AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajkot: એઈમ્સના ખોટા સહી-સિક્કા સાથે બોગસ કોલ લેટર તૈયાર કરી નોકરીની લાલચ આપનાર તબીબ ઝડપાયો, વાંચો કઇ રીતે આચર્યું કૌંભાંડ

Rajkot: એઈમ્સના ખોટા સહી-સિક્કા સાથે બોગસ કોલ લેટર તૈયાર કરી નોકરીની લાલચ આપનાર તબીબની પડધરી પોલીસે ધરપકડ કરી છે. એક યુવતી એઈમ્સના કોલ લેટર સાથે નોકરી માટે એઈમ્સ હોસ્પીટલ પહોંચી ત્યારે સમગ્ર કૌભાંડ સામે આવ્યુ છે. જો કે પોલીસે આ કૌભાંડ પાછળ રહેલ માસ્ટર માઈન્ડ તબીબની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Rajkot: એઈમ્સના ખોટા સહી-સિક્કા સાથે બોગસ કોલ લેટર તૈયાર કરી નોકરીની લાલચ આપનાર તબીબ ઝડપાયો, વાંચો કઇ રીતે આચર્યું કૌંભાંડ
બોગસ કોલ લેટરનો પર્દાફાશ
Mohit Bhatt
| Edited By: | Updated on: Feb 27, 2023 | 10:35 PM
Share

રાજકોટ સહિત સૌરાષ્ટ્રની સૌથી મોટી આરોગ્ય સેવા એઈમ્સ હોસ્પિટલમાં બોગસ રીતે નોકરી આપવાનું કૌંભાડ ઝડપાયું છે. રાજકોટ એઈમ્સ હોસ્પિટલ ખાતે એક યુવતી કોલ લેટર સાથે પહોંચી હતી. ત્યારે એઈમ્સના અધિકારીઓને જાણવા મળ્યું હતું કે આ કોલ લેટર બોગસ છે. જેના આધારે તપાસ કરતા આ યુવતીને બોગસ કોલ લેટર બીએચએમએસ તબીબે આપ્યો હોવાનો ખુલાસો થતા પડધરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. જેના આઘારે પડધરી પોલીસ દ્વારા આ તબીબને પકડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

બોગસ કોલ લેટર આપનાર તબીબ અક્ષય જાદવની ધરપકડ

આ અંગે ગોંડલ ડીવાયએસપી કે.જી ઝાલાએ કહ્યું હતું કે આ શખ્સનું નામ છે ડૉ.અક્ષય જાદવ. આ તબીબે એક યુવતીને એઈમ્સ હોસ્પિટલમાં લેબ ટેક્નિશિયન તરીકે નોકરી આપવાની લાલચ આપી હતી.એટલું જ નહીં તેનું ઈન્ટરવ્યુ લઈને તેને એઈમ્સ હોસ્પિટલના લેટરપેડ સાથેનો કોલલેટર પણ આપી દીધો હતો. યુવતી જ્યારે એઈમ્સ હોસ્પિટલમાં હાજર થવા માટે પહોંચી હતી, ત્યારે આ કોલલેટર બોગસ હોવાનું સામે આવ્યું હતું.

જેના આધારે એઈમ્સ હોસ્પિટલના એડમીન અધિકારીએ પડધરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે અક્ષયની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસના કહેવા પ્રમાણે અક્ષય મુળ ઉનાનો રહેવાસી છે અને જામનગર રોડ પર નાગેશ્વર વિસ્તારમાં પોતાનું ક્લિનીક ચલાવતો હતો અને થોડા સમયથી નોકરી કરતો હતો. અત્યાર સુધીમાં આ શખ્સે આ પ્રકારના ત્રણ બોગસ દસ્તાવેજો બનાવ્યા હોવાની પોલીસ સમક્ષ કબુલાત આપી છે.

કઈ રીતે આચર્યું કૌંભાડ?

આ કૌંભાડ અંગે એઈમ્સના ડાયરેક્ટર કર્નલ પુનિત અરોરાએ કહ્યું હતું કે એઈમ્સ હોસ્પિટલની વિજીલન્સ ટીમ દ્વારા આ કેસની બે દિવસ તપાસ હાથ ધરવામાં આવી હતી. એઈમ્સ દ્વારા જ્યારે યુવતીને પુછવામાં આવ્યું તો યુવતીએ કહ્યું હતું કે આ તબીબ દ્વારા યુવતીને એઇમ્સમાં લેબ ટેક્નિશીયનની નોકરી આપવાની લાલચ આપી હતી.

આ માટે આ તબીબ દ્વારા તેનું વીડિયો ઇન્ટરવ્યુ પણ લેવામાં આવ્યું હતું અને તેને કોલ લેટર આપવામાં આવ્યો હતો, જેમાં 36 હજાર રૂપિયાના માસિક પગારે નોકરી આપવામાં આવી હોવાનો અને એઈમ્સનો લોગો અને સહી સિક્કાનો ઉપયોગ કરાયો હતો જે બોગસ હતા.આ વાત એઇમ્સ હોસ્પિટલના ધ્યાને આવતા આખું કૌંભાડ ખુલ્લુ પડ્યું હતું અને પોલીસને જાણ કરી હતી.

આ પણ વાંચો: Rajkot: સિંહપ્રેમીઓ માટે ખુશખબર, સાસણગીર બાદ હવે રાજકોટમાં પણ બનશે લાયન સફારી પાર્ક

હાલ તો પોલીસે આ તબીબની પુછપરછ શરૂ કરી છે. બોગસ દસ્તાવેજો તૈયાર કરીને નોકરી આપવાના કૌંભાડમાં કોઈ નાણાંકીય વ્યવહાર થયો છે કે કેમ તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે. એઈમ્સ દ્વારા પણ લોકોને અપીલ કરવામાં આવી છે કે જ્યારે પણ એઈમ્સની ભરતી આવે છે અથવા તો કોઇ નોકરી અંગેની વાત કરવામાં આવે ત્યારે એઇમ્સની સત્તાવાર વેબસાઇટ પરથી માહિતી લેવી.કોઇ વ્યક્તિ ખોટી દોરવણીમાં ન આવે જેથી આવા લેભાગુ તત્વોથી બચી શકાય.

g clip-path="url(#clip0_868_265)">