Rajkot: કેકેવી હોલ બ્રિજનું પીએમ મોદી દ્વારા લોકાર્પણ, મેયરે બાઈકરાઈડ કરી બ્રિજને લોકો માટે મુક્યો ખુલ્લો

Rajkot: રાજકોટમાં ટ્રાફિકની સમસ્યા હળવી થાય તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કાલાવડ રોડ પર કેકેવી ડબલ ડેકર બ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે. પીએમ મોદીએ આ બ્રિજનું લોકાર્પણ કર્યુ છે. ત્યારે રાજકોટના મેયર અને પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષે બ્રિજ પર બાઈકની પ્રથમ રાઈડ કરી હતી.

Rajkot: કેકેવી હોલ બ્રિજનું પીએમ મોદી દ્વારા લોકાર્પણ, મેયરે બાઈકરાઈડ કરી બ્રિજને લોકો માટે મુક્યો ખુલ્લો
Follow Us:
Mohit Bhatt
| Edited By: | Updated on: Jul 27, 2023 | 11:28 PM

Rajkot: રાજકોટ શહેરમાં ટ્રાફિકની સમસ્યા હળવી થાય તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્રારા કાલાવડ રોડ પર કેકેવી હોલ ડબલ ડેકર બ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે. જેની ઘણા સમયથી રાહ જોવાતી તે કેકેવી બ્રિજનું આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્રારા આ બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું. રાજકોટ મહાનગરપાલિકા દ્રારા 129 કરોડ રૂપિયાના ખર્ચે આ બ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે. લોકાર્પણ થતાની સાથે જ રાજકોટના મેયર ડૉ.પ્રદિપ ડવ અને ભાજપના પ્રદેશ ઉપાઘ્યાક્ષ ભરત બોઘરાએ બાઇકની રાઇડ કરીને આ બ્રિજને લોકો માટે ખુલ્લો મુક્યો હતો.

ટ્રાફિકની સમસ્યામાંથી મળશે મોટી રાહત

આ બ્રિજ અંગે મેયર ડૉ.પ્રદિપ ડવે કહ્યું હતું કે રાજકોટના ગૌરવ પથ સમાન કેકેવી હોલ ડબર ડેકર બ્રિજ સૌરાષ્ટ્રનો પ્રથમ બ્રિજ છે. આ બ્રિજને કારણે રાજકોટમાં ટ્રાફિકની સમસ્યામાં મોટી રાહત મળશે.રાજકોટ મહાનગરપાલિકા દ્રારા 129 કરોડના ખર્ચે આ બ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે અને આ બ્રિજનું લોકાર્પણ પ્રધાનમંત્રીએ કરીને રાજકોટને મોટી ભેટ આપી છે. આ બ્રિજને કારણે ઔધોગિક વિસ્તારોમાં જતા લોકોને ફાયદો થશે. મેયર પ્રદિપ ડવે ટ્રાફિક ક્ષેત્રે આ મોટી ઉપલબ્ધી ગણાવી હતી.

કાલાવડ રોડ પર ટ્રાફિક થશે હળવો

રાજકોટ શહેર દિવસેને દિવસે વિકાસ પામી રહ્યું છે. જેની સાથે ટ્રાફિકની સમસ્યા પણ વધી રહી છે ત્યારે કાલાવડ રોડ પર આવેલા ઔધોગિક વિસ્તાર મેટોડા અને કાલાવડ રોડ તરફના ગ્રામ્ય વિસ્તારોને સીધો ફાયદો થશે.અગાઉ રાજકોટના કાલાવડ રોડ પર ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે કેકેવી હોલ ઓવરબ્રિજ અને જડ્ડુસ રેસ્ટોરન્ટ પાસે ઓવરબ્રિજ તૈયાર કરવામાં આવ્યો હતો અને હવે કેકેવી હોલ પર ડબલ ડેકર બ્રિજ તૈયાર કરીને કાલાવડ રોડ પર ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળશે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

આ પણ વાંચો: Rajkot: વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વિકાસની ઉડાનના પ્રતીક સમાન ઈમીટેશન આર્ટથી મઢેલા પ્લેનની અપાઈ ભેટ- જુઓ Video

કેકેવી બ્રિજની સાથે અન્ય ભેટો પણ મળી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાજકોટની મુલાકાતે હતા.ગુજરાતનું પહેલું ગ્રીનફિલ્ડ એરપોર્ટના લોકાર્પણ કર્યું તેની સાથે રાજકોટમાં કેકેવી હોલ બ્રિજનું લોકાર્પણ કર્યું હતું. તેની સાથે સૌની યોજનાની લીંક 3નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.આ ઉપરાંત રાજકોટમાં 8.39 કરોડના ખર્ચે અદ્યતન લાયબ્રેરી, 41.71 કરોડના ખર્ચે ન્યારીથી રૈયાધાર પાણીની પાઇપલાઇન, 29 કરોડના ખર્ચે સંપન્ન વોટર ટ્રિટમેન્ટ પ્લાન્ટનું લોકાર્પણ કર્યું હતું.

રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">