જૂનાગઢના વિસાવદરમાં 6 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો, દામોદર કુંડ છલકાયો
જૂનાગઢમાં ગીરનારના જંગલમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જેના લીધે સોનરખ નદીમાં પુર આવ્યું છે. તેમજ સોનરખ નદીમાં પુર આવતા દામોદર કુંડ છલકાયો છે.
ગુજરાતમાં(Gujarat)સતત વરસી રહેલા વરસાદ(Rain)વચ્ચે જૂનાગઢના(Junagadh)વિસાવદરમાં 6 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. જેના લીધે વિસાવદરમાં ઠેર ઠેર પાણી ભરાયા છે. આ ઉપરાંત ભારે વરસાદના પગલે નરસિંહ મહેતા સરોવર ઓવરફ્લો થતા રોડ પર પાણી ભરાયા છે. જ્યારે જૂનાગઢને પીવાનું પાણી પૂરું પાડતો વિલિંગ્ડન ડેમ ઓવરફ્લો છે. જેમાં વરસાદની સિઝનમાં આ ડેમ બીજી વાર ઓવરફ્લો છે.
ગીરનાર અને દાતારના જંગલમાં વધુ વરસાદ પડતાં વિલિંગડનમાં નવા નીર આવ્યા છે. જ્યારે જૂનાગઢમાં ગીરનારના જંગલમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જેના લીધે સોનરખ નદીમાં પુર આવ્યું છે. તેમજ સોનરખ નદીમાં પુર આવતા દામોદર કુંડ છલકાયો છે. જયારે જૂનાગઢ શહેરમાં ઠેર ઠેર પાણી ભરાયા છે.
જૂનાગઢ જિલ્લામાં વરસાદ મન મૂકી પડી રહયો છે. જેના લીધે બાદલપરા ઓઝત 2 ડેમના 6 દરવાજા બે ફૂટ ખોલવામાં આવ્યા છે. તેમજ
પાણીની વધુ આવક વધશે તો વધુ દરવાજા ખોલવામાં આવશે. જ્યારે વંથલી અને માણાવદર તાલુકાના નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. જેના પગલે ઘેડના ગામોની ચિંતામાં વધારો થયો છે.
આ પણ વાંચો : પોરબંદરના વર્તુ 2 ડેમના 4 ગેટ ખોલવામાં આવ્યા, નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા
આ પણ વાંચો : CM ભુપેન્દ્ર પટેલ સામે ચૂંટણીપંચમાં ફરિયાદ, AMCની ઇસનપુર વોર્ડ પેટાચૂંટણી મામલે ફરિયાદ કરાઈ