Rajkot: રાજકોટના નવા મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને લઈને લોબિંગનો ધમધમાટ, કોણ બનશે મહાનગરપાલિકાના સુકાની -વાંચો
Rajkot: રાજકોટ મહાનગરપાલિકાના નવા સુકાની કોણ તેને લઈને ચર્ચાનો દૌર ચાલી રહ્યો છે. હાલમાં મેયર, ડેપ્યુટી મેયર, કમિટી ચેરમેન, શાસ્ક પક્ષના નેતા અને દંડકના નામો ચર્ચામાં છે. નવા મેયરને લઈને લોબિંગનો ધમધમાટ છે. મહિલા નગરસેવકોના પતિ દ્વારા ધારાસભ્યો, સાંસદો સુધી ભલામણો શરૂ કરવામાં આવી છે.
Rajkot: રાજકોટ મહાનગપરપાલિકાનું આવતીકાલે જનરલ બોર્ડ મળવાનું છે.આ જનરલ બોર્ડમાં મહાનગરપાલિકાના નવા પદાધિકારીઓના નામોની જાહેરાત કરવામાં આવશે. નવા નામોની જાહેરાત થાય તે પહેલા દરેક કોર્પોરેટર દ્રારા પોતાના માટે લોબિંગ કરી રહ્યા છે. હાલમાં મેયર,ડેપ્યુટી મેયર,સ્ટેન્ડિંગ કમીટી ચેરમેન,શાસક પક્ષના નેતા અને દંડકના નામો અંગે અનેક નામો ચર્ચામાં છે, પરંતુ ભાજપ સરપ્રાઈઝ આપવા માટે જાણીતું છે.જો કે એકવાત નક્કી છે કે જે પણ નામ સામે આવશે તે લોકસભાની ચૂંટણી પહેલા દરેક જ્ઞાતિ સમીકરણને ધ્યાનમાં રાખીને કરવામાં આવશે. રાજકોટના નવા મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનને લઈને લોબિંગનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. મહિલા નગરસેવકોના પતિદેવો દ્વારા ધારાસભ્યો, સાંસદો સુધી ભલામણો શરૂ કરાઈ છે.
કોણ છે મેયર પદના દાવેદારો ?
- ડૉ દર્શનાબેન પંડ્યા
- જ્યોત્સનાબેન ટીલાળા
- નયનાબેન પેઢડિયા
- ભારતીબેન પરસાણા
- વર્ષાબેન રાણપરા
કોણ છે ડેપ્યુટી મેયર પદના દાવેદારો ?
- નીતિન રામાણી
- ચેતન સુરેજા
- ડો. અલ્પેશ મોરઝરીયા
- પરેશ પીપળિયા
- નિલેશ જલું
કોણ છે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પદના દાવેદારો ?
- મનીષ રાડીયા
- દેવાંગ માંકડ
- અશ્વિન પાંભર
- નેહલ શુક્લ
- જયમીન ઠાકર
કોણ છે શાસક પક્ષના નેતાના દાવેદારો ?
- નરેન્દ્રસિંહ વાઘેલા
- નિલેશ જલું
- બાબુ ઉધરેજા
- કેતન પટેલ
- નીતિન રામાણી
મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પદ પર સૌ કોઈની નજર સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો નક્કી થયા બાદ જેમાંથી ચેરમેન ચૂંટવામાં આવશે.
મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન માટે લોબીંગ
રાજકોટ મહાનગરપાલિકાના નવા હોદ્દેદાનો નિમણૂક પહેલા બે મહત્વના હોદ્દાઓ પર સૌથી વધારે લોબીંગ કરવામાં આવી રહ્યું છે. જેમાં મેયર પદ અને સ્ટેન્ડિંગ કમીટી પદ,આ બંન્ને પદમાં જ્ઞાતિ પ્રમાણે લોબીંગ કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીની સ્થિતિને જોતા આ બંન્ને પદમાં પાટીદાર અને બ્રાહ્મણ કોર્પોરેટરને સ્થાન મળે તેવી શક્યતા છે.જો મેયર પદ પાટીદાર સમાજના ફાળે જાય તો ચેરમેન પદ પર બ્રાહ્મણ ઉમેદવાર આવી શકે છે. આ ઉપરાંત ડેપ્યુટી મેયર,દંડક અને શાસક પક્ષના નેતા તરીકે અલગ અલગ સમાજના લોકોને સ્થાન મળી શકે છે. જે ઉમેદવારોના નામ સૌથી વધારે ચર્ચામાં છે તેવા ઉમેદવારો દ્રારા ધારાસભ્ય,સંસદસભ્યથી લઇને સંગઠનના હોદ્દેદારો અને સિનિયર આગેવાનો સુધી પોતાનું લોબિંગ કરાવી રહ્યા છે.જો કે ભાજપ કોના પર પસંદગી ઉતારે છે તે આવતીકાલે ખબર પડશે.
રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો