Rajkot : સાથી મહિલા પોલીસ કોન્સ્ટેબલની પજવણી કરનાર કોન્સ્ટેબલ સસ્પેન્ડ

|

Feb 18, 2022 | 11:07 PM

રાજકોટ માં એક મહિલા પોલીસ કોન્સ્ટેબલની છેડતી કરીને તેની પજવણી કરતી હોવાનું સામે આવ્યું છે. જેના આધારે એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં રેશાદ સિંજાત વિરુધ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો જેના આધારે પોલીસે રેશાદની ધરપકડ કરી છે

Rajkot : સાથી મહિલા પોલીસ કોન્સ્ટેબલની પજવણી કરનાર કોન્સ્ટેબલ સસ્પેન્ડ
Rajkot Police Constable Suspend For Harrasing Women Constable (File Phioto)

Follow us on

રાજકોટ(Rajkot)  પોલીસના ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલે(Police Constable)  પોતાની સાથે નોકરી કરતી એક મહિલા પોલીસ કોન્સ્ટેબલની છેડતી કરીને તેની પજવણી કરતી હોવાનું સામે આવ્યું છે. જેના આધારે એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં રેશાદ સિંજાત વિરુધ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો જેના આધારે પોલીસે રેશાદની ધરપકડ કરી છે જે બાદ રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે પોલીસ કોન્સ્ટેબલ સસ્પેન્ડ(Suspend)  કરી આગળની તપાસ શરૂ કરી છે.પોલીસના કહેવા પ્રમાણે રેશાદ અને મહિલા ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવી રહ્યા હતા.રેશાદ દ્રારા એનકેન પ્રકારે ઓફિસમાંથી યુવતીનો નંબર મેળવીને તેને અવારનવાર ફોન કરતો હતો.તેનો પીછો કરીને તેની પજવણી કરતો હતો અને તેની છેડતી પણ કરતો હતો.

આ રીતે કરતો હતો પજવણી

મહિલાએ તેનો વિરોધ કર્યો તો તેને ખોટી રીતે બદનામ કરવાની ધમકી પણ આપતો હતો અને તેના પરિવારજનોને મહિલા વિશે ખોટું કહેશે તેવું કહીને તેને બ્લેકમેઇલ કરતો હતો.છેલ્લા બે થી અઢી મહિનાથી રેશાદ મહિલા પોલીસ કોન્સ્ટેબલની છેડતી કરતો હોવાનું સામે આવ્યું હતું,

મહિલા કોન્સ્ટેબલ શંકાસ્પદ રીતે બેભાન હાલતમાં મળી હતી.

આખો મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે રામનાથ પરા પોલીસ લાઇનમાં આવેલા રેશાદના પોલીસ ક્વાર્ટરમાં મહિલા પોલીસ કોન્સ્ટેબલ બેભાન હાલતમાં મળી આવી હતી.રેશાદના ઘરે કોઇ શંકાસ્પદ ગતિવીધી ચાલી રહી હોવાની સપાસના રહીશોને માલુમ પડતા પાડોશી મહિલાઓ તેના ઘરે પહોંચ્યા હતા જો કે રેશાદે પહેલા તેના ઘરે પ્રવેશ આપ્યો ન હતો જો કે ત્યારબાદ મહિલા કોન્સ્ટેબલ બેભાન હાલતમાં મળી આવી હતી,જે બાદ મહિલા કોન્સ્ટેબલને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે મોકલવામાં આવી છે,જેનું નિવેદન લઇને રેશાદ સામે કાયદાનો ગાળિયો મજબુત થઇ શકે છે.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

આ પણ વાંચો : Ahmedabad : રેલવે ડિવિઝન દ્વારા સેફ્ટી સેમિનારનું આયોજન કરાયું, કર્મચારીઓને સુરક્ષા અંગે જાગૃત કરાયા

આ પણ વાંચો : ઓમાનમાં ફસાયેલી નડિયાદની યુવતી કેન્દ્ર સરકારના પ્રયાસોથી પરત ફરી, પરિવારમાં આનંદની લાગણી

Published On - 11:01 pm, Fri, 18 February 22

Next Article