RAJKOT : જાજરમાન લગ્નોત્સવ સંપન્ન !! જમણવારની એક થાળીનો ભાવ સાંભળીને તમે ચોંકી જશો !!
આ લગ્નોત્સવે પહેલેથી લોકોમાં ભારે ઉત્સુક્તા ફેલાવી હતી. આ લગ્નમાં કંકોત્રીથી લઇને જમણવાર સુધીમાં મોટો ખર્ચ કરવામાં આવ્યો છે. જેને લઇને સમગ્ર સૌરાષ્ટ્રભરમાં આ લગ્નની ચર્ચા થઇ રહી છે.
સમગ્ર સૌરાષ્ટ્ર અને રાજયમાં ભારે ચર્ચા જગાવનાર રાજકોટના જાણીતા ઉદ્યોગપતિ મૌલેશ ઉકાણીના પુત્રના લગ્ન સંપન્ન થયા છે. આ લગ્નના ખર્ચા અને ઠાઠમાઠથી સૌ-કોઇ અચંબિત થયા છે. ત્યારે આ લગ્નોત્સવમાં એવું તો શું-શું થયું જેને લઇને લોકો રોમાંચિત થયા છે, તે વિશે આજે આ અહેવાલમાં આપણે વાત કરીશું. જેમાં ચોંકાવનારી વાત, જમણવારની થાળીના ભાવ સાંભળીને થશે.
ઉદ્યોગપતિના લગ્નોત્સવ સંપન્ન, મહેમાનો ટુંક સમયમાં પરત ફરશે
રાજકોટના ઉદ્યોગપતિ મૌલેશ ઉકાણીના પુત્ર જયના લગ્ન મોરબીના ઉદ્યોગપતિ અરવિંદ જીવાણીની પુત્રી હેમાંશી સાથે સંપન્ન થયા છે. આ લગ્નોત્સવ રાજસ્થાનના જોધપુરના ઉમેદભવન પેલેસ ખાતે યોજાયા હતા. આ લગ્નોત્સવનું 3 દિવસીય જાજરમાન ફંકશન પૂર્ણ થયું છે. અને, હવે લગ્નોત્સવ સંપન્ન કરી પરિવારજનો અને મહેમાનો રાજકોટ પરત ફરશે.
મંગળવારે જય અને હેમાંશીના લગ્નના ફેરા થયા હતા., જેમાં રજવાડી ઠાઠમાઠ અને હાથી-ઘોડા-ઉંટ-પાલખી, બેન્ડબાજા અને ઢોલનગારા સાથે વરરાજાની જાન લગ્નમંડપ સુધી આવી હતી. અને સાંજના સમયે જાનનું લગ્નમંડપમાં સ્વાગત થયું હતું. સાંજના સમયે જ હસ્તમેળાપની વિધી યોજવામાં આવી હતી. અને, અગ્નિની સાક્ષીએ વરવધુ સાત ફેરા ફર્યા હતા.
લગ્નોત્સવને અપાયો રાજસ્થાની રજવાડી લૂક
જાજરમાન લગ્ન પ્રસંગના પ્રથમ દિવસે સાંજે મહેંદી તેમજ સંગીતની રસમ યોજાઈ હતી. જેમાં રાજસ્થાની રજવાડી લુક આપવામાં આવ્યો હતો. 3.15 થી 6.15 વાગ્યા સુધી ઉમેદભવન પેલેસના લાન્સર લોન્સ ખાતે મહેંદી રસમ અને બાદ સાંજના 6.15 વાગ્યે ફ્રન્ટ લોન્સ ખાતે દ્વારિકાધીશની આરતી અને રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતની જાણીતી ગાયિકા ઐશ્વર્યા મજમુદાર પોતાના સુર રેલાવ્યા હતા. અને, વરવધુ બંને ડાન્સના તાલે ઝુમ્યા પણ હતા.
આ લગ્નોત્સવમાં થાળીનો ભાવ સાંભળીને તમે ચોંકી જશો
આ લગ્નોત્સવમાં 300થી વધારે મહેમાનોને આમંત્રિત કરવામાં આવ્યા હતા. અને, જેની સૌ-કોઇ મહેમાનો આતુરતાથી રાહ જોતા હોય છે. તે છે લગ્નનો જમણવાર, આ લગ્નોત્સવમાં જમણવાર પણ રાજસ્થાની રજવાડી ઠાઠમાઠ સાથે યોજાયો હતો. અને, આ લગ્નોત્સવમાં એક થાળાના ભાવ 18 હજાર રૂપિયા હતો. એટલે કે દરેક મહેમાનો 18 હજારની જમણવારની થાળી જમ્યા હતા. જેમાં રજવાડી સ્ટાઇલથી મહેમાનોને પીરસવામાં આવ્યું હતું.
નોંધનીય છેકે આ લગ્નોત્સવે પહેલેથી લોકોમાં ભારે ઉત્સુક્તા ફેલાવી હતી. આ લગ્નમાં કંકોત્રીથી લઇને જમણવાર સુધીમાં મોટો ખર્ચ કરવામાં આવ્યો છે. જેને લઇને સમગ્ર સૌરાષ્ટ્રભરમાં આ લગ્નની ચર્ચા થઇ રહી છે.