Rajkot: વર્લ્ડ ટૂરના નામે થઈ લાખોની છેતરપિંડી,સાયબર ક્રાઇમે રૂપિયા અપાવ્યા પરત
યશ તોગડિયા નામના વ્યક્તિ પાસેથી વર્લ્ડ ટુર પેકેજ બુક કરાવવાના બહાને સાયબર ગઠિયાઓએ 4 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હતી.આ અંગે ફરિયાદીએ રાજકોટ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી.સાયબર ક્રાઇમની નાણાકીય ફ્રોડ ડિટેકશનની ટીમે ટેકનિકલ એનાલિસિસ કરી સુઝબૂઝ દ્વારા ફરિયાદીના ₹3,00,000 પરત અપાવ્યા હતા.
હાલ ટેકનોલોજીનો યુગ ચાલી રહ્યો છે.3G,4G અને હવે 5Gનો યુગ આવી ગયો છે. ઈન્ટરનેટ દુનિયાને મોબાઈલ દ્વારા લોકોની હથેળીમાં લાવી દીધી છે.તમામ કામો મોબાઈલથી ઓનલાઈન ઈન્ટરનેટ દ્વારા થઈ રહ્યા છે.ટીકીટ બુકિંગ માટે પણ લોકોએ હવે ધક્કા ખાવા નથી પડતા.ઓનલાઇન જ લોકો દુનિયાની કોઈ પણ જગ્યાએ જવાની ટીકીટ ઓનલાઇન બુક કરાવી શકે છે.પરંતુ કેટલાક લેભગુ તત્વો આ સુવિધાનો ગેરફાયદો ઉઠાવતા હોય છે અને લોકો સાથે છેતરપિંડી આચરતા હોય છે. રાજકોટમાં એક વ્યક્તિ સાથે વર્લ્ડ ટુરના નામે લાખો રૂપિયાની છેતરપિંડી થઈ હતી.સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાતા સાયબર ક્રાઇમની ટીમે ટેકનોલોજીના ઉપયોગથી ફરિયાદીના લાખો રૂપિયા પરત અપાવ્યા છે.
વર્લ્ડ ટૂર પેકેજના નામે 4 લાખ ગુમાવ્યા
યશ તોગડિયા નામના વ્યક્તિ પાસેથી વર્લ્ડ ટુર પેકેજ બુક કરાવવાના બહાને સાયબર ગઠિયાઓએ 4 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હતી.આ અંગે ફરિયાદીએ રાજકોટ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી.સાયબર ક્રાઇમની નાણાકીય ફ્રોડ ડિટેકશનની ટીમે ટેકનિકલ એનાલિસિસ કરી સુઝબૂઝ દ્વારા ફરિયાદીના ₹3,00,000 પરત અપાવ્યા હતા.
આ પણ વાંચો : Breaking News : મહાઠગ કિરણ પટેલને ગુરુવારે મોડી સાંજે અમદાવાદ લવાશે, ક્રાઇમ બ્રાંચની ટીમ જમ્મુ કાશ્મીર પહોંચી
ઇન્ડિયા માર્ટ એપ્લીકેશન દ્વારા 1.20 લાખની ઠગાઇ
હર્ષ દેસાઈ નામના વ્યક્તિ પાસેથી સાયબર ગઠિયાઓએ ઇન્ડિયા માર્ટ એપ્લિકેશનમાં રો મટીરીયલ વેચવાના બહાને 1.20 લાખ રૂપિયા પડાવી લીધા બાદ છેતરપિંડી આચરી હતી.ફરિયાદીએ સાયબર ક્રાઇમને ફરિયાદ નોંધાવતા ટેકનિકલ એનાલીસીસ દ્વારા ફરિયાદીના એક લાખ રૂપિયા સાયબર ક્રાઈમની ટીમે પરત અપાવ્યા હતા.
‘SBI યોનો એપ અપડેટ કરવાની છે’ તેમ કહી આચરી 83 હજારની છેતરપિંડી
આવા સાયબર ગઠિયાઓ લોકોને ઠગવના અલગ અલગ રસ્તાઓ અપનાવતા હોય છે.અલગ અલગ બહાના હેઠળ કોઈ પણ રીતે આરોપીઓ ભોગ બનનારની બેંક ડિટેલ્સ મેળવી લ્યે છે અને તેમાંથી પોતાના ખાતામાં રૂપિયા જમાં કરી લે છે.રાજકોટના જીજ્ઞાશા બેન ભટ્ટ નામના મહિલાને સાયબર ગઠીયાએ તેમની SBI ની યોનો એપ અપડેટ કરવી પડશે તેમ કહી સંપર્ક કર્યો હતો અને તેમની તમામ ડિટેલ્સ મેળવી 83 હજાર રૂપિયાની છેતરપિંડી આચરી હતી.ફરિયાદ થતાં સાયબર ક્રાઈમની ટીમે ટેકનોલોજીનો ઉપયોગ કરી ફરિયાદીની ગયેલી સંપૂર્ણ રકમ 83972 રૂપિયા પરત અપાવ્યા હતા.
સાયબર ક્રાઇમને લઈને જાગૃતિ વધી
મોટી સંખ્યામાં લોકો સાયબર ક્રાઈમનો ભોગ બની રહ્યા છે.પરંતુ બીજી તરફ સાયબર ક્રાઈમને લઈને લોકોમાં જાગૃતિ પણ વધી છે.પહેલા કરતા લોકો પોતાની સાથે થયેલી છેતરપિંડીને લઈને સાયબર ક્રાઈમ સુધી પહોંચી રહ્યા છે અને પોતાની ગયેલી રકમ પરત પણ મેળવી રહ્યા છે.આ ઉપરાંત સાયબર ક્રાઈમ દ્વારા લોકોને અપીલ પણ કરવામાં આવી છે કે કોઈપણ બેંક ઓનલાઈન માહિતી માગતી નથી અને જો બેંકને માહિતી આપવાની થાય તો બેન્કમાં રૂબરૂ જઇને આપવી.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…