રાજ્યોમાં આતંક મચાવનાર લોરેન્સ બિશ્નોઈએ અભિનેતા સલમાનખાન, ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેનાના સંજય રાઉત, અભિનેત્રી રાખી સાવંત સહિત સુરતમાં પણ વેપારીઓને ધમકીઓ આપી છે.

એટીએસને શંકા છે કે લોરેન્સના સાગરિતો સરહદ પાર હથિયારોની દાણચોરી કરે છે. આ પહેલા પણ લોરેન્સને તેના પાક કનેક્શનને લઈને પૂછપરછ કરવામાં આવી છે. લોરેન્સ એક મહિના માટે ANIના રિમાન્ડમાં હતો ત્યારે તેની પૂછપરછ કરવામાં આવી હતી.

(વિથ ઇનપુટ-હરીન માત્રાવાડીયા, અમદાવાદ)

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">