Rajkot: રાજકોટમાંથી ઝડપાયુ ગેસ રિફિલિંગનું કૌભાંડ, 37 ગેસ સિલિન્ડર સાથે બે શખ્સોની ધરપકડ

Rajkot: રાજકોટ પોલીસે ગેસ સિલિન્ડરમાં છેતરપિંડી કરી ગેરકાયદે ગેસ રિફિલિંગનું કૌભાંડ ઝડપી પાડ્યુ છે. આ કૌભાંડમાં સામેલ 37 શખ્સોની પોલીસે ધરપકડ કરી છે. તેમની પાસેથી 3.24 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

Rajkot: રાજકોટમાંથી ઝડપાયુ ગેસ રિફિલિંગનું કૌભાંડ, 37 ગેસ સિલિન્ડર સાથે બે શખ્સોની ધરપકડ
Follow Us:
Mohit Bhatt
| Edited By: | Updated on: Jul 28, 2023 | 11:48 PM

Rajkot:  જો આપના ઘરે ગેસ સિલીન્ડર આવતું હોય તો તેના વજનની ચકાસણી અવશ્ય કરી લેજો,ક્યાંક આપની સાથે કોઈ છેતરપિંડી તો નથી થતીને! રાજકોટ પોલીસે ગેસ સિલીન્ડર (Cylinder)માં છેતરપિંડી કરીને ગેરકાયદે રીતે રિફિલિંગ કરતા બે શખ્સોને પકડી પાડ્યા છે. આ શખ્સો પાસેથી ખાલી અને ભરેલા મળીને કુલ 37 જેટલા ગેસના સિલીન્ડર સાથે બે શખ્સોની ધરપકડ કરી છે અને તેની પાસેથી 3.24 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

તરઘડિયા ગામના રસ્તે કરતા હતા રીફિલીંગ

રાજકોટની કુવાડવા પોલીસ પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન બાતમી મળી હતી કે તરઘડિયા ગામની સીમમાં નંદ ગોપાલ ગેસ એજન્સી આવેલી છે. તેની બહારના રસ્તે બે શખ્સો દ્રારા કોઈપણ જાતના આધાર પરવાના વગર માનવ જીંદગી જોખમાય તે રીતે રીફિલિંગ કરવામાં આવી રહ્યું છે. જેના આધારે પોલીસે દરોડો કર્યો ત્યારે દેવા ઉર્ફે ચનો બાંભવા અને ભરત બકુત્રા નામના શખ્સોને રંગે હાથ પકડી પાડ્યા હતા.

આ બંન્ને શખ્સો એજન્સીઓ દ્રારા આપવામાં આવેલા ગેસના સિલિન્ડરો ગ્રાહકને આપતા પહેલા તેમાંથી ગેરકાયદેસર રિફલીંગ કરી લેતા હતા અને બાદમાં આ રિફલીંગથી ભરાયેલા ગેસના બાટલાની કાળા બજારી કરતા હતા. જેના આધારે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે દરોડો કર્યા બાદ પુરવઠા અધિકારી અને તોલમાપના અધિકારીને પણ સાથે રાખ્યા હતા અને તેની પાસે જરૂરી કાર્યવાહી હાથ ધરીને બંન્ને શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

આ પણ વાંચો : Rajkot: કેકેવી હોલ બ્રિજનું પીએમ મોદી દ્વારા લોકાર્પણ, મેયરે બાઈકરાઈડ કરી બ્રિજને લોકો માટે મુક્યો ખુલ્લો

3.24 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે

પોલીસે દરોડો કર્યો ત્યારે બંન્ને શખ્સો પાસેથી ભારત ગેસ કંપનીના ભરેલા અને કોમર્શિયલ ગેસના ભરેલા અને ખાલી મળીને કુલ 37 સિલીન્ડર જેની કિંમત 74000 તથા એક મોટરકાર છકડો રિક્ષા ,મોબાઇલ ફોન અને રોકડ મળીને કુલ 3.24 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પોલીસે આ શખ્સો કેટલા સમયથી આ ગોરખધંધો ચલાવતા હતા. આ બંન્ને શખ્સો સાથે કોઇ સંકળાયેલ છે કે કેમ તે દિશામાં તપાસ શરૂ કરી છે. પોલીસે આ કિસ્સામાં લોકો સાથે છેતરપિંડી અને જીવ જોખમાય તે પ્રકારની પ્રવૃતિ કરતા ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">