Gujarati Video: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી, સપ્ટેમ્બરના અંત સુધીમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં પડશે વરસાદ 

Gandhinagar: રાજ્યમાં વરસાદની સ્થિતિને લઈને અંબાલાલ પટેલે આગાહી કરી છે. સપ્ટેમ્બર મહિનામાં રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ રહેવાની શક્યતા છે. રાજ્યમાં જ્યાં ઓછો વરસાદ પડ્યો છે ત્યાં 14 સપ્ટેમ્બર પછી વરસાદની શક્યતા છે. સપ્ટેમ્બરના અંત સુધીમાં રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડશે. સપ્ટેમ્બરમાં વરસાદને લઈને ખેડૂતો માટે સારા સમાચાર છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 08, 2023 | 8:57 PM

Gandhinagar: રાજ્યમાં સપ્ટેમ્બર મહિનામાં વરસાદનું જોર કેવુ રહેશે તે અંગે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ રાજ્યમાં વરસાદ વરસવા માટે મહાસાગરમાં સાનુકૂળ વાતાવરણ છે. હાઈપ્રેશરના કારણે ગુજરાતમાં વરસાદ થતો ન હતો. મહાસાગરમાં ભારે પવનના કારણે ચોમાસાની સિસ્ટમ ખોરવાઈ હતી. 12 સપ્ટેમ્બર સુધીમાં રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. 10 સપ્ટેમ્બર પછી વરસાદની સિસ્ટમ થોડી મંદ રહેવાની શક્યતા છે. આહવા, ડાંગ, વલસાડ, તાપી, નર્મદા અને ભરૂચમાં વરસાદની શક્યતા છે.

“ગાંધીનગર અને અમદાવાદના કેટલાક ભાગોમાં રહેશે ઓછો વરસાદ”

આ તરફ મધ્ય ગુજરાતના ભાગોમાં પણ સારો વરસાદ રહેવાની શક્યતા છે. વડોદરા, બોડેલી, કરજણ અને આણંદમાં સારો વરસાદ રહેશે. થરાદ અને પાલનપુરમાં પણ વરસાદી સિસ્ટમની અસર વર્તાશે. હિંમતનગર, મેઘરજ, મોડાસા અને બાયડમાં પણ સારો વરસાદ રહેશે. વરસાદની અસર મધ્ય ગુજરાત પર વધુ વર્તાઈ શકે છે. પંચમહાલ, દાહોદ અને ગોધરામાં પણ ભારે વરસાદની શક્યતા છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ સામાન્ય વરસાદ વરસી શકે છે.

આ પણ વાંચો: Gujarati Video: છોટા ઉદેપુરના નસવાડીમાં ભેખડ ધસી પડતા એક ટેમ્પો અને બાઈક ફસાયા, તંત્રના અધિકારીઓ ફરક્યા સુદ્ધા નહીં

“14 સપ્ટેમ્બર પછી વરસાદની શક્યતા”

આ તરફ સૌરાષ્ટ્રમાં ભાવનગર, ગીર અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદી માહોલ રહેશે. રાજકોટ, સુરેન્દ્રનગર અને કચ્છમાં વરસાદ વરસશે, કચ્છમાં પવન સાથે વરસાદ રહેશે. 14 સપ્ટેમ્બરથી બંગાળના ઉપસાગરમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ રહી છે. આથી નવી બની રહેલી સિસ્ટમના કારણે 16 સપ્ટેમ્બરથી વરસાદ પડવાની સંભાવના છે. 20થી 22 સપ્ટેમ્બર બંગાળ ઉપસાગરમાં વધુ એક સિસ્ટમ સક્રિય થશે. ઓક્ટોબર મહિનામાં ચક્રવાતનું પ્રમાણ વધશે. બંગાળની ખાડી અને ઉપસાગર નવેમ્બર ડિસેમ્બરમાં સુધી સક્રિય રહેશે. નર્મદા ડેમ સંપૂર્ણ ભરાઈ જવાની શક્યતા છે.

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
સુરત પથ્થરમારાના 23 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર
સુરત પથ્થરમારાના 23 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર
ભાવનગરમાં બેફામ રીતે દિવસે પણ દોડી રહ્યા છે ભારે વાહનો- Video
ભાવનગરમાં બેફામ રીતે દિવસે પણ દોડી રહ્યા છે ભારે વાહનો- Video
અમદાવાદ મનપામાં વિપક્ષના નેતા તરીકે શહેઝાદ ખાન પઠાણ ચૂંટાયા
અમદાવાદ મનપામાં વિપક્ષના નેતા તરીકે શહેઝાદ ખાન પઠાણ ચૂંટાયા
વડોદરામાં રોગચાળો વકર્યો, 24 કલાકમાં 5થી વધારે ડેન્ગ્યુના કેસ નોંધાયા
વડોદરામાં રોગચાળો વકર્યો, 24 કલાકમાં 5થી વધારે ડેન્ગ્યુના કેસ નોંધાયા
વિશ્વામિત્રીમાં આવતા પૂરના કાયમી ઉકેલ માટે મનપા લાવશે એક્શન પ્લાન
વિશ્વામિત્રીમાં આવતા પૂરના કાયમી ઉકેલ માટે મનપા લાવશે એક્શન પ્લાન
ગરૂડેશ્વરમાં જળબંબાકારની સ્થિતિ, 3 ગામનો સંપર્ક તૂટ્યો
ગરૂડેશ્વરમાં જળબંબાકારની સ્થિતિ, 3 ગામનો સંપર્ક તૂટ્યો
સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં તિરાડો પડી હોવાની પોસ્ટ કરી ફસાયો યુઝર-Video
સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં તિરાડો પડી હોવાની પોસ્ટ કરી ફસાયો યુઝર-Video
સુરતમાં થયેલ પથ્થરમારાનો મામલે પોલીસે 6 બાળકોને જુવેનાઈલ કોર્ટમાં રજૂ
સુરતમાં થયેલ પથ્થરમારાનો મામલે પોલીસે 6 બાળકોને જુવેનાઈલ કોર્ટમાં રજૂ
પાલનપુરના ગ્રામ્ય વિસ્તારોમાં 2 કલાકમાં 1 ઈંચ વરસાદ ખાબક્યો
પાલનપુરના ગ્રામ્ય વિસ્તારોમાં 2 કલાકમાં 1 ઈંચ વરસાદ ખાબક્યો
અંબાલાલની મોટી આગાહી, 11 તારીખથી શરૂ થશે ધોધમાર વરસાદનો વધુ એક રાઉન્ડ
અંબાલાલની મોટી આગાહી, 11 તારીખથી શરૂ થશે ધોધમાર વરસાદનો વધુ એક રાઉન્ડ
g clip-path="url(#clip0_868_265)">