Rajkot: રાજકોટના રેલનગર અંડરબ્રિજમાં વગર વરસાદે ભરાયા પાણી, રોષે ભરાયેલા લોકોએ કહ્યું “મેયર ચાલીને નીકળે તો સમસ્યા દેખાય”

Rajkot: રાજકોટનો રેલનગર અંડરબ્રિજમાં વગર વરસાદે પાણી ભરાયેલા રહે છે. લોકોની સુવિધા માટે બનાવાયેલા આ બ્રિજમાંથી તળિયામાંથી જ સરવાણી ફુટી રહી છે. બ્રિજની દીવાલમાંથી પાણી ટપકે છે. અહીંથી નીકળવામાં લોકોને પારાવાર હાલાકી સહન કરવી પડે છે. બ્રિજ બન્યાના પાંચ વર્ષ વિતવા છતા પાણી ભરાવાની સમસ્યા તંત્ર દૂર નથી કરી શક્યુ.

Rajkot: રાજકોટના રેલનગર અંડરબ્રિજમાં વગર વરસાદે ભરાયા પાણી, રોષે ભરાયેલા લોકોએ કહ્યું મેયર ચાલીને નીકળે તો સમસ્યા દેખાય
Follow Us:
Mohit Bhatt
| Edited By: | Updated on: Jul 18, 2023 | 7:12 PM

Rajkot: રાજકોટમાં રેલનગર અંડર બ્રિજ સુવિધાઓની જગ્યાએ દુવિધાઓનો બ્રિજ બન્યો છે. શહેરમાં નવા વિકસતા વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા મુક્ત કરવા માટે રેલવે અને મહાનગરપાલિકાએ કરોડો રૂપિયાના ખર્ચે બ્રિજ તૈયાર કરવામાં આવ્યો હતો, પરંતુ બ્રિજ તૈયાર થયો ત્યારથી આ બ્રિજમાં પાણી ભરાવાની સમસ્યા છે. વરસાદ હોય કે ન હોય બ્રિજમાં પાણી સતત ભરાયેલું રહે છે. વિપક્ષનો આરોપ છે કે ડિઝાઈનમાં ભૂલ હોવાને કારણે બ્રિજની ડિઝાઈન ગમે ત્યારે તૂટી જાય તેવી શક્યતા છે.

તળિયામાંથી સરવાણી ફૂટી રહી છે, બ્રિજની દિવાલમાંથી પાણી નીકળી રહ્યું છે

એકની એક સમસ્યાથી ત્રસ્ત સ્થાનિકો કહી રહ્યા છે કે મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન એકવાર કારમાંથી નીચે ઉતરે તો તેમને સામાન્ય લોકોની સમસ્યાનું ભાન થાય. રાજકોટનો રેલનગર અંડરબ્રિજનું તત્કાલિન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વર્ષ 2017માં લોકાર્પણ કર્યુ હતુ. પરંતુ પ્રથમ ગ્રાસે જ મક્ષિકા જેવો ઘાટ ઘડાયો હતો. અહીં પહેલા વરસાદમાં જ અહીં પાણી ભરાવાની શરૂઆત થઈ હતી અને પાંચ પાંચ વર્ષ વિતવા છતા આ અંડરબ્રિજમાં પાણી ભરાવાની સમસ્યા દૂર થઈ નથી. અહીં છત પરથી પાણી ટપકી રહ્યું છે. ત્યારે તંત્રની નિયત સામે પણ સવાલ ઉઠી રહ્યા છે.

વિપક્ષે બ્રિજની ડિઝાઈન જ ભૂલ ભરેલી હોવાનો લગાવ્યો આરોપ

કોંગ્રેસના નેતાએ પાણી ભરાવાની સમસ્યાને ઈજનેરોની અણઆવડત હોવાનું કહ્યું હતું. કોંગ્રેસના નેતા અશોકસિંહ વાઘેલાએ કહ્યું હતું કે આ બ્રિજમાં 12 મહિનામાં કામ પૂર્ણ કરવાનું હતું તે કામ 6 વર્ષે પૂર્ણ થયું હતું. અધિકારીઓએ ડિઝાઈનમાં ભૂલ કરવાને કારણે પાણીનો નિકાલ થતો નથી એટલું જ નહીં આસપાસની દીવાલોમાં વૃક્ષો ઉગવાને કારણે ગમે તે ઘડીએ દીવાલ પડવાનો ભય છે. વરસાદી પાણીના નિકાલ માટે મહાનગરપાલિકાએ લાખો રૂપિયાની ફાળવણી કરી છે, પરંતુ તેમ છતા પરિણામ શૂન્ય છે.

અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે

આ પણ વાંચો : Breaking News : રાજકોટના હીરાસર એરપોર્ટનું 27 જુલાઇએ PM મોદીના હસ્તે થશે લોકાર્પણ, તૈયારીઓને અપાયો આખરી ઓપ

આ મુદ્દે રાજકોટના મેયર પ્રદિપ ડવે દાવો કર્યો હતો કે મહાનગરપાલિકાના ધ્યાને આ વાત આવી છે. મહાનગરપાલિકા દ્વારા 60 લાખ રૂપિયાના ખર્ચે સીસી રોડ અને પમ્પિંગ મશીન લગાવવમાં આવશે. જેથી પાણી ભરાવાની સમસ્યા દૂર થશે. મહત્વનું છે કે આ બ્રિજ પર દરરોજ લાખો વાહનો પસાર થાય છે. પાણી ભરાવાને કારણે લોકો પરેશાન છે, પરંતુ તંત્રના પેટનું પાણી હલતું નથી. હવે જોવાનું રહેશે રેલનગરના રહિશોને આ સમસ્યામાંથી ક્યારે મુક્તિ મળે છે.

રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">