AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajkot: ગરમીમાં ઘાસચારો અને પાણી ન મળતા કચ્છના પશુપાલકો પશુઓ સાથે હિજરત કરી રાજકોટ પહોંચ્યા

આડેસર વિસ્તારના પશુપાલકોએ જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં પાણીની સમસ્યાના લીધે જ માલધારીઓને હિજરત કરવી પડી રહી છે. આ વિસ્તાર એકદમ ખુલ્લો વિસ્તાર છે આ વિસ્તારને મૂકીને કોઈ જાય નહીં પરંતુ અહીં પાણી અને ઘાસચારાની સમસ્યાના કારણે હિજરત કરવી પડી રહી છે .બાળકોનું ભણતર પણ આ પાણીની સમસ્યાના કારણે જ બગડી રહયું છે

Rajkot: ગરમીમાં ઘાસચારો અને પાણી ન મળતા કચ્છના પશુપાલકો પશુઓ સાથે હિજરત કરી રાજકોટ પહોંચ્યા
Kutch herdsmen Reach Rajkot
Ronak Majithiya
| Edited By: | Updated on: May 03, 2023 | 5:22 PM
Share

ઉનાળાની કાળઝાળ ગરમીમા કચ્છ જિલ્લાના પશુઓ અને પશુપાલકોની હાલત કફોડી બને છે.કારણ કે ઉનાળામાં પશુઓને ઘાસચારો અને પાણી બિલકુલ નથી મળતા.સરહદી વિસ્તાર અને છેવાડાના એવા સૂકા મલક રાપર તાલુકાના આડેસરા ,બન્ની વિસ્તારમાં લાંબા સમયથી પીવાના પાણીની સમસ્યાનો સામનો માલધારીઓ કરી રહ્યા છે. ભર ઉનાળે આ વિસ્તારના લોકો પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે. પીવા માટે પાણી તેમજ પશુઓ માટે ઘાસચારો ન મળતા નાના સરાડા સહિત અનેક ગામોના માલધારીઓ હજારો પશુઓ સાથે હિજરત કરી રાજકોટ અને રતનપર વસવાટ કરે છે.

દર વર્ષે ઉનાળામાં કરવી પડે છે હિજરત

કચ્છ જિલ્લાનો આડેસરા,બન્ની વિસ્તાર પશુપાલન વ્યવસાય માટે જાણીતો છે. બન્ની વિસ્તારના ગામડાંમાં ઉનાળો શરૂ થતા પાણીની તેમજ ઘાસચારા માટેની સમસ્યા સર્જાય છે. પશુપાલક એવા માલધારીઓને પાણી અને ઘાસચારા માટે ભારે સંધર્ષ કરવો પડે છે. જેમાં નાના આડેસરા ગામના માલધારીઓ પશુઓ લઈને રાજકોટ સહિત અન્ય સ્થળે હિજરત કરી રહ્યાં છે. આ વિસ્તારના મોટાભાગના માલધારીઓ પશુપાલન સાથે સંકળાયેલા છે અને ખાસ કરીને પાણીની સમસ્યાના કારણે પશુઓની પણ હાલત બહુ ખરાબ બનતી હોય છે.

આ પણ વાંચો : Mahesana : ફાર્મસી કોલેજમાં વિદ્યાર્થિનીના મોતના કેસમાં મોટો ઘટસ્ફોટ, સાથે અભ્યાસ કરતા વિદ્યાર્થીએ કરી હત્યા, જુઓ Video

માલધારીઓને પાણીની સમસ્યાની સાથે સાથે ઘાસચારાની પણ સમસ્યા ઘણા સમયથી સતાવે છે

તેમજ સાથે જ ઘાસચારાની પણ તંગી સર્જાતી હોય છે. આ વિસ્તારના માલધારીઓ અન્ય જિલ્લા અને તાલુકામાં જ્યા ઘાસચારો અને પાણી મળી રહે તેવા વિસ્તારમાં હિજરત કરી રહ્યા છે. નાના આડેસરા ગામમાં 250 જેટલા ઘરો છે, જેમાં 1600 જેટલી વસ્તી અને 16000 જેટલું પશુધન છે. ગામનો મુખ્ય વ્યવસાય પશુપાલન છે. માલધારીઓને પાણીની સમસ્યાની સાથે સાથે ઘાસચારાની પણ સમસ્યા ઘણા સમયથી સતાવે છે. ગામમાં અત્યારથી જ ઘાસ અને પાણીની સમસ્યા ઊભી થતાં માલધારીઓ ચિંતીત બન્યા છે.

એક મહિના જેટલો સમય પશુઓ સાથે ચાલીને પહોંચે છે રાજકોટ

ઉનાળાની શરૂઆતમાં માલધારીઓ પોતાના પશુઓ લઈને નીકળે છે અને એક મહિના જેટલો સમય ચાલીને હજારો પશુઓ સાથે રાજકોટના જામનગર રોડ પર ખાલી પ્લોટમાં વસવાટ કરી રહ્યા છે. તેમ જ આ માલધારીઓ દ્વારા સ્થાનિક સેવાભાવી સંસ્થાઓ પાસે ઘાસચારો અને પાણીની વ્યવસ્થાઓની પણ માંગ કરી રહ્યા છે ત્યારે માલધારીઓની પણ માંગ છે કે સરકાર દ્વારા કચ્છમાં નાના નાના ગામોમાં દર ઉનાળે પાણી તેમજ ઘાસ સારા માટેની પશુઓ માટે વ્યવસ્થા કરવામાં આવે તો માલધારીઓને પોતાના પશુઓ લઈ હિજરત ન કરવી પડે.

સેવાભાવી સંસ્થાઓ અને લોકોને ઘાસચારો પહોચાડવા કરી અપીલ

આડેસર વિસ્તારના પશુપાલકોએ જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં પાણીની સમસ્યાના લીધે જ માલધારીઓને હિજરત કરવી પડી રહી છે. આ વિસ્તાર એકદમ ખુલ્લો વિસ્તાર છે આ વિસ્તારને મૂકીને કોઈ જાય નહીં પરંતુ અહીં પાણી અને ઘાસચારાની સમસ્યાના કારણે હિજરત કરવી પડી રહી છે .બાળકોનું ભણતર પણ આ પાણીની સમસ્યાના કારણે જ બગડી રહયું છે.માલધારીઓ રાજકોટ અંજાર તેમજ ભચાઉ આમ વિવિધ ગામોમાં હિજરત કરી રહ્યા છે.આ સમસ્યા કાયમ માટે દૂર કરવામાં આવે તેવી માંગ ઊઠી છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
g clip-path="url(#clip0_868_265)">