Rajkot: રાજા રજવાડાઓના સમયથી કાર્યરત ડોમેસ્ટિક ઍરપોર્ટ બન્યું ભૂતકાળ, છેલ્લી ફ્લાઈટએ રાજકોટ એરપોર્ટ પરથી ભરી ઉડાન

Rajkot: રાજા રજવાડાઓ સમયથી કાર્યરત ડોમેસ્ટિક ઍરપોર્ટ હવે ભૂતકાળ બનવા જઈ રહ્યુ છે. આજે રાજકોટ ઍરપોર્ટ પરથી છેલ્લી ફ્લાઈટે ઉડાન ભરી હતી. ત્યારે મુસાફરોએ પોતાના રાજકોટ ઍરપોર્ટ સાથે જૂની યાદોને પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી હતી, આ ઍરપોર્ટ રાજકોટના ઉત્તરોતર પ્રગતિ અને વિકાસનું સાક્ષી રહ્યુ છે.

Rajkot: રાજા રજવાડાઓના સમયથી કાર્યરત ડોમેસ્ટિક ઍરપોર્ટ બન્યું ભૂતકાળ, છેલ્લી ફ્લાઈટએ રાજકોટ એરપોર્ટ પરથી ભરી ઉડાન
Follow Us:
Ronak Majithiya
| Edited By: | Updated on: Sep 08, 2023 | 9:30 PM

Rajkot: ગત 27 જુલાઈએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે હિરાસર ખાતે ઇન્ટરનેશનલ ઍરપોર્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. જ્યારે નવા ઇન્ટરનેશનલ ઍરપોર્ટ પર આગામી 10 સપ્ટેમ્બરથી ફલાઇટની અવર જવર શરૂ થશે.આજે રાજકોટના જૂના ઍરપોર્ટનો છેલ્લો દિવસ છે અને આવતીકાલે એટલે કે 9 સપ્ટેમ્બરે નો ફ્લાય ડે છે. એટલે રાજકોટમાં જૂના કે નવા કોઈપણ ઍરપોર્ટ પરથી એક પણ ફ્લાઈટ ઉડાન નહિ ભરે અને 10 સપ્ટેમ્બરથી હિરાસર ઍરપોર્ટ કાર્યરત થશે. અત્યાર સુધી રાજકોટનું રેસકોર્સ નજીક આવેલું ડોમેસ્ટિક ઍરપોર્ટ પર ફલાઇટની અવરજવર શરૂ છે. ત્યારે રાજકોટના ડોમેસ્ટિક ઍરપોર્ટ પરથી છેલ્લી ફ્લાઈટ ઉપડી હતી અને મુસાફરોએ પોતાના રાજકોટ ઍરપોર્ટ સાથેની વર્ષો જૂની સ્મૃતિઓ વાગોળી હતી.

75 વર્ષ જૂનું રાજા રજવાડાઓ સમયનું રાજકોટ ઍરપોર્ટ

રાજકોટનું રેસકોર્સ નજીક આવેલું જૂનું ડોમેસ્ટિક ઍરપોર્ટ 1948માં નિર્માણ પામ્યું હતું એટલે કે 75 વર્ષ જૂનું રાજા રજવાડાઓ સમયથી આ ઍરપોર્ટ કાર્યરત હતું. પહેલા રાજા રજવાડાઓ આ ઍરપોર્ટ પરથી મુસાફરી કરતા હતા ત્યારબાદ સરકાર દ્વારા રાજવી પાસેથી લીઝ પર જગ્યા લઈને સિવિલ ઍરપોર્ટ બનાવવામાં આવ્યું. તે સમયે રાજકોટથી મુંબઈની એક માત્ર ફ્લાઈટ હતી અને તે પણ 45 જેટલા મુસાફરો બેસી શકે તેવા નાના પ્લેન હતા. એક સમયે આ ઍરપોર્ટ માત્ર એક ફ્લાઈટથી શરૂ થયું હતું. રાજકોટ ઍરપોર્ટએ રાજકોટ અને સૌરાષ્ટ્રની ઉત્તરોતર પ્રગતિ અને વિકાસનું સાક્ષી રહ્યું છે.

