Breaking News : રાજકોટના હીરાસર એરપોર્ટનું 27 જુલાઇએ PM મોદીના હસ્તે થશે લોકાર્પણ, તૈયારીઓને અપાયો આખરી ઓપ

હીરાસર એરપોર્ટનું (Hirasar Airport) 27 જુલાઇએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (Prime Minister Narendra Modi) હસ્તે લોકાર્પણ થઇ શકે છે. જિલ્લા કલેકટર દ્વારા હીરાસર એરપોર્ટને લઇને તમામ તૈયારીઓને આખરી ઓપ અપાયો છે.

Breaking News : રાજકોટના હીરાસર એરપોર્ટનું 27 જુલાઇએ PM મોદીના હસ્તે થશે લોકાર્પણ, તૈયારીઓને અપાયો આખરી ઓપ
Follow Us:
Mohit Bhatt
| Edited By: | Updated on: Jul 18, 2023 | 9:19 AM

Rajkot : રાજકોટના હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટને (Hirasar International Airport) લઇને ખૂબ જ મોટા સમાચાર સામે આવ્યા છે. જેની આતુરતાથી રાહ જોવાઇ રહી હતી તે હીરાસર એરપોર્ટનું (Hirasar Airport) 27 જુલાઇએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (Prime Minister Narendra Modi) હસ્તે લોકાર્પણ થઇ શકે છે. જિલ્લા કલેકટર દ્વારા હીરાસર એરપોર્ટને લઇને તમામ તૈયારીઓને આખરી ઓપ અપાયો છે.

જાણો શું છે આ એરપોર્ટની ખાસિયત

હીરાસર એરપોર્ટ  રાજકોટથી 30 કિલોમીટરના અંતરે આવેલું છે. આ એરપોર્ટને 1032 હેક્ટર વિસ્તારમાં વિકસાવવામાં આવ્યું છે. જેમાં પેસેન્જર ટર્મિનલ વિસ્તાર 23 હજાર ચોરસ મીટરનો છે અને 14 પાર્કિંગ સ્ટેન્ડ બનાવવામાં આવ્યા છે. હીરાસર એરપોર્ટથી સૌરાષ્ટ્રના કુલ 12 જિલ્લાઓને ફાયદો થશે. કેમ કે આ વિસ્તાર મેન્યુફેક્ચરિંગ પ્રવૃત્તિઓનું મોટું કેન્દ્ર છે, જે એર કનેક્ટિવિટી પર નિર્ભર છે. સિલ્ક પ્રોડક્ટ્સ અને સિરામિક પ્રોડક્ટ્સની સાથે અમારી મેન્યુફેક્ચરિંગ પ્રોડક્ટ્સ આ ક્ષેત્રમાં ઝડપથી આગળ વધી શકે છે.

7 બોર્ડિંગ ગેટની સુવિધા

એરપોર્ટ પર સાત બોર્ડિંગ ગેટ હશે, જેમાંથી ત્રણ એરોબ્રિજ હશે અને ત્રણ કન્વેયર બેલ્ટ હશે. હીરાસર એરપોર્ટ આંતરરાષ્ટ્રીય હોવાથી અહીં બે કસ્ટમ કાઉન્ટર સાથે 8 ઈમિગ્રેશન કાઉન્ટર હશે. આ એરપોર્ટની ખાસિયત એ પણ છે કે તે આપેલી સમયમર્યાદામાં 1280 થી વધુ મુસાફરોની વ્યવસ્થા કરવામાં સક્ષમ હશે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

2017માં પીએમ મોદીએ શિલાન્યાસ કર્યો હતો

વડાપ્રધાન માટે એવુ કહેવામાં આવે છે કે તેઓ જે કામનું ખાતમુહૂર્ત કરે છે તે જ કામનો શિલાન્યાસ કે લોકાર્પણ પણ તેઓ જ કરતા હોય છે. 2017માં વડાપ્રધાન મોદીએ શિલાન્યાસ કર્યો હતો. હવે તેમના હસ્તે જ હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટનું લોકાર્પણ થશે. સૌરાષ્ટ્ર વિસ્તારમાં વિવિધ ઉદ્યોગો માટે હીરાસર એરપોર્ટ ગુજરાતના લોજિસ્ટિક્સ માટે સમય અને ખર્ચ સંબંધિત ઉકેલ લાવશે. મોદી સરકાર દ્વારા વર્ષ 2018માં હીરાસર એરપોર્ટ માટે 1405 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ પ્રોજેક્ટનો વર્ષ 2017માં શિલાન્યાસ કર્યો હતો. આ એરપોર્ટ રાજકોટ શહેરની મધ્યમાં આવેલુ છે અને તેની આસપાસ કોમર્શિયલ અને રહેણાંક ઈમારતોને કારણે ઘણા નિયંત્રણો લાદવામાં આવ્યા છે. તે એરબસ 320, બોઇંગ 737-800 કરતાં મોટા એરક્રાફ્ટની સેવા કરવામાં અસમર્થ છે.

રાજકોટ સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

g clip-path="url(#clip0_868_265)">