રાજકોટના ભાદર-1 ડેમના ઓવરફ્લોનો આકાશી નજારો સામે આવ્યો, જુઓ વિડીયો

રાજકોટના ભાદર 1 ડેમના 29 દરવાજા ખોલવામાં આવ્યા છે. તેવા સમયે ભાદર 1 ડેમનો અદભૂત આકાશી નજારો સામે આવ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 30, 2021 | 8:35 AM

ગુજરાતમાં(Gujarat) સૌરાષ્ટ્રનો બીજા નંબરનો મોટો ડેમ ભાદર 1(Bhadar-1 Dam)ડેમ છલકાયો છે. જયારે રાજકોટના(Rajkot) ભાદર 1 ડેમના 29 દરવાજા ખોલવામાં આવ્યા છે. તેવા સમયે ભાદર 1 ડેમનો અદભૂત આકાશી નજારો સામે આવ્યો છે. ભાદર 1 ડેમ ના 29 દરવાજા આકાશમાંથી જોતા વહી રહેલ પાણી ને જોતા કોઈ મોટો ધોધ પડી રહ્યો હોય તેવું લાગી રહ્યું હતું .

આ ડેમ ના દરવાજા માંથી વહી રહેલ પાણી ઉંચા આકાશ માંથી જોતા ધુંવાધાર નો ધોધ હોય તેવું લાગી રહ્યું છે . ઓવરફ્લો ડેમને ઉપર આકાશ માંથી જોતા એક તરફ દરિયા ઘૂઘવતો હોય એન બીજી તરફ તેના મોજા આવતા હોય તેવું લાગી રહ્યું હતું.

ગુજરાતમાં( Gujarat)સતત વરસી રહેલા વરસાદ(Rain) અને હજુ પણ બે દિવસ ભારે વરસાદની આગાહીના પગલે રાજયની મોટા ભાગની નદીઓ અને ડેમોમાં પાણીની આવક વધી છે. જયારે સૌરાષ્ટ્રનો બીજા નંબરનો ભાદર -1 ડેમ(Bhadar Dam -1 )સંપૂર્ણ ભરાયો છે. જો કે તેના ઉપરવાસના વિસ્તારોના હજુ પણ વરસાદ વરસી રહ્યો છે જેના પગલે હજુ પણ પાણીની આવક વધી શકે છે.

જેના પગલે રાજકોટના ભાદર 1 ડેમના તમામ દરવાજા ખોલવામાં આવ્યા છે. હાલ ભાદર 1 ડેમના 29 દરવાજા 6 ફૂટ ખોલવામાં આવ્યા છે. તેમજ ડેમમાં અત્યારે 57400 ક્યુસેક પાણીની આવક સામે 57400 ક્યુસેક પાણીની જાવક છે. જેના પગલે નીચાણવાળા વિસ્તારના – 22 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. જેતપુરમાં ભારે વરસાદથી દરવાજા ખોલવાની ફરજ પડી છે.

આ પણ વાંચો : ગુજરાતમાં વાવાઝોડાની અસરના પગલે બે દિવસ ભારે વરસાદની આગાહી, એનડીઆરએફની 17 ટીમ તૈનાત

આ પણ વાંચો: જૂનાગઢના વિસાવદરમાં 6 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો, દામોદર કુંડ છલકાયો

Follow Us:
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
g clip-path="url(#clip0_868_265)">