છેલ્લી ફ્લાઈટમાં મુસાફરોએ જુના ઍરપોર્ટ સાથેની યાદો કેમેરામાં કેદ કરી

આજે રાજકોટ જૂના ઍરપોર્ટની છેલ્લી ફલાઇટમાં મુસાફરી કરનારા લોકોએ tv9 સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રાજકોટ ઍરપોર્ટ રેસકોર્સ નજીક શહેરની એકદમ અંદર આવેલું હોવાથી શહેરના કોઈપણ સ્થળેથી વધુમાં વધુ 15થી 20 મિનિટમાં પહોંચી જવાતું હતું. જે હવે હિરાસર ખાતે ખસેડાતા લોકોને 45 મિનિટથી લઈને એક કલાક સુધીનો સમય લાગશે એટલે આ એક કારણથી રાજકોટ ઍરપોર્ટ યાદ આવશે તેવું એક મુસાફરે જણાવ્યું હતું.આ ઉપરાંત અન્ય એક મુસાફરે જણાવ્યું હતું કે તેઓ છેલ્લા 20 વર્ષથી રાજકોટ ઍરપોર્ટ પરથી મુસાફરી રહ્યા છે અને તેમની અનેક યાત્રાનું રાજકોટ ઍરપોર્ટ સાક્ષી રહ્યું છે.

Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024
યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી
અદિતિ મિસ્ત્રીની બહેન દિવ્યા મિસ્ત્રી પણ ખુબ હોટ છે, જુઓ ફોટો

આ પણ વાંચો: Gujarati Video: છોટા ઉદેપુરના નસવાડીમાં ભેખડ ધસી પડતા એક ટેમ્પો અને બાઈક ફસાયા, તંત્રના અધિકારીઓ ફરક્યા સુદ્ધા નહીં

હિરાસર પહોંચવા માટે એસટી દ્વારા ઇલેક્ટ્રિક બસો ફાળવવામાં આવી

રાજકોટથી હિરાસર ઇન્ટરનેશનલ ઍરપોર્ટનું અંતર 32 કિલોમીટર જેટલું છે. જ્યાં પહોંચવામાં 45 મિનિટથી એક કલાક જેટલો સમય લાગે છે. ત્યારે એસટી વિભાગ દ્વારા બસો મૂકવામાં આવે તેવી લોકમાંગ ઉઠી હતી. જેને અનુલક્ષીને એસટી વિભાગ દ્વારા રાજકોટથી હિરાસર એરપોર્ટ સુધી 8 જેટલી ઇલેક્ટ્રિક બસો મૂકવામાં આવી છે. દર 2 કલાકે રાજકોટ બસપોર્ટથી હિરાસર ઍરપોર્ટ જવા માટે અને હિરાસર ઍરપોર્ટથી રાજકોટ બસપોર્ટ આવવા માટેની બસો મળશે.

રાજકોટ બસપોર્ટથી સવારે 6થી સાંજે 7 વાગ્યા સુધી દર 2 કલાકે અને હિરાસર ઍરપોર્ટથી સવારે 7 થી સાંજે 8 વાગ્યા સુધી દર 2 કલાકે એસટી વિભાગની ઇલેક્ટ્રિક બસો મળશે.જેનું ભાડું એસટી વિભાગ દ્વારા 100 રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે. આ ઉપરાંત હિરાસર જવા માટે ખાનગી ટેક્સી પણ મળશે. જેનું ભાડું ટેક્સી એસોસિયેશન દ્વારા 2 હજાર રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે.

 રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

PM મોદી પાસેથી મળી 'RRR'ની શીખ- બરુણ દાસ
PM મોદી પાસેથી મળી 'RRR'ની શીખ- બરુણ દાસ
News9 Global Summit : ભારતના લોકોનું જીવન કેવી રીતે બદલાશે?
News9 Global Summit : ભારતના લોકોનું જીવન કેવી રીતે બદલાશે?
શું ભારતીય ફૂટબોલને મળશે સંજીવની? વૈશ્વિક સમિટમાં રોડ મેપ તૈયાર કરાયો
શું ભારતીય ફૂટબોલને મળશે સંજીવની? વૈશ્વિક સમિટમાં રોડ મેપ તૈયાર કરાયો
મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ
સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ
g clip-path="url(#clip0_868_265)">