AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાજકોટ જિલ્લાના દુષ્કાળનો સામનો કરી રહેલાં ખેડૂતોને 132 કરોડ રુપિયાની કૃષિ ઈનપુટ સહાય ચૂકવાઈ, બાકી રહેલાં 34 હજાર ખેડૂતોને જલદી કરાશે ચૂકવણી

ઓછા વરસાદને કારણે ખેડુતો દુષ્કાળનો સામનો કરી રહ્યા છે  ત્યારે રાજકોટ જીલ્લામાં 1 લાખ 77 હજાર ખેડુતોએ કૃષિ ઇનપુટ સહાય ચુકવવાની અરજીઓ કરી છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ખેડુતોને ચૂકવવામાં આવતી કૃષિ ઇનપુટ સહાયની ઝડપી ચૂકવણી કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં 132 કરોડની ચુકવણી કરી દેવામાં પણ આવી છે. સૌરાષ્ટ્રમાં ઓછા વરસાદને કારણે […]

રાજકોટ જિલ્લાના દુષ્કાળનો સામનો કરી રહેલાં ખેડૂતોને 132 કરોડ રુપિયાની કૃષિ ઈનપુટ સહાય ચૂકવાઈ, બાકી રહેલાં 34 હજાર ખેડૂતોને જલદી કરાશે ચૂકવણી
Gaurav Dave
| Edited By: | Updated on: Feb 05, 2019 | 1:04 PM
Share

ઓછા વરસાદને કારણે ખેડુતો દુષ્કાળનો સામનો કરી રહ્યા છે  ત્યારે રાજકોટ જીલ્લામાં 1 લાખ 77 હજાર ખેડુતોએ કૃષિ ઇનપુટ સહાય ચુકવવાની અરજીઓ કરી છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ખેડુતોને ચૂકવવામાં આવતી કૃષિ ઇનપુટ સહાયની ઝડપી ચૂકવણી કરવામાં આવી રહી છે.

અત્યાર સુધીમાં 132 કરોડની ચુકવણી કરી દેવામાં પણ આવી છે. સૌરાષ્ટ્રમાં ઓછા વરસાદને કારણે ખેડુતોને હાલાકીનો સામનો કરવાનો વખત આવ્યો છે.  કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ખેડુતોને કૃષિ ઇનપુટ સહાય ચુકવવાની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં રાજકોટ જીલ્લામાંથી 1 લાખ 77 હજાર જેટલા ખેડુતોએ સહાય માટે અરજીઓ કરી છે. જેમાંથી 1 લાખ 44 હજાર ખેડુતોને કૃષિ ઇનપુટ સહાય ચુકવી દેવામાં આવી હોવાનો દાવો રાજકોટ જીલ્લા કલેક્ટર રાહુલ ગુપ્તા દ્વારા કરવામાં આવ્યો છે.

રાજકોટ જીલ્લા કલેક્ટરના જણાવ્યા મુજબ, રાજકોટ જીલ્લાનાં 8 તાલુકાઓને સરકાર દ્વારા અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે. જેમાં 8 તાલુકાઓમાંથી 1 લાખ 77 હજાર ખેડુતોએ સહાય ચુકવવા અરજી કરવામાં આવી હતી. જેમાંથી 1 લાખ 45 હજાર ખેડુતોને 132 કરોડની સહાય ચુકવી દેવામાં આવી છે. બાકી રહેલા 34 હજાર ખેડુતોને કૃષિ ઇનપુટ સહાય ચુકવવા માટેની તૈયારીઓ કરી દેવામાં આવી છે અને આગામી બે થી ત્રણ દિવસમાં બાકીની રકમ ચૂકવવા કવાયત હાથ ધરવામાં આવશે.

આ કૃષિ ઈનપુટ સહાય માટે દુષ્કાળગ્રસ્ત વિસ્તારના ખેડૂતોને ચૂકવાઈ રહી છે. ઈનપુટ સહાય માટે ગ્રામ પંચાયતમાં અરજી કરવાની સિસ્ટમ છે જેમાં પાકની વિગતો સાથે 7/12નો ઉતારો, ઓળખપત્ર સાથે બેંક ખાતાની વિગતો વગેરે તપાસીને જ સહાયની ચૂકવણી કરાશે.

[yop_poll id=1107]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow Us
સાત જિલ્લામાં ચોમાસાનો પ્રારંભ: ખેડૂતોને મોટી રાહત, જુઓ Video
સાત જિલ્લામાં ચોમાસાનો પ્રારંભ: ખેડૂતોને મોટી રાહત, જુઓ Video
વડોદરામાં વરસાદ પહેલા ડ્રેનેજ પાઈપલાઈન નાખવાનો પ્રોજેક્ટ લટકી પડ્યો
વડોદરામાં વરસાદ પહેલા ડ્રેનેજ પાઈપલાઈન નાખવાનો પ્રોજેક્ટ લટકી પડ્યો
Vadodara: સંભવિત જળસંકટને નર્મદા નહેરનું પાણી મેળવવા હાથ ધરાઈ કવાયત્ત
Vadodara: સંભવિત જળસંકટને નર્મદા નહેરનું પાણી મેળવવા હાથ ધરાઈ કવાયત્ત
સુભાષ બ્રિજ સંપૂર્ણ તોડાશે, નવા 8 લેન બ્રિજને મંજૂરી
સુભાષ બ્રિજ સંપૂર્ણ તોડાશે, નવા 8 લેન બ્રિજને મંજૂરી
છોટાઉદેપુરમાં ખાતરની તીવ્ર અછત, ખેડૂતોને પાક નિષ્ફળ જવાનો ભય
છોટાઉદેપુરમાં ખાતરની તીવ્ર અછત, ખેડૂતોને પાક નિષ્ફળ જવાનો ભય
નીતિન પટેલ ટ્રાફિક જામમાં ફસાતા પોલીસકર્મીઓને ખખડાવ્યા,
નીતિન પટેલ ટ્રાફિક જામમાં ફસાતા પોલીસકર્મીઓને ખખડાવ્યા,
ડિમોલિશનના બહાને સરકારી કર્મીઓ અને પોલીસે '₹27 લાખ' જયાફત ઉડાવી
ડિમોલિશનના બહાને સરકારી કર્મીઓ અને પોલીસે '₹27 લાખ' જયાફત ઉડાવી
તંત્રની બેદરકારીના પાપે લાખોના ખર્ચે ખરીદેલા તરાપા બની ગયા ભંગાર
તંત્રની બેદરકારીના પાપે લાખોના ખર્ચે ખરીદેલા તરાપા બની ગયા ભંગાર
Rajkot: રાજકોટમા ધોરાજીમાં સ્મશાનના નવિનીકરણમાં ભ્રષ્ટાચારના આરોપ
Rajkot: રાજકોટમા ધોરાજીમાં સ્મશાનના નવિનીકરણમાં ભ્રષ્ટાચારના આરોપ
ભાવનગરમાં જોખમી મકાનોને કરાશે ધ્વસ્ત, ગરીબ વસાહતીઓની પુનર્વસનની માગ
ભાવનગરમાં જોખમી મકાનોને કરાશે ધ્વસ્ત, ગરીબ વસાહતીઓની પુનર્વસનની માગ
g clip-path="url(#clip0_868_265)">