AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાજકોટના તબીબે પ્રસુતાના ગર્ભાશયની જટીલ સર્જરી સફળતાપૂર્વક પાર પાડી માતા અને બાળકનો બચાવ્યો જીવ

Rajkot: બાળકના જન્મ પૂર્વે જવલ્લેજ જોવા મળતી પ્રસૂતાના ગર્ભાશયની 10 સે.મી.ની ગાંઠની સફળ સર્જરી કરવામાં આવી છે. પદ્મકુંવરબા હોસ્પિટલના ગાયનેક વિભાગના તબીબે જટીલ કહી શકાય તેવી સર્જરી સફળતાપૂર્વક પાર પાડી મહિલા અને બાળકનો જીવ બચાવ્યો છે.

રાજકોટના તબીબે પ્રસુતાના ગર્ભાશયની જટીલ સર્જરી સફળતાપૂર્વક પાર પાડી માતા અને બાળકનો બચાવ્યો જીવ
Ronak Majithiya
| Edited By: | Updated on: Jul 18, 2023 | 8:16 PM
Share

Rajkot: મેડિકલ ક્ષેત્રે ભાગ્યે જ જોવા મળતા જટીલ કિસ્સામાં ડોક્ટરની કુશળતાની પરીક્ષા લેવાતી હોય છે. તાજેતરમાં જ પદ્મકુંવરબા હોસ્પિટલમાં ગાયનેક વિભાગમાં મહિલા અને બાળકનું જીવન બચાવ્યાનો કિસ્સો સામે આવ્યો છે.

પ્રસુતાની ગર્ભાશયની 10 સેમી ગાંઠની સફળ સર્જરી

ગાયનેક સર્જન ડૉ.પાર્થ હિરપરાના જણાવ્યા મુજબ, 32 વર્ષીય અનુરાધાબેન પ્રસૂતા મહિલાને ગર્ભાશયના મુખ પર બાળકના માથાના ભાગ નીચે 10 સે.મી.ની ગાંઠ થયેલી. ગાંઠના લીધે બાળકના જન્મની સાથે ઓપરેશન કરવું જરૂરી હતું. આ સર્જરી ખુબ જ જોખમી હોવાથી અનેક ખાનગી હોસ્પિટલો દ્વારા તેમને દાખલ કરવાની મનાઈ કરી હતી. જેથી તેઓ અહીં પદ્મકુંવરબા હોસ્પિટલમાં દાખલ થયા હતા.

ગાંઠની સર્જરી પહેલા સિઝેરિયનથી બાળકનો કરાયો જન્મ

ડૉ. હિરપરા આ સર્જરી અંગે વિગતે માહિતી આપતા જણાવે છે કે, બાળકને સિઝેરિયન દ્વારા જન્મ આપવાનું નક્કી કરવામાં આવ્યું. સિઝેરિયન દરમિયાન ગાંઠના ભાગને સાઈડમાં કરી બાળકનો સુખરૂપ રીતે જન્મ કરાયો હતો. ત્યારબાદ સર્જરી દરમ્યાન લોહી ખુબ વહેવાની શક્યતા વચ્ચે ગર્ભાશયની ગાંઠની જટિલ સર્જરી પાર પાડી. હાલ માતા તેમજ બાળક બંને સ્વસ્થ છે.

મહિલા ગર્ભવતી હોવાથી ગાંઠની સર્જરી કરવી હતી અત્યંત જટીલ

ડૉ. પાર્થ જણાવે છે કે, મોટાભાગે 40 વર્ષ પછી મહિલાઓમાં ગર્ભાશયમાં આ પ્રકારની ફાઈબ્રોઈડ ગાંઠ થતી જોવા મળે છે ત્યારે તેમનું ઓપરેશન કરી ગર્ભાશય બહાર કાઢી લેવામાં આવે છે. પરંતુ આ મહિલાના કિસ્સામાં તેઓનું પ્રથમ બાળક હોય ગર્ભાશય સલામત રહે તે મોટી જવાબદારી હતી. આ ઉપરાંત પદ્મકુંવરબા હોસ્પિટલ ખાતે (ટોટલ લેપ્રોસ્કોપિક હિસ્ટરેકટમી) દૂરબીન વડે કોથળી કાઢવાની અનેક સર્જરી કરી આપવામાં આવી હોવાનું ડૉ.પાર્થ જણાવે છે.

આ પણ વાંચો : Rajkot: રાજકોટના રેલનગર અંડરબ્રિજમાં વગર વરસાદે ભરાયા પાણી, રોષે ભરાયેલા લોકોએ કહ્યું “મેયર ચાલીને નીકળે તો સમસ્યા દેખાય”

પદ્મકુંવરબા હોસ્પિટલના હેડ ડો. તરીષા મર્ચન્ટના જણાવ્યા મુજબ સમગ્ર ગુજરાતમાં રાજકોટ ડિસ્ટ્રીકટ હોસ્પિટલ ગાયનેક વિભાગમાં પ્રથમ નંબરે રહેલી છે. રાજ્ય સરકાર દ્વારા ‘’સ્વસ્થ માતા સ્વસ્થ બાળ’’ અભિયાનને સાર્થક કરતી પદ્મકુંવરબા હોસ્પિટલની ટીમ કામગીરીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહી છે.

રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">