Rajkot: સગીરાની હત્યા કરનાર આરોપીનો કેસ કોઇ વકીલ નહિ લડે, બર્બરતા ભરેલા કૃત્યની મળશે કડક સજા !
રાજકોટમાં 13 વર્ષીય સગીરાની હત્યા કેસમાં પોલીસ આરોપીની શોધખોળ કરી રહી છે. જેની વચ્ચે રાજકોટ બાર એસોસિએશન દ્રારા ઠરાવ કરવામાં આવ્યો છે કે આ આરોપી પકડાય જે બાદ તેનો કેસ કોઈ લડશે નહીં.

Rajkot: અમૂલ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં 13 વર્ષીય સગીરાની હત્યા કેસમાં પોલીસ આરોપીની શોધખોળ કરી રહી છે. દરમિયાન રાજકોટ બાર એસોસિએશન દ્રારા ઠરાવ કર્યો છે જેમાં બાર એસોસિએશન દ્રારા સગીરની બર્બરતા પૂર્વક હત્યા કરનાર આરોપીનો કેસ એકપણ વકીલ નહિ લડે. આ કેસમાં પોલીસ દ્રારા આરોપીની શોધખોળ ચાલુ છે પરંતુ હજુ આરોપીની નક્કર કડી મળી નથી.
બાર એસોસિએશને ઘટનાને વખોડી
રાજકોટ બાર એસોસિએશનના સેક્રેટરી દિલીપ જોષીએ પોતાની યાદીમાં જણાવ્યું હતું કે, રાજકોટમાં 13 વર્ષની બાળકી સાથે થયેલું કૃત્યને બાર એસોસિએશન સખ્ત શબ્દોમાં વખોડી કાઢે છે. આ ઘટનામાં આરોપી પકડાય ત્યારે રાજકોટના એકપણ વકીલ આરોપી તરફે કેસ નહિ લડે તેવો ઠરાવ કરવામાં આવ્યો છે. તથા તમામ વકીલોને આ ઠરાવનું અમલીકરણ કરલા સૂચના આપવામાં આવી છે.
35થી વધારે લોકોની કરાઇ પૂછપરછ
રાજકોટ પોલીસ દ્રારા આરોપીઓની શોધખોળ માટે SITની રચના કરવામાં આવી છે. આ કેસમાં પોલીસે 35 જેટલા શકમંદોની અટકાયત કરીને તેની સઘન પુછપરછ કરવામાં આવી રહી છે. જે શખ્સોની પુછપરછ કરવામાં આવી છે તેમાં સગીરાની આસપાસના રહેવાસીઓ, ભૂતકાળમાં તેના સંપર્કમાં આવેલા વ્યક્તિઓ સહિતના લોકોની પુછપરછ કરવામાં આવી રહી છે.
આજી ડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા અમૂલ ઇન્ડસ્ટ્રીઝ નામના કારખાનામાંથી 13 વર્ષીય સગીરનો મૃત દેહ મળી આવી હતી. ત્યારે ફોરેન્સિક PMના પ્રાઇમરી રિપોર્ટમાં તરુણીના માથાના ભાગે બોથડ પદાર્થ મારી હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. વધુમાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમનો પ્રાથમિક રિપોર્ટ સામે આવ્યો, જેમાં સગીરાના માથાના ભાગે બોથડ પદાર્થ ઝીંકીને હત્યા કરાઇ હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો : રાજકોટમાં નિર્ભયાકાંડ – સગીરાની હત્યા પહેલા કરાયું હતું આ કૃત્ય, PM રિપોર્ટમાં ખુલાસો
આ ઉપરાંત કિશોરીના ગુપ્તાંગમાં સળિયાથી ઇજા પહોંચાડવામાં આવી હોય તેવું પ્રાથમિક રીતે સામે આવ્યું છે. પોલીસે એવું તારણ કાઢ્યું છે કે આ કિશોરીની હત્યા કર્યા પહેલા તેના પર અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો. હાલમાં પોલીસે વધુ પુરાવા એકત્ર કરવા માટે પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઇ રહી છે સાથે સાથે આ કેસમાં વધુ વૈજ્ઞાનિક પુરાવા એકઠા કરવા માટે એફએસએલની મદદ લેવામાં આવી છે. આ બર્બરતા ભર્યું કૃત્ય કરનાર આરોપીનો કેસ હવે કોઈ વકીલ નહીં લડે તેવી બાર એસોસિએશને ઠરાવ કર્યો છે.
રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